ચાંદી-Silverના બજારમાં હવે કેવી ચાલ જોવા મળે?
નિફ્ટી ફ્યુચરમાં24945ની સપાટીએ લેણ કરો, બેન્ક નિફ્ટી ફ્ચુયરમાં 34નો સ્ટોપલોસ રાખીને 55188ની સપાટીએ લેણ કરી શકાય
આજે NIFTY FUT-નિફ્ટી ફ્યુચરમાં 24945ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. તેમ જ 24933ની નીચેની સપાટીએ વેચાણ કરી શકાય છે. બજાર પ્લસમાઈનર 40, 90 કે 150 જઈ શકે છે. ડે ટ્રેડર્સ 12નો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકે છે,એમ NIKCON INVESTMENTના CONSULTANT નિકુલ શાહ કહે છે.
ઇન્ટ્રા ડે- INTRADAYમાં ઉપરની તરફ 25023ની સપાટીએ અવરોધ જોવા મળી રહ્યો છે. પરંત સતત પાંચ દિવસ સુધી બજાર આ સપાટીની ઉપરનુ લેવલ જાળવી રાખે તો બજારમાં મજબૂતીની ચાલ જોવા મળી શકે છે. બજાર ઉપરની તરફ 25295 અને 25495નું મથાળું પકડી શકે છે. બજાર 24750ની નીચે બંધ આવે તો ઘટીને 23600, 24475 સુધી તૂટી શકે છે. ત્રણથી પાંચ દિવસમાં આ રેન્જ જોવા મળી શકે છે.
બેન્ક નિફ્ટિ ફ્યુચર BANK NIFTY FUTમાં55188ની સપાટીએ લેણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 150, 300 અને 500 પ્લસની છે. ટ્રેડરોએ 34નો સ્ટોપલૉસ રાખીને બજારમાં કામકાજ કરવું જોઈએ. બેન્ક નિફ્ટિ ફ્યુચરમાં ઉપરની તરફ 55811ની સપાટીએ અવરોધ આવી રહ્યો છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 55200 ઉપરની સપાટી પાંચ દિવસ સુધી જાળવી રાખે તો બજાર સુધરીને 56600ની સપાટીને વળોટી જાય તેવી વધુ શક્યતા છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 55100ની નીચે જાય તો બજાર તૂટીને 54765, 54543, 54000 અને 53535 સુધી જઈ શકે છે. ત્રણથી પાંચ દિવસમાં બજારમાં આ ફેરફાર જોવા મળે તેવી સંભાવના છે.
સિલ્વર-ચાંદી એમસીએક્સ-SILVER ( MCX )માં તેનો વર્તમાન તેજીનો વક્કર જળવાઈ રહે તેવી સંભાવના છે. ચાંદી સુધરીને 1,48,500, 1,49,000 જાળવી રાખે તેવી ધારણા છે. ચાદી 1,50,000ની ઉપરની સપાટીએ જળવાઈ રહે તો તે સુધરીને 1,65,000 સુધી જઈ શકે છે. ચાંદીમાં 1,49,000 કે 1,50,000ની સપાટીથી વળતાં પાણી થાય તો ઘટીને 1,42,000, 1,38,000, 1,32,000,,1,25,000 અને 1,20,000 સુધી આવી શકે છે. ચાંદીના બજારની ગતિવિધિઓમાં ઉપર મુજબના ફેરફાર આગામી એક મહિનામાં જોવા મળી શકે તેવી સંભાવના છે.