• 22 November, 2025 - 8:38 PM

ભારત-અમેરિકા વચ્ચે ડિસેમ્બર સુધીમાં થઈ શકે ટ્રેડ ડીલઃ અમેરિકન અધિકારીનો સંકેત

ભારત-અમેરિકા વચ્ચે ચાલુ વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બર સુધીમાં ટ્રેડ ડીલ થઈ શકે છે, તેવા સંકેતો એક અમેરિકન અધિકારીએ આપ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટેની વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાનો સંકેત અમેરિકાએ આપ્યો છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ બન્ને દેશો વચ્ચેની તાજેતરની ચર્ચાઓને ખૂબ જ સકારાત્મક ગણાવી હતી.

પત્રકારો સાથે વાતચીત કરતા અમેરિકન અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, વોશિંગ્ટન નવી દિલ્હી સાથે પરસ્પર વેપાર સમજુતિ પર કામ કરી રહ્યું છે. સાથે જ ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને લગતી ચિંતાઓનું સમાધાન પણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ભારત સાથે અમારી ઘણી સકારાત્મક પ્રગતિ થઈ છે.

અમેરિકન અધિકારીએ ડીલ અંગે કહ્યું કે, આ વાટાઘાટોનું પરિણામ કદાચ આ વર્ષના અંત સુધીમાં મળી જશે. મને લાગે છે કે તાજેતરમાં ભારત સાથે અમારી ઘણી સકારાત્મક વાતચીત થઈ છે. બે મુદ્દા પર વાત ચાલી રહી છે. ચોક્કસપણે અમારી વચ્ચે એક પરસ્પર વેપાર વાર્તા ચાલી રહી છે, પણ રશિયન તેલનો મુદ્દો પણ છે, જેમાં અમે બજારમાં સુધારો જોયો છે. તેથી મને લાગે છે કે અમે થોડો રાહતનો શ્વાસ લઈ શકીએ, જો કે હજી ઘણું કામ બાકી છે, પરંતુ અત્યાર સુધીમાં ઘણી સકારાત્મક પ્રગતિ થઈ ચૂકી છે અને વર્ષના અંત સુધીમાં અમને વધુ પ્રગતિ જોવા મળી શકે છે.

અમેરિકન વહીવટી તંત્ર ભારત સાથે બે સમાંતર મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે. એક તો પરસ્પર વેપાર વાટાઘાટો જેનો હેતુ સામાન્ય રીતે દેશો વચ્ચેના ટેરિફ અને બજારની પહોંચને સંતુલિત કરવાનો છે, તેમજ બીજો મુદ્દો રશિયન તેલને લઈને ભારત પર દબાણ બનાવવાનો છે. ર૦ર૪ માં અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર લગભગ ૧૯૦ મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયો હતો અને બન્ને દેશોએ દ્વિપક્ષીય વાણિજ્યને વધારવાની વાત કરી છે.

Read Previous

ઓનલાઈન માલનું વેચાણ થયું સસ્તું, ફ્લિપકાર્ટ હવે 1,000 થી ઓછી કિંમતના ઉત્પાદનો પર કમિશન લેશે નહીં; નાના વેપારીઓ માટે રાહત

Read Next

હવે નહીંં મળશે જૂનો પાસપોર્ટ, દેશમાં શરુ થઈ E-પાસપોર્ટ સિસ્ટમ, જાણો હાલના પાસપોર્ટનું શું થશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular