• 15 January, 2026 - 5:59 PM

આજે નિફ્ટિ ફિફ્ટીમાં શું થઈ શકે છે?

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં અફરાતફરીનો માહોલ છે. ચઢાવ ઉતારના મિક્સ સંકેતો મળી રહ્યા છે. બજાર 11મી અને 12મી જાન્યુઆરીના લેવલ પ્રમાણે જ ખાસ કોઈ વધઘટ વિના ફ્લેટ ખૂલવાની શક્યતા છે. ટૂંકા ગાળાના ટેકાને તોડે તેવી મુવમેન્ટ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તેમ જ ફરી બાઉન્સ બેક કરવાનો બજાર પ્રયાસ કરે તેવી સંભાવના રહેલી છે. છેલ્લા થોડા સમયમાં બજારમાં અઢી ટકાનો ગટાડો જોવા મળ્યો છે. તેથી બજાર ઓવરસોલ્ડ  હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. એક શક્યતા એ પણ છે કે રોકાણકારો શેરબજાર છોડીને સોના અને ચાંદીના બજારનો લાભ લેવા તથા અન્ય ઓછી મૂલ્યવાન ધાતુઓના ભાવ વધારાનો લાભ લેવા માટે શેરબજાર છોડીને દોડતા થયા હોવાની શક્યતા પણ જણાય છે.

નિફ્ટી ફિફ્ટીના સોદા એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે. નિફ્ટિમાં મહત્વની પ્રતિકાર સપાટી 25,900થી 26000ની છે. તેમ જ નિફ્ટી 25650થી 25,600ની સપાટીએ ટેકો પણ ધરાવે છે. બારમી જાન્યુઆરીએ નિફ્ટિ ફિફ્ટી 25790ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી ફિફ્ટી ફ્યુચર્સના ટેકનિકલ લેવલની-વેલ્યુની વાત કરવામાં આવે તો નિફ્ટી 25,782 સપાટી પછી 25732 અને 25753ના લેવલે ટેકો ધરાવે છે. નીચેની તરપ 25707 અને 25735ના લેવલે ટેકો ધરાવે છે. તેનાથી નીચે 25657ની સપાટીએ પણ ટેકો ધરાવે છે. તેમ જ 25807, 25810ની સપાટીએ પ્રતિકાર ધરાવે છે. ઉપરની તરફ 25828, 25,857, 25882ની સપાટીએ પણ પ્રતિકાર ધરાવે છે. આમ બહુધા સાંકડી ભાવ રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા રહેલી છે.

જો નિફ્ટી ફિફ્ટી 25,805ના મથાળાને વળોટી જાય તો બ્રેકઆઉટ આવી શકે છે. તેમ જ 25,830ની ઉપટ ટકી જાય તો તેજી તરફી ચાલ બતાવી શકે છે. નિફ્ટી 25,730ની વીચે જાય અને તેમાંય ખાસ કરીને 25,705ની નીચે જાય તો તેમાં નરમાઈ જોવા મળી શકે છે. તેથી આજે બજાર થોડું ઊંચે જવાની 40થી 50 ટકા સંભાવના છે. બંધ બજારના ધોરણે નિફ્ટિ ફિફ્ટી 25,700ની ઉપર ટેકો ધરાવે છે. ટૂંકા ગાળામાં નિફટી ફિફ્ટી 25,900થી 26,000નું મથાળું બતાવી શકે છે. આ સપાટીને વળોટી જાય તો નિફ્ટિ ફિફ્ટી 26,100થી 26,150 સુધી જઈ શકે છે. તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો ટેકનિકલી નિફ્ટિ ફિફ્ટિ ઓવરસોલ્ડ ઝોનમાં છે. અઢી ટકાના ઘટાડા પછી બાઉન્સબેક પણ થઈ શકે છે. હવે નિફ્ટિ ફિફ્ટી 25,650થી 25,700ની રેન્જમાં અથડાતો રહેવાની સંભાવના છે. નિફ્ટી ફિફ્ટી 25,900થી 26,000ની સપાટીએ પ્રતિકાર ધરાવે છે. બહુધા રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા છે. તેજી કે મંદી એક પણ દિશા પકડે તેવું હાલને તબક્કે જણાતું નથી. આ સંભાવના લગભગ 30 ટકા જેટલી છે. મંદી થવાની શક્યતા 20થી 22 ટકાની આસપાસની છે. નિફ્ટી ફિફ્ટી 25,500થી તૂટીને 25,300 કે 25,200ની સપાટીએ આવી જાય તેવી વીસ ટકા શક્યતા જણાય છે. નિફ્ટી ફિફ્ટિની 100 દિવસની સરેરાશ વધઘટને આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.

પરિણામે નિફ્ટી ફિફ્ટીમાં ડે ટ્રેડિંગ કરનારાઓએ ઘટાડે લેવાલી કરવી જોઈએ. આ ટ્રેડિંગ કરતી વખતે બહુ જ ટાઈટ સ્ટોપલૉસ રાખવો જરૂરી છે. તેમ જ 25900થી 26000ની સપાટીએ ટ્રેડરો વેચવાલી કરી શકે છે. નિફ્ટી ફિફ્ટી 26000ની ઉપર બંધ આવે તો તેમાં બ્રેક આઉટ આવવાની શક્યતા છે. નિફ્ટી ફિફ્ટી 25,650ની નીચે બંધ આવે તો બ્રેકડાઉન આવી શકે છે. બજાર 25,500 કે 25, 300 સુધી જઈ શકે છે. આજે દિવસ દરમિયાન મોટી વધઘટ જોવા નહિ મળે. દિવસ દરમિયાન 25,700થી 26,000ની રેન્જમાં રહી શકે છે. 26,100ની ઉપર તેજી તરફી બ્રેકઆઉટ જોવા મળી શકે છે. 25,650ની નીચે બ્રેકડાઉન જોવા મળી શકે છે.

ખાસ નોંધઃ

ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ એક વાત સમજી લે. શેરબજારમાં રોકાણ કરવું કે ટ્રેડિંગ કરવું એ એક જોખમી બાબત છે. તેથી કેટલીકવાર રોકાણ કે ટ્રેડિંગ કરીને આબાદ કે બરબાદ થઈ શકાય છે. આ સ્થિતિમાં રોકાણકારોએ પોતે સમજી વિચારીને અમે સૂચવેલી સ્ક્રિપમાંથી કઈ સ્ક્રિપમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. તેમાં રોકાણ કરવાથી થતાં નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. અમે માત્ર માર્ગદર્શન આપ્યું છે. માત્ર સંભાવનાને વ્યક્ત કરી છે. છતાં રોકાણકાર કે ટ્રેડરે પોતાની બુદ્ધિ વાપરીને કે પછી પોતાની જોખમ લેવાની કે રોકાણ કરવાની મર્યાદાને સમજીને સ્ક્રિપમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. તેને માટે પોતે નક્કી કરેલા એક્સપર્ટનો અભિપ્રાય લઈને પણ આગળ વધી શકાય છે. કોઈપણ સ્થિતિ માટે આ રિપોર્ટ રજૂ કરનાર જવાબદાર નથી. દરેક નિર્ણય માટે વાચક કે રોકાણકાર પોતે જ જવાબદાર છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરી શકાય?

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular