• 15 January, 2026 - 10:13 PM

આજે શેરબજારમાં શું કરશો?

શેરબજારમાં રોકાણ કરનારાઓ આવક વધારવા માટે દરરોજ નવી નવી તક શોધતા ફરે છે. શેરબજારમાં કઈ સ્ક્રિપમાં રોકાણ કરવાથી સારી આવક ટૂંકા ગાળામાં, મધ્યમ ગાળામાં કે લાંબા ગાળામાં થઈ શકે છે તેની તલાશમાં રહે છે. આજે પણ આપની સેવામાં રોકાણ કરવા પાત્ર શેર્સની વિગતો મૂકવામાં આવી રહી છે. શેરબજારના જુદા જુદાં નિષ્ણાતોએ સૂચવેલી આ સ્ક્રિપ છે. તેમાં આ વિગત મૂકનારનું કોઈ જ અંગત હિત નથી. રોકાણકારોને આપવામાં આવેલી આ સીધી સરળ જાણકારી જ છે. તેમાં રોકાણ કરવાથી આવક જ થશે તેવો કોઈ જ દાવો કરવામાં આવતો નથી. તેથી રોકાણકારોએ પોતાની સમજણ શક્તિ અને સૂઝબૂઝનો ઉપયોગ કરીને જ તેમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે.

1. આજે રોકાણ કરવા પાત્ર કે પછી નજર રાખવા જેવા શેર્સની યાદીમાં એક નામ છે બજાજ ઓટોનું. બજાજ ઓટો લિમિટેડના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 9783ની આસપાસનો છે. એમકે સિક્યોરિટીઝ- Emkay Securities એ બજાજ ઓટોના શેરને “Buy” રેટિંગ આપ્યું છે. તેના ભાવમાં 17 ટકા સુધીના મૂલ્ય વધારાની શક્યતા દર્શાવવામાં આવી છે. બજારના વિશ્લેષકોનું માનવું છે કે ઓટો ઇન્ડસ્ટ્રીઝની વર્તમાન સ્થિતિમાં કંપનીને ફાયદો થઈ શકે છે. કંપની પાસેના પ્રોડક્ટ્સ મિક્સનો લાભ કંપનીને મળવાની મજબૂત શક્યતા રહેલી છે.

2. આ કેટેગરીમાં આવતો બીજો શેર ઇન્ડસઇન્ડ બેંક લિ. (NSE: INDUSINDBK) છે. તેનો છ જાન્યુઆરીનો બંધ ભાવ રૂ. રૂ. 75 છે. અલબત્ત સમગ્રતયા બજાર-broader market ઘટાડા તરફી ચાલ બતાવી રહ્યું છે. છતાં ઇન્ડસઇન્ડ બેન્કના શેર્સે ટેકનિકલ રૂપે બજાર કરતાં બહેતર દેખાવ કરી બતાવ્યો છે. તેની સાથે તેના વોલ્યુમમાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ઇન્ડસઈન્ડના શેર્સની સ્થિતિ ઘણી સારી છે. તેમાં ટૂંકા ગાળામાં ઊછાળો જોવા મળી શકે છે.

3.   વરૂણ બેવરેજિસ લિ. (NSE: VBL)ના શેર્સની વધઘટ પર પણ આજે નજર રાખી શકાય છે. સાતમી જાન્યુઆરી માટેના શ્રેષ્ઠ શેરોમાં તેની ગણતરી કરવામાં આવી રહી છે હળવા પીણાંના ક્ષેત્રના ફંડામેન્ટલ મજબૂત જણાઈ રહ્યા છે. તેમ જ તેના કામકાજ અને તેની આવકમાં વધારો થવાની સંભાવના સંગીન હોવાનું જણાતા ટાઈમ્સના નિષ્ણાતોએ આ શેર્સ પર નજર રાખવાની ભલામણ કરી છે, કારણ કે કંપનીની બ્રાન્ડ ઇમેજ ઘણી જ સારી છે. લાંબા ગાળા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

4.     સાતમી જાન્યુઆરીના બજારમાં નજર રાખવા પાત્ર ચોથો શેર્સ હવેલ્સ ઇંડિયા લિ. (NSE: HAVELLS)નો છે. ઇલેક્ટ્રિકલ સાધનોના ક્ષેત્રમાં કંપનીનું કામકાજ મજબૂત રીતે આગળ વધી રહ્યું હોવાથી અને તેની આવકમાં સારો એવો વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ શેર્સની બજારની ચાલ પર નજર રાખીને રોકાણકારો કે ટ્રેડરો યોગ્ય નિર્ણય લઈ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની અને ઇલેક્ટ્રિફિકેશનની વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમા લેતા કંપનીને લાભ મળી શકે છે. તેથી જ રોકાણકારોએ તેના પર નજર રાખવી જરૂરી છે.

5. આજે નજર રાખવા જેવા અન્ય શેર્સમાં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)નો સમાવેશ થાય છે. કંપનીના બિઝનેસ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને તેની પસંદગી કરવામાં આવી રહી છે. ભારતની સોફ્ટ એનર્જી અને સૌર ઊર્જા નિર્માણમાં આવી રહેલા પરિવર્તન અને તેને માટેની સગવડથી થનારી ઉત્પાદન વૃદ્ધિને કેન્દ્રમાં રાખીને આ કંપનીના શેર્સના ભાવની વધઘટ પર સાતમી જાન્યુઆરી 2026ના ઇન્વેસ્ટર્સ કે ટ્રેડર્સે નજર રાખવી જોઈએ. લાંબા ગાળાના રોકાણ માટે એક લાભદાયક સ્ક્રિપ તરીકે જોઈ શકાશે.

 

Read Previous

નિવૃત્તિ પછી નાગરિકોને પૂરતું પેન્શન ન આપીને સામાજિક સુરક્ષાની વ્યવસ્થા ન કરી શકતી સરકાર નિવૃત્ત કર્મચારીઓ પર વેરાનો બોજ વધારવાનું બંધ કરે

Read Next

ડીસીજીઆઈએ કેન્સરના દરદીઓ માટેની 77 મેડિકલ ડિવાઇસનું વર્ગીકરણ જાહેર કર્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular