આજે શેરબજારમાં શું કરશો?

અમદાવાદઃ ફંડામેન્ટલી સ્ટ્રોન્ગ શેર્સમાં રોકાણ કરનારાઓને બહુ ઓછું નુકસાન થઈ શકે છે એમ માનવામાં આવે છે. આજે ફંડામેન્ટલી સ્ટ્રોન્ગ શેરની વાત કરીએ તો પહેલો શેર Avenue Supermarts Ltd (DMart)નો છે. બ્રોકરેજ હાઉસ Motilal Oswalએ આ શેરમાં 11મી જાન્યુઆરીએ Buy રેટિંગ આપ્યું છે. Avenue Supermarts Ltdના શેરનો BSE/NSE પર ભાવ રૂ. 3,907નો બોલાઈ રહ્યો છે. એકવીસ ટકાના સુધારા સાથે તેનો ભાવ રૂ. 4,600ના મથાળાને વળોટી જાય તેવી આગાહી Motilal Oswal દ્વારા કરવામાં આવી છે. તેના કારણોની વાત કરીએ તો કંપનીના સ્ટોર્સનું વેચાણ સતત વધી રહ્યું છે. તેમાં ખરીદવા આવનારાઓની સંખ્યા સતત વધી રહી છે. 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીના નફામાં 18 ટકાનો આવેલો ઊછાળો તેનો બોલતો પુરાવો છે. કંપનીના ઓપરેટિંગ માર્જિન પણ વધી રહ્યા છે. કંપનીનો વેપાર ઘરઘરમાં કાયમ વપરાતી વસ્તુઓનો છે. તેથી ડિમાન્ડ જળવાઈ રહેવાની વધારે શક્યતા છે. છથી બાર માસના ગાળામાં શેર્સના ભાવમાં સુધારો જોવા મળી શકે છે.
આ કેટેગરીમાં આવતી બીજી કંપની Infosys Ltd છે. Brokerage કંપની Motilal Oswal આ સ્ક્રિપમાં Buy-લેવાલી કરવાનો 11મી જાન્યુઆરીએ જ સંકેત આપ્યો છે. આઈટી-ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરને ટેક્નોલોજી માટેના દરેકના બજેટ નોર્મલ થઈ રહ્યા હોવાથી ઇન્ફોસિસ લિમિટેડને તેનો લાભ મળતો રહેશે. ઇન્ફોસિસ લિમિટેડના શેરનો ભાવ રૂ.1590થી 33 ટકા વધીને રૂ. 2150થી સુધી જઈ શકે છે. કંપનીના ફંડામેન્ટલ્સની વાત કરીએ તો કંપની પાસે મજબૂત ઓર્ડર બુક છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અ ક્લાઉડ સર્વિસની ડિમાન્ડ વધી રહી છે. તેથી લાંબા ગાળા માટે કંપનીના કામકાજમાં અને આવકમાં વધારો થતો રહેશે. 2026-27ના નાણાંકીય વર્ષના બીજા છ માસિક ગાળામાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી માટેના ખર્ચમાં મજબૂત વધારો ક્લાયન્ટ્સ તરફથી કરવામાં આવે તેવી સંભાવના છે. તેનો લાભ ઇન્ફોસિસને મળવાની મજબૂત શક્યતા છે.
આ કેટેગરીમાં આવતો ત્રીજો શેર JSW Energy Ltdનો છે. મોતીલાલ ઓસવાલ બ્રોકરેજ હાઉસે જ 11મી જાન્યુઆરીએ તેમાં લેવાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. શેરનો ભાવ 34 ટકા સુધરીને રૂ. 657નું મથાળું આંબી જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. કંપની તેની વીજ ઉત્પાદન ક્ષમતામાં 13.2 ગિગાવૉટનો વધારો કરવા જઈ રહી છે. તેમ જ મર્ચન્ટ પાવરના માધ્યમથી વીજળીનું વેચાણ કરવાનું કંપની ઘટાડી રહી છે. તેથી કંપનીની આવકમાં અને નફામાં સીધો વધારો આવી શકે છે.
ટેકનિકલી સાઉન્ડ શેર્સની વાત કરવામાં આવે તો Growwના શેર્સ પર નજર રાખવા જેવી છે. બારમી જાન્યુઆરીએ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે તેમાં બાય રેટિંગ આપ્યુ છે. સ્ટોક માર્કેટમાં આ શેર્સનું વોલ્યુમ વધી રહ્યું છે. ક્લાયન્ટનો હિસ્સો સતત વધી રહ્યો છે.કંપનીના પ્રોડક્ટ્સ પણ વધી રહ્યા છે. આ ફિનટેકના ક્ષેત્રની કંપની છે. બ્રોકિંગના કામકાજ સાથે સંકળાયેલી છે. તેમ જ વેલ્થ ક્રિયેશન માટેનું પ્લેટફોર્મ છે. આગામી અઠવાડિયા-મહિનાઓમાં તેના કામકાજનામાં જબરદસ્ત વધારો જોવા મળી શકે છે. તેના કસ્ટમર્સ લેબગ્રોન ડાયમંડ અને તેની જ્વેલરી બનાવતી કંપનીઓના શેર્સમાં કે પછી દાગીનાના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓના રોકાણ કરી રહ્યા છે.
આ કેટેગરીમાં આવતી અન્ય કંપનીમાં Titan Company Ltdનો સમાવેશ થાય છે. બારમી જાન્યુઆરીએ જ મોતીલાલ ઓસવાલે તેમાં લેવાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેના છૂટક વેચાણમાં અને તેમાંય ખાસ કરીને લેબ ગ્રોન ડાયમંડની જ્વેલરીના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. દાગીનામાં પણ રોકાણ વધી રહ્યા છે. ટાઈટન પાસે ગોલ્ડનો ખાસ્સો જથ્થો છે. ગોલ્ડન વોચનો બિઝનેસ પણ છે. તેનો પણ ટાઈટનને એડવાન્ટેજ મળશે. આ શેર્સમાં બ્રેકઆઉટ આવવાની સંભાવના ખાસ્સી વધારે છે. ટાઈટનનો છૂટક ભાવ વધી રહ્યો છે.
ખાસ નોંધઃ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ એક વાત સમજી લે. શેરબજારમાં રોકાણ કરવું કે ટ્રેડિંગ કરવું એ એક જોખમી બાબત છે. તેથી કેટલીકવાર રોકાણ કે ટ્રેડિંગ કરીને આબાદ કે બરબાદ થઈ શકાય છે. આ સ્થિતિમાં રોકાણકારોએ પોતે સમજી વિચારીને અમે સૂચવેલી સ્ક્રિપમાંથી કઈ સ્ક્રિપમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. તેમાં રોકાણ કરવાથી થતાં નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. અમે માત્ર માર્ગદર્શન આપ્યું છે. માત્ર સંભાવનાને વ્યક્ત કરી છે. છતાં રોકાણકાર કે ટ્રેડરે પોતાની બુદ્ધિ વાપરીને કે પછી પોતાની જોખમ લેવાની કે રોકાણ કરવાની મર્યાદાને સમજીને સ્ક્રિપમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. તેને માટે પોતે નક્કી કરેલા એક્સપર્ટનો અભિપ્રાય લઈને પણ આગળ વધી શકાય છે. કોઈપણ સ્થિતિ માટે આ રિપોર્ટ રજૂ કરનાર જવાબદાર નથી. દરેક નિર્ણય માટે વાચક કે રોકાણકાર પોતે જ જવાબદાર છે.



