આજે શેરબજારમાં શું કરી શકાય?
ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક અને બજાજ ફાઈનાન્સ લિમિટેડના નાણાંકીય પરફોર્મન્સ મજબૂત રહેવાની સંભાવના હોવાથી તેમાં રોકાણ કરવાની ભલામણ કરવામાં આવી
શેરબજારના ચઢાવ ઉતારને કારણે શેર્સમાં કરવામાં આવતું રોકાણ જોખમને આધીન છે. છતાંય શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા અને ટ્રેડિંગ કરનારાઓને માર્ગદર્શન મળી રહે તે માટે આજે શેરબજારમાં શું કરી શકાય તે શિર્ષક હેઠળ ત્રણ સ્ક્રિપ આપવામાં આવી છે. આ સ્ક્રિપમાં રોકાણ કે ટ્રેડિંગ કરી શકાય છે. તેમાં લાભ થવાની સંભાવના હોવાથી સૂચવવામાં આવી છે. તેમાં રોકાણ કરવાનો કે પછી ટ્રેડિંગ કરવાનો નિર્ણય લેનાર વાચકે પોતાની જવાબદારી અને જોખમ સાથે આ નિર્ણય લેવાનો રહેશે. અમે માત્ર માર્ગદર્શન આપનારા છીએ.
આજે મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવા પાત્ર કે ખરીદવા પાત્ર શેર્સની યાદીમાં સૌથી પહેલો શેર HDFC Bank Ltdનો છે. તેનો કોડ NSEમાં HDFCBANK અને બીએસઈ-| BSEમાં 500180 છે. બ્રોકરેજ હાઉસ પણ એચડીએફસી બેન્કના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરી રહ્યા છે. Axis Securities એ જાન્યુઆરી 2026 માટે HDFC Bank ને “Buy” રેટિંગમાં મૂક્યો છે. એચડીએફસી બેન્કના શેર્સના ભાવમાં અંદાજે 18 ટકા સુધીનો વધારો જોવા મળે તેવી શક્યતા દર્શાવે છે. તેના કારણોમાં ઊંડા ઉતરતા જણાવે છે કે એચડીએફસી બેન્કનો લોન-ડિપોઝિટ રેશિયો મજબૂત છે. તેમ જ બેન્કના કામકાજમાં સતત ગ્રોથ-વધારો જોવા મળી રહ્યો છે. બેન્ક તેનું કામકાજ બહુ જ સારી રીતે કરતી હોવાથી પણ તેની આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એચડીએફસીનો વર્તમાન બજાર ભાવ રૂ. 939 છે. તેનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 1170 નક્કી કરવામાં આવ્યો છે.
BNP Paribas એ પણ HDFC Bank ને 2026 માટે પોતાના Top Large-Cap Betsમાં સામેલ કર્યો છે, કારણ કે ફાઇનાન્સિયલ સેક્ટરમાં મજબૂત કમાણી એચડીએફસી બેન્ક કરી શકે તેવું તેને લાગી રહ્યું છે. એચડીએફસી બેન્કના શેર્સમાં રોકાણ કરવા માટેના મૂળભૂત કારણોમાં બેન્કિંગ ક્ષેત્રમાં મજબૂત એસેટ ક્વોલિટી એચડીએફસી બેન્ક પાસે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બેન્ક સતત નફો કરી રહી છે. તેમ જ તેની આવક સ્થિર છે. એચડીએફસી બેન્ક રિટેલ અને MSME લોનમાં લીડર-અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે. ભારતીય અર્થતંત્રની ક્રેડિટ વૃદ્ધિનો સીધો ફાયદો બેન્કને મળી શકે છે.
ફંડામેન્ટલ્સની દ્રષ્ટિએ મજબૂત ગણાતો બીજો શેર છે Bajaj Finance Ltdનો. બજાજ ફાઈનાન્સનો એનએસઈ-NSEનો કોડ BAJFINANCE છે. જ્યારે BSEનો કોડ 500034 છે. Axis Securities એ Bajaj Financeના શેર્સમાં લેવાલી કરવા જાન્યુઆરી 2026માં જ જણાવ્યું છે. એક્સિસ સિક્યોરિટીઝે Buyના રેટિંગ સાથે જ તેના શેરના ભાવમાં આશરે 22 ટકાનો વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે તેનો બંધ ભાવ રૂ. 959.60 હતો. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1180 નક્કી કરવામાં આવ્યો છે. બજાજ ફાઈનાન્સના માર્જિન સુધરી રહ્યા છે. તેમાં વળી વ્યાજના દર ઘટી રહ્યા છ તેનો ફાયદો પણ બજાજ ફાઈનાન્સને મળશે. બજાજ ફાઈનાન્સ દ્વારા આપવામાં આવતી ડિજિટલ લોનમાં ઝડપથી થઈ રહેલો વધારો તેના નાણાંકીય પરફોર્મન્સમાં સુધારો આવવાનું મુખ્ય કારણ છે. InCred Equities એ પણ Bajaj Finance ને Top Large-Cap Pick ગણાવ્યો છે અને તેણે બજાજ ફાઈનાન્સના શેર્સના ભાવમાં લગભગ 38 ટકા સુધીની વૃદ્ધિ શક્યતા બતાવી છે. તેમાં રોકાણ કરવા માટેના કારણોમાં ઊંડા ઉતરીએ તો બજાજ ફાઈનાન્સ ભારતની અગ્રણી NBFC કંપની છે. તેની પાસે મજબૂત ડિજિટલ લોન પ્લેટફોર્મ છે. તેની નફાકારકતા ઊંચી છે. તેનો ક્લાયન્ટ બેઝ મજબૂત છે. તેથી ડિફોલ્ટ થવાની શક્યતા ઓછામાં ઓછી જણાય છે.
મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતો ત્રીજો શેર છે Bharti Airtel Ltd. ભારતી એરટેલનો NSEનો કોડ BHARTIARTL અને BSEનો કોડ 532454 છે. Axis Securities એ Bharti Airtel ને જાન્યુઆરી 2026 માટે Buy રેટિંગ આપ્યું છે, અને તેના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થવાનો નિર્દેશ આપ્યો છે. શુક્રવારે બજાર બંધ રહ્યું ત્યારે તેના શેરનો ભાવ રૂ.20.27ની આસપાસનો હતો. તેનોટાર્ગેટ ભાવ રૂ. 2300 નક્કી કરવામાં આવ્યો છે.
5Gની સુવિધા લેનારાઓ સંખ્યા વધવા માંડી હોવાથી મોબાઈલ કનેક્શન ધારકદીઠ કંપનીની-ARPU એટલે કે વપરાશકાર દીઠ આવક વધી રહી છે. તેમ જ કંપનીનો રોકડનો પ્રવાહ-કેશ ફ્લો મજબૂત હોવાથી પણ તેમાં લેવાલી કરવાની ભલામણ કરવામાં આવી રહી છે. BNP Paribas એ પણ Airtel ને 2026 માટે પસંદગીના ટેલિકોમ સ્ટોક્સમાં સામેલ કર્યો છે. બીએનપી પારિબાસના નિષ્ણાતો તેને માટેના કારણ આપતા જણાવે છે કે ભારતી એરટેલ ભારતનો અગ્રણી ટેલિકોમ ઓપરેટર છે. 5G અને ડેટા વપરાશથી આવક વૃદ્ધિ થઈ રહી છે. ગ્રાહકદીઠ આવક વધી રહી છે. તેનો રોકડનો પ્રવાહ મજબૂત છે.




