વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- ઉત્તર ગુજરાતનું સમાપન, 1212 MOU થયા, 3 લાખ 24 હજાર કરોડનું રોકાણ આવશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલા બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત)નું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
‘રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ની થીમ પર યોજાયેલ આ બે દિવસીય કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે. આ ઉપરાંત, આ રિજનલ કોન્ફરન્સ ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને સર્વસમાવેશક વિકાસ માટેના રોલ મોડેલ તરીકે રાજ્યને સ્થાપિત કરવામાં નોંધપાત્ર સાબિત થઈ છે.
ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતા અંગે વાત કરતા ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં અંદાજિત 30 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને 72 જેટલા દેશોના લોકો આ સમિટમાં જોડાયા હતા. તેમને વધુમાં ઉમેર્યું કે, આ રિજનલ કોન્ફરન્સ દરમિયાન 1212 જેટલા એમઓયુ થયા છે. આ એમઓયુ થકી અંદાજિત 3 લાખ 24 હજાર કરોડનું રોકાણ ઉત્તર ગુજરાતમાં આવનારા દિવસોમાં થવાનું છે.
ઉદ્યોગ પ્રધાને કહ્યું હતું કે, વિવિધ દેશોના ઉદ્યોગકારો અને સંગઠનો આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા હતા, તેઓની સાથે ગુજરાતના ઉત્પાદનોની નિકાસ અંગે બેઠકો પણ થઈ હતી અને અને આ બેઠકો થકી પણ 500 કરોડનો વેપાર થયાનો અંદાજ છે. આ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત માટે નવી તકો લઈને આવ્યું છે અને રોકાણ તથા ઇનોવેશનના કેન્દ્ર તરીકે રાજ્યના સ્થાનને મજબૂત કરશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત- આંકડાઓ અને સિદ્ધિઓ
નોંધણી અને ભાગીદારી: 29,000થી વધુ લોકોએ (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય) રજીસ્ટ્રેશન કરાવ્યું.
વૈશ્વિક સહભાગિતા: 70થી વધુ દેશોની સહભાગિતા સાથે 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ (કંપનીઓ અને વ્યક્તિઓ) હાજરી આપી હતી.
રાજદ્વારીઓની ઉપસ્થિતિ :- જાપાન, વિયેતનામ, ન્યૂઝીલેન્ડ, રવાન્ડા, ગયાના, યુક્રેન સહિતના દેશોના રાજદ્વારીઓ (એમ્બેસેડર્સ અને હાઈ કમિશનર્સ)ની વિશેષ ઉપસ્થિતિ રહી.
બિઝનેસ મીટીંગ્સ :- સંમેલન દરમિયાન ૧૬૦થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને 100થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકોનું આયોજન થયું હતું.
પાર્ટનર સંસ્થાઓ: વર્લ્ડ બેંક, JETRO, US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અને ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સક્રિય પાર્ટનર તરીકે જોડાઈ હતી.
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાત માટેની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ.
સ્થળ: ખેરવા, મહેસાણા #VGRCMehsana #VGRC2025 #VikasSaptah2025 https://t.co/zbMPN1wX12
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2025
પ્રદર્શન, નોલેજ સેશન્સ અને મુખ્ય રોકાણ
એક્ઝિબિશન : 18,000 ચો. મીટર વિસ્તારમાં ફેલાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં થયું હતું. પ્રદર્શનની થીમ ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ પર આધારિત હતી.
પ્રદર્શકો : 410થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો, જેમાં 170થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ.
બાયર-સેલર મીટ: 34 વિદેશી ખરીદદારો સાથે રિવર્સ બાયર-સેલર મીટનું આયોજન કરાયું, જેણે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે નિકાસના દ્વાર ખોલ્યા.
નોલેજ સેશન્સ: બે દિવસમાં કુલ 46થી વધુ મુખ્ય સત્રો યોજાયા, જેમાં 2 રાઉન્ડટેબલ કોન્ફરન્સીસ, 13 પેનલ ડિસ્કશન અને 31 સેમિનારનો સમાવેશ થાય છે.
વિવિધ સત્રોમાં ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ફાઇનાન્સ, ઇ કોમર્સ ડિજિટલ પ્લેટફોર્મ, એડવેન્ચર ટુરિઝમ અને એક્સપોર્ટ પ્રમોશન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એગ્રી-ટેક અને નેચરલ ફાર્મિંગ, ડેરી ટેક્નોલોજી, એનર્જી, ટેક્નોલોજી ટ્રાન્સફર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહકાર, ક્રિટિકલ મિનરલ્સ, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર નિર્માણ, રિન્યુએબલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને સ્કિલિંગ ફોર ગ્રીન ઇકોનોમી જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી.
મહત્ત્વપૂર્ણ રોકાણ – રિજનલ કોન્ફરન્સ દરમિયાન અક્ષય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોમાં વિવિધ સમજૂતી કરારો (MoUs) અને વ્યૂહાત્મક ભાગીદારીઓ થઈ હતી.