• 8 October, 2025 - 7:38 PM

આજે નિફ્ટી ફ્યુચરમાં શું કરી શકાય? બેન્ક નિફ્ટી ફ્યુચરમાં શું કરી શકાય?

આજે નિફ્ટી ફ્યુચરમાં શું કરી શકાય?

નિફ્ટિ ફ્યુચર(NIFTY FUTURE) અત્યારે નેગેટીવ મોડમાં છે. 25085ની સપાટીએ મજબૂત ટેકો હોવાનું જણાય છે. બજાર તેનાથી નીચે રહે તો નેગેટીવ રહેશે. પરંતુ જો બજાર આ સપાટીએથી બાઉન્સબેક કરે કે તેમાં કરેક્શન સાથે ઊછાળો આવે તો બજાર 25240ની સપાટી સુધી ટકી રહે તેમ જણાય છે.

આ સપાટીની ઉપર જાય તો 25365, 25460 સુધી જઈ શકે છે. બજાર 25380ની સપાટી જાળવી રાખે તો તેવા સંજોગોમાં બજાર 25555 અને 25800 પ્લસને ટચ કરી શકે છે. બજાર 25050ની નીચે જાય તો 24960, 24850 અને 24700 સુધી કે તેનાથીય નીચે જઈ શકે છે. (LEVELS OF NIFTY FUTURE)

બેન્ક નિફ્ટી ફ્યુચરમાં શું કરી શકાય?

બેન્ક નિફ્ટી ફ્યુચર(BANK NIFTY FUTURE) પણ અત્યારે નેગેટીવ મોડમાં છે. 55260ની સપાટીએ મજબૂત ટેકો ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 55170ની નીચે જાય તો તે નેગેટીવ રહેશે. આ સપાટીએથી ઉપર જાય અને 55260નો ક્રોસ કરી જાય તો બજાર બાઉન્સ બેક થવાની કે કરેક્શન સાથે ઊછાળો આવવાની શક્યતા સાથે 55444ની સપાટીએ જઈ શકે છે. ત્યારબાદની ટાર્ગેટ સપાટી 55654ની જણાય છે. તેનાથી ઉપર 55850 સુધી જઈ શકે છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 55468ની ઉપરની સપાટી જાળવી રાખે તો  તે 56234ની સપાટીને ટચ કરે તેવી વિશેષ સંભાવના છે. ત્યારબાદ 57850 પ્લસ જઈ શકે છે. બજાર 55170ની નીચે રહે તો ગબડીને 54770, 54300, 53777 સુધી જઈ શકે છે.

ઇન્ટ્રા ડે ટ્રેડર(INTRA DAY TRADER) અને પોઝીશનલ ટ્રેડર(POSITIONAL TRADER)ને માટે જ આ વ્યૂહ લાગુ પડે છે. ઇન્ટ્રા ડેના લેવલમાં બજારની સ્થિતિ પ્રમાણે વધઘટ આવતી જોવા મળે છે. આ ટેકનિકલ સ્થિતિ કામકાજના આગામી 8થી 10 દિવસ દરમિયાન જોવા મળી શકે છે.

નિકુલ શાહ, ટેક્નિકલ એનાલિસ્ટ, સેબી રજિસ્ટર્ડ

Read Previous

Income tax: આકારણીમાં ભૂલ થતાં ટેક્સ ડિમાન્ડની નોટિસો આપી

Read Next

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત ફોર્જના શેર્સમાં શું કરાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular