વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સ્પષ્ટતા કરી: અરિહા શાહ ભારતીય માહોલમાં જ ઉછરે તેની અમે તકેદારી રાખીશું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરિહા શાહને મુદ્દે મર્ઝ સાથે ચર્ચા કરી, ગુજરાતી મા-બાપ બરાબર ન સાચવતા હોવાનું જણાવી છોકરીને ફોસ્ટર કેરમાં નાખી દીધી
ગુજરાતી મા-બાપ બરાબર ન સાચવતા હોવાનું જણાવી છોકરીને ફોસ્ટર કેરમાં નાખી દીધેલી ગુજરાતી બાળકી અરિહા શાહને મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ સાથે ચર્ચા કરી હોવાનું ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 12મી જાન્યુઆરીએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બાળકી ભલે ફોસ્ટર કેરમાં હોય તો પણ તેને ભારતીય ઉત્સવો અને ભારતીય પરંપરાના માહોલ વચ્ચે રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતી પરિવારમાં જન્મેલી બાળકોને માબાપ બરાબર સાચવતા ન હોવાને નામે છોકરી લઈ લઈને ફોસ્ટર કેરમાં મોકલી આપી મૂળ ગુજરાતના ભાવેશ શાહ અને ધારા શાહની પુત્રી અરિહાને મા-બાપ બરાબર કાળજીથી ન રાખતા હોવાનું કારણ આગળ કરીને તેમની પુત્રી અરિહાને ૪૦ મહિના પૂર્વે તેમની પાસેથી લઈ લઈને ફોસ્ટર કેરમાં મોકલી દેવામાં આવી છે.
આ ઘટના બની ત્યારથી ધારા શાહ અને ભોવેશ શાહ બાળકીનો કબજો પાછો મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. ભારતના રાજદૂતાલયના સૂત્રો પણ આ મુદ્દે સતત રજૂઆત કરી રહ્યા છે. ભાવેશ અને ધારા શાહને તમની પુત્રી પરત અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જર્મનીની દરેક એજન્સી સાથે અમે ચર્ચા કરી રહ્યા છીએ. એક સમયે આ કાનૂની મામલો ગણાયો હતો. પરંતુ અમે તેને માટે માનવીય અભિગમ અપનાવી રહ્યા છે. બાળકીનો ઉછેર ભારતીય માહોલમાં થાય તેવી વ્યવસ્થા અત્યારે અમે કરી આપી છે. અમે બાળકીને મુદ્દે ફોલોઅપ કરવાનું ચાલુ રાખીશું. દરેક મુદ્દાની જેમ જ અરિહા શાહનો મુદ્દો પણ મહત્વનો જ છે. જોકે જૂન 2023માં જર્મનીની કોર્ટે માતાપિતાને બાળકીનો કબજો આપવાની ધરાર ના પાડી દીધી હતી. બાળકીને થયેલી ઇજાને જોઈને તેમણે એવું અવલોકન કર્યુ હતું કે બાળકીને થયેલી ઇજા અકસ્માતે થયેલી ઇજા જેવી જણાતી નથી.
જર્મનીમાં બાળકોની કાળજી લેવાને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. બાળકોને બરાબર ન સાચવનારા માતાપિતા પાસેથી બાળક લઈને તેને ફોસ્ટર કેરમાં મોકલી દેવામાં આવે છે. સરકાર જ તેના લાલન-પાલન અને ઊછેરની જવાબદારી અદા કરે છે. ગુજરાતના ભાવેશ શાહ, ધારા શાહ અને અરિહા શાહના પરિવારમાં આ ઘટના બની છે. અરિહાને ભયંકર વાગી જતાં જર્મન સરકારે તેનો કબજો માતાપિતા પાસેથી લઈ લીધો છે. માતાપિતાની એવી દલીલ હતી કે અરિહાને અકસ્માતે વાગી ગયું હતું. પરંતુ જર્મનીની કોર્ટનું કહેવું છે કેે અરિહાની ઇજા જોતાં તેને અકસ્માતે લાગ્યું હોવાનું જણાતું નથી.



