• 9 October, 2025 - 12:58 AM

આજે શેરબજારના ફ્ચુયર ટ્રેડિંગમાં તમે શું કરશો? (FUTURE TRADING)

તમારી પાસે એક અથવા તો તેનાથી વધારે લૉટ હોય તો તેવા સંજોગોમાં પહેલા જ ટાર્ગેટ પર નફો બુક કરી લેવો જોઈએ.(BOOK PROFIT AT FIRST TARGET) તમારી પાસે એક કરતાં વધુ લૉટ હોય તો તેવા સંજોગોમાં ટાર્ગેટના બીજા લેવલે નફો બુક કરી લેવો જોઈએ. તેમાંય સ્ટોપલૉસ ટ્રીગર(STOPLOSS TRIGGER) થઈ જાય તો તેવા સંજોગોમાં તેમણે તેમની પોઝિશન ડબલિંગ કરવી પડશે. તેનો અર્થ એ થયો કે જો લેવાલી કરે તો સ્ક્વેર પોઝિશનમાં કરવી જોઈએ. તેમ જ વેચવાલી કરે તો સ્ટોપલૉસ રાખીને વેચવાલી કરવી જોઈએ.

ટ્રેડરે તેની જોખમ લેવાની ક્ષમતા પ્રમાણએ ટ્રેડિંગ કરવું જોઈએ. ટ્રેડરે દરેક તબક્કે શિસ્ત જાળવી રાખવું જરૂરી છે. તેમ જ તેમના લોભ પર નિયંત્રણ રાખવું જોઈએ. ટ્રેડિંગ માટેના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ.(STRICTLY FOLLOW TRADING RULES) અમારુ સૂચન છે કે ઇન્ટ્રા ડે ટ્રેડરે સ્ક્રીનની સામે જ બેસી રહેવું જોઈએ. જેથી તેઓ તત્કાળ નિર્ણય લઈ શકશે. ઇન્ટ્રા ડે ટ્રેડિંગ એ ત્વરિત પગલાં લેવાનું બજાર છે.

બજારમાં તત્કાળ નિર્ણય લેવો મહત્વનો છે. ભલેને પછી તે નિર્ણય સારો કે ખરાબ નિર્ણય પુરવાર થાય. બજારની પરિસ્થિતિ તે નિર્ણય સારો હતો કે ખરાબ હતો તે નક્ક કરશે. TAKE DECISION ON TIME) ટ્રેડર ટ્રેડિંગના નિયમોનું ચુસ્ત પાલન કરીને સમયસર પગલા લેશે તો જ પરિણામ મળશે.

 

NIFTY FUT-નિફ્ટી ફ્ચુયર ટ્રેડિંગ લેવલની વાત કરીએ તો 24682ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય છે. તેમ જ 24670ની નીચેની સપાટીએ વેચવાલી કરવી જોઈએ. ટાર્ગેટ રેન્જ 45, 120 અને 200 પ્લસની છે. 12નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરો.

બેથી પાંચ દિવસની પોઝિશન લઈને સોદો કરનારાઓ ધ્યાન રાખે કે 24444થી 24400ની સપાટીએ બજાર મજબૂત ટેકો ધરાવે છે. આ સપાટીથી નીચે ઉતરીને ટકી જાય તો બજાર 24100, 23800ના તળિયે જઈ શકે છે. બજાર 24715ની ઉપર જાય તો તેમાં સુધારો જોવા મળી શકે છે. બજાર 24900, 25088, 25244નું મથાળું બતાવી શકે છે.

BANK NIFTY FUT- બેન્ક નિફ્ટિ ફ્યુચરમાં ઇન્ટ્રા ડેમાં ટ્રેડિંગ કરનારાઓ 54601ની સપાટીએ લેવાલી કરી શકે છે. તેમ જ 54550ની સપાટીએ વેચવાલી કરી શકે છે. ટાર્ગેટ રેન્જ 151, 300, 500 અને તેનાથી ઉપરની છે. 51નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય છે. બેથી પાંચ દિવસની પોઝિશન લેનારાઓ માટે 53777ની સપાટીએ મજબૂત ટેકો જોવા મળી રહ્યો છે. તેનાથી નીચી સપાટીએ બજાર બંધ આવે તો તૂટીને 53000, 50505 સુધી નીચે આવી શકે છે. તેમ જ 54601ની સપાટીને બજાર ટકાવી રાખે તો બજાર વધીને 55200, 55800, 57000નું મથાળું બતાવી શકે છે.

નિકુલ શાહ, સેબિ રજિસ્ટર્ડ સ્ટોક માર્કેટ એનાલિસ્ટ

 

Read Previous

NIFTY FUT અને BANK NIFTY FUTમાં આજે શું કરી શકાય

Read Next

પહેલી ઓક્ટોબરથી GST રિફંડ રૂલ્સમાં ફેરફાર થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular