• 16 January, 2026 - 9:02 AM

આજે શેરબજારમાં શું કરશો?

આજે શેરબજારમાં ઇન્વેસ્ટ કરવા લાયક કે ટ્રેડિંગ કરવા લાયક શેરમાં ઇન્ફોસિસ લિમિટેડના શેરનો સમાવેશ થાય છે. Infosys Ltdનો કોડ NSE: INFY છે. જ્યારે  BSEનો કોડ 500209 છે. નોમુરાએ આ શેર્સમા લેવાલી કરવાનું Buy Rating આપ્યું છે. ઇન્ફોસિસના શેરનો છેલ્લો બંધ ભાવ રૂ. 1,670થી રૂ.1,710 rangeમાં આવ્યો છે. ઇન્ફોસિસ લિમિટેડના ફંડામેન્ટલ્સ-Fundamentalsની વાત કરવામાં આવે તો આ લાર્જ કેપ કંપની પાસે રોકડનો પ્રવાહ ખાસ્સો જોવા મળી રહ્યું છે. કંપની વિશ્વસ્તરે મજબૂત ક્લાયન્ટ્સ ધરાવે છે. કંપનીના શેર્સમાં ત્રણથી સાડા ત્રણ ટકાનો સુધાર જોવા મળી શકે છે. આ દર્શાવે છે કે કંપનીના શેર્સના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. શેરનો ભાવ વધીને ટૂંકા ગાળામાં રૂ. 1,810નું મથાળું બતાવી શકે છે. જોકે કેટલાક દલાલો ટૂંકા ગાળામાં શેર્સનો ભાવ વધીને રૂ. 2,076ના મથાળાને વળોટી જાય તેવી શક્યતા દર્શાવી છે. શેર્સની ADR strength-એડવાન્સ ડિક્લાઈન રેશિયોથી આ ત્રિરાશી માંડવામાં આવી છે. એડવાન્સ ડિક્લાઈન રેશિયો એકથી વધુ હોય તો શેરમાં તેજી રહેવાની અને એકથી ઓછો હોય તો તેમાં મંદી આવવાવાની શક્યતાનો સંકેત મળે છે.

હવે તમે પૂછશો કે ઇન્ફોસિસ લિમિટેડમાં શા માટે રોકાણ કરવું જોઈએ? તેનોય જવાબ આપવાની કોશિશ કરીએ. એક, ઇન્ફોસિસની ઓર્ડર બુક મજબૂત છે. તેને નવા ઓર્ડર મળવાની સંભાવના મજબૂત છે. બીજું, કંપનીની સેવાઓમાં કસ્ટમર્સનો રસ વધવા માંડ્યો છે. કંપની તેની ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારી રહી છે. ત્રીજું, આઈટી સેક્ટરમાં સમગ્રતયા નરમાઈ જોવા મળી રહી છે ત્યારે કંપનીએ પ્રમાણમાં સંરક્ષણાત્મક અભિગમ અપનાવી લીધો છે.

આ જ કેટેગરીમાં આવતો બીજો શેર છે BSE Ltdનો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તેનો કોડ NSE: BSE છે. જ્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં તેનો કોડ BSE: 543541 છે. MarketSmith Indiaએ 16મી જાન્યુઆરીએ આ શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરી છે. કંપનીના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 1599.80 છે. તેનો ભાર સુધરીની રૂ. 2,836ના મથાળે જવાની સંભાવના  MarketSmith at recommendation timeના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. તેમાં રોકામ કરવા માટેના કારણોમાં ઊંડા ઉતરીએ તો ઇક્વિટી ડેરીવેટિવ્સમાં કંપની ઇજારા શાહી ધરાવે છે. એક્સચેન્જ-શેરમાર્કેટ હોવાથી તેને ફીની આવક તગડી થાય છે. કંપનીને માથે રાતીપાઈનું પણ દેવું નથી. કંપનીના ઓપરેટિંગ માર્જિન ખાસ્સા ઊંચા છે. આગામી બેથી ત્રણ મહિનામાં શેરનો ભાવ વધીને રૂ. 3,200ના મથાળાને વળોટી જાય તેવી સંભાવના છે.

કંપનીની બ્રાન્ડ ઇમેજ મજબૂત છે. તેમ જ કંપની પાસેનો પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો પણ મજબૂત છે. તેમાં કોમોડિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ અને એસએમઈનો સમાવેશ થાય છે. આ શેર્સમાં ટેકનિકલ બ્રેકઆઉટ આવવાની તૈયારીમાં છે. તેથી તેમાં તેજી થવાના સંકેતને બીજી એક દિશામાંથી સમર્થન મળી રહ્યું છે.

આજે ટ્રેડ કરવા લાયક કે રોકાણ કરવા લાયક ત્રીજો શેર Craftsman Automation Ltdનો છે. તેનોNSEનો કોડ CARTRADE છે. જ્યારે BSEનો કોડ  54377 છે. MarketSmith India 16 Jan 2026ના તેમાં લેવાલી કરવાની ભલામણ કરી છે. સ્ક્રિપમાં રૂ.7,830થી 7,880ની રેન્જમાં લેવાલી કરવાની ભલામણ કરવામાં આવી છે. તેનો વર્તમાન બજાર ભાવ રૂ. 7,850.50નો છે. ઇલેક્ટ્રિક વેહિકલ માટેના  ઓટોમોબાઈલના પૂરજા બનાવતી કંપનીનો ક્લાયન્ટ બેઝ મજબૂત છે. તેમ જ નોન ઓટોમોબાઈલના પૂરજાઓના ક્લાયન્ટ્સ પણ મોટી સંખ્યામાં છે અને વફાદાર ખરીદાર-લોયલ ક્લાયન્ટ્સ છે. કંપનીની ઓર્ડર બુક તગડી છે. તેની પાસેનો રોકડનો પ્રવાહ મજબૂત છે. આગામી બેથી ત્રણ મહિનામાં તેનો ભાવ વધીને રૂ. 8700ની સપાટીને વળોટી જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કારણ કે કંપની ટેક્નોલોજી અને ડિઝાઈનના સેક્ટરમાં મજબૂત ક્ષમતા ધરાવે છે.  ઇલેક્ટ્રિવક વેહિકલના વપરાશકારોની પૂરજાની ડિમાન્ડ સારી છે. તેથી વિકાસની શક્યતા વધારે છે.

આજે શેરબજારમાં રોકાણ કરવા લાયક કે ટ્રેડ કરવા લાયક અન્ય શેરમાં Hindalco Industries Ltdનો સમાવેશ થાય છે. તેનો NSE કોડ HINDALCO છે. જ્યારે BSEનો કોડ 500440 છે. NeoTraderના Raja Venkatramanનને સ્ક્રિપના ટેકનિકલ પેરામીટર્સ મજબૂત જણાતા તેમાં લેવાલી કરવાની ભલામણ કરી છે. સ્ક્રિપમાં રૂ. 960ની ઉપરની ભાવ સપાટીએ લેવાલી કરવા જણાવવામાં આવ્યું છે. તેનો બીએસઈ અને એનએસઈમાં વર્તમાન ભાવ રૂ. 955થી 960નો છે.  તેમાં આઠથી દસ રેલી આવે તો ભાવ સુધરીને રૂ. 1050ના મથાળાને આંબી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ક્રિપના ટેકનિકલ ચાર્ટમાં વી શેપ-આકાર બની રહ્યો છે. તેથી તેમાં રિકવરી આવશે અને ટેકાની ઉપરની સપાટીએ છલાંગ લગાવી શકે છે. કંપનીનો DI rising- ડાયરેક્શનલ ઇન્ડિકેટર તેમાં નવેસરથી મુવમેન્ટ આવે તેવો સંકેત આપી રહ્યા છે. ડાયરેક્શન મુવમેન્ટ ઇન્ડિકેટરમાં પ્લસ અને માઈનસ બંને જોવા મળે છે. આ સ્ક્રિપમાં પ્લસ ડી.આઈ.-DI સૂચવી રહ્યો છે.

આજે શેરબજારમાં ટ્રેડિંગ કરવા કે ઇન્વેસ્ટમેન્ટ કરવા લાયક શેર્સમાં Graphite India Ltdનો પણ સમાવેશ થાય છે. તેનો NSE કોડ GRAPHITE છે અને BSE: 505790 છે. નિયો ટ્રેડરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ માટે આપેલો આ ટેકનિકલ શેર છે. સ્ક્રિપનો ભાવ રૂ. 635ની ઉપરની સપાટીએ જાય તે પછી તેમાં લેવાલી કરી શકાય છે. તેમાં રૂ. 632ની આસપાસના ભાવે લેવાલી કરી શકાય છે. ટેકનિકલ ચાર્ટ દર્શાવે છે કે તેનો ભાવ સુધરીને રૂ. 720ના મથાળાને આંબી જાય તેવી શક્યતા છે. તાજેતરમાં સ્ક્રિપમાં ઘટાડો જોવા મળ્યો તે પછી તેના વોલ્યુમમાં ખાસ્સો વધારો આવી ગયો છે. સ્ક્રિપની ટેકાની સપાટી અને પ્રતિકાર સપાટી શેર્સમાં બ્રેકઆઉટ આવવાની સંભાવના દર્શાવે છે.

નિફ્ટી ફ્યુચરમાં આજે શું કરી શકાય?

નિફ્ટી ફ્યુચરનું વિશ્લેષણ પણ જોઈએ લઈએ. નિફ્ટી ફ્ચુયરના ટેકનિકલ આઉટલૂકની વાત કરવામાં આવે તો 25600ની સપાટીએ પ્રાથમિક ટેકો ધરાવે છે. ત્યારબાદ બીજો ટેકો 25,500ના લેવલે ધરાવે છે. પ્રતિકાર સપાટી 25,800ની દર્શાવે છે. નિફ્ટીમાં 25,800થી 26000ની સપાટી વળોટી જાય તો તેમાં તેજી જોવા મળી શકે છે. તેમ જ 25,500થી નીચે જાય તો તેમાં મંદી જોવા મળી શકે છે. નિફ્ટીનો રેલેટિવ સ્ટ્રેન્ગ્થ ઇન્ડેક્સ-આરએસઆઈ 50ની નીચે આવે તો તેમાં ટૂંકા ગાળામાં નરમાઈ જોવા મળી શકે છે. નિફ્ટિનો વધી રહેલો ADX બજાર મજબૂત હોવાનો નિર્દેશ આપે છે. એડીએક્સ બજાર રેન્જબાઉન્ડ રહેશે કે કેમ તેનો પણ નિર્દેશ આપે છે. ભારતના બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેમનું ભંડોળ પાછું ખેંચી રહ્યા હોવાથી બજાર તેની ટેકાની સપાટી બનાવી રહ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી અનિશ્ચિતતાઓનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. 16મી જાન્યુઆરી પહેલા સેન્સેક્સમાં અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો છે..

ખાસ નોંધઃ અહી દર્શાવવામાં આવેલી સ્ક્રિપ્સમાં અમે સૂચવેલા ભાવની વધઘટ અને વાસ્તવિક વધઘટ વચ્ચે તફાવત હોઈ શકે છે. તેના ટાર્ગેટ ભાવ કરતાં આગળ જાય કે પાછળ રહી જાય તેવી પણ સંભાવના રહેલી છે. હા, તેમાં રોકાણ કરવા કે ટ્રેડિંગ કરવા ઇચ્છનારાઓએ પોતાના જોખમે જ રોકાણ કે ટ્રેડિંગ કરવાનું રહેશે. અમે આ સ્ક્રિપમાં રોકાણ કે ટ્રેડિંગ કરતાં નથી. આ માત્ર માહિતી છે. શેરબજારમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરનારને આપેલું માર્ગદર્શન છે. અમારા માર્ગદર્શન મુજબ જ કરવું તેવો કોઈ જ આગ્રર કે દુરાગ્રહ નથી. દરેક નિર્ણય ટ્રેડર કે ઇન્વેસ્ટર્સ પોતાનો જ રહેશે. તેમાં થનારા લાભ કે ગેરલાભ માટે પણ ટ્રેડર કે ઇન્વેસ્ટર્સ જ જવાબદાર રહેશે. ટ્રેડર કે ઇન્વેસ્ટર પોતાના નાણાંકીય સલાહકારનું માર્ગદર્શન લઈને આગળ વધી શકે છે.

 

Read Previous

અનલિસ્ટેડ શેરમાર્કેટ પર  નજર રાખવા SEBI સક્રિય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular