• 15 January, 2026 - 8:32 PM

બોલો, બીસીસીએલ કે કોલ ઇન્ડિયામાં રોકાણ કરવું જોઈએ

Coal India એક વૈવિધ્યસભર, સ્થિર માર્જિન ધરાવતી મોટી કંપની છે. BCCL તેના સામે વધુ સંવેદનશીલ અને અસ્થિર નફાવાળી છે. તેથી લાંબા ગાળાના રોકાણકારો માટે BCCLમાં ખાસ વધારાનું મૂલ્ય નથી.

ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) ભારતની સૌથી મોટી કોકિંગ કોલ ઉત્પાદક જાહેર ક્ષેત્રની કંપની છે. કોકિંગ કોલ સ્ટીલ ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ કાચો માલ ગણાય છે. BCCLની તમામ ખાણ કામગીરી ઝારિયા કોલફિલ્ડ (ઝારખંડ) અને રાણીગંજ કોલફિલ્ડ (પશ્ચિમ બંગાળ) સુધી મર્યાદિત છે. તે Coal Indiaની સંપૂર્ણ માલિકીની સાથી કંપની છે. FY25માં ભારતના કુલ સ્થાનિક કોકિંગ કોલ ઉત્પાદનમાં તેનો હિસ્સો 58.5 ટકા રહ્યો હતો.

થર્મલ કોલ અને કોકિંગ કોલ વચ્ચે સ્પષ્ટ તફાવત છે. થર્મલ કોલ વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે કોકિંગ કોલમાંથી ‘કોક’ તૈયાર થાય છે. આ કોકનો ઉપયોગ બ્લાસ્ટ ફર્નેસમાં સ્ટીલ બનાવવા માટે કરવામાં આવે છે. બીસીસીલના IPOનું મૂલ્ય પહેલી નજરે ઓછું રાખે છે. FY25ના આધારે BCCLનું P/E 8.7 ગણો અને EV/EBITDA 4.8 ગણો છે. પરંતુ જો છેલ્લાં 12 મહિનાના આંકડા જોવામાં આવે તો તેમાં FY26ના પ્રથમ છ મહિનામાં નફામાં 83 ટકાનો ઘટાડો થયો હોવાનું જોવા મળે છે. તેનો P/E 17.4 ગણો અને EV/EBITDA 7.8 ગણો થઈ જાય છે. આ તફાવતનો આધાર ભવિષ્યમાં નફો FY25ના સ્તરે સ્થિર થાય છે કે પછી તાજેતરનો નબળા ટ્રેન્ડને જાળવી રાખે તેના પર રહેલો છે. તુલનાત્મક રીતે Coal India હાલમાં ટ્રેલિંગ બેઝિસ પર 7.5 ગણું P/E અને 5.6 ગણું EV/EBITDA પર ટ્રેડ થાય છે. BCCL એક કેન્દ્રિત અને ચક્રસંવેદનશીલ રોકાણ છે, જે Coal India જેવી વૈવિધ્યસભર અને સ્થિર કંપની સામે જોખમ-વળતરનું સંતુલન સુધારતું નથી. તેથી રોકાણકારો BCCL IPOથી દૂર રહી શકે છે.

વ્યવસાયની વિગતો

FY25માં ભારતે 1,048 મિલિયન મેટ્રિક ટન કોલનું ઉત્પાદન કર્યું હતું, જેમાંથી લગભગ 94 ટકા થર્મલ કોલ હતો. કોકિંગ કોલ માત્ર મોટા જથ્થામાં જ નહિ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ દુર્લભ છે. ભારતીય કોકિંગ કોલમાં સામાન્ય રીતે ઍશ-રાખનું પ્રમાણ વધારે હોય છે. તેથી બ્લાસ્ટ ફર્નેસમાં ઉપયોગ પહેલાં તેને ધોઈને શુદ્ધ કરવો પડે છે. તેથી ભારતીય સ્ટીલ ઉદ્યોગ ઉચ્ચ ગુણવત્તાવાળો કોકિંગ કોલ આયાત કરીને સ્થાનિક કોલ સાથે મિશ્રણ કરે છે.

BCCL પાસે 7,910 MMT જેટલા ભૂગર્ભ કોલ સંસાધનો છે અને કુલ સાબિત તથા સંભાવિત ભંડાર 1,495 MMT છે. કંપની પાસે 34 કાર્યરત ખાણો અને 5 કોલ વોશરીઝ છે. FY25માં BCCLએ 40.5 MMT કાચો કોલ ઉત્પન્ન કર્યો, જેમાંથી 38.9 MMT કોકિંગ કોલ હતો. વોશ્ડ કોકિંગ કોલનું ઉત્પાદન માત્ર 1.65 MMT રહ્યું હતું. આવકની દ્રષ્ટિએ, BCCLની મોટાભાગની વેચાણ વીજ ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ટોપ 10 ગ્રાહકો (80 ટકાથી વધુ વેચાણ) મોટાભાગે પાવર PSU છે. FY25માં વીજ ક્ષેત્રનો હિસ્સો 74 ટકા અને સ્ટીલ ક્ષેત્રનો 18 ટકા રહ્યો હતો.

કંપની આ મિશ્રણ બદલવા પ્રયત્ન કરી રહી છે. ઉત્પાદન અને વોશિંગ ક્ષમતા વધારવાની યોજના છે, જેથી ભવિષ્યમાં સ્ટીલ ક્ષેત્ર તરફ વધુ પુરવઠો કરી શકાય તેમ છે. પરંતુ લાંબા ગાળે ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ અને હાઈડ્રોજન આધારિત સ્ટીલ ઉત્પાદન વધતા કોકિંગ કોલની માંગ ઘટી શકે છે. એ જ રીતે, નવીનીકરણીય ઊર્જા વધવાથી પાવર ક્ષેત્રમાં કોલની માંગ ધીમે ધીમે ઘટી શકે છે.

કમાણી સામે વધી રહેલું જોખમ

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વૈશ્વિક ભાવ વધતાં FY24માં BCCLએ ₹1,564 કરોડનો નફો કર્યો હતો. FY25માં ભાવ ઘટતાં નફો 21 ટકા ઘટીને ₹1,240 કરોડ થયો હતો. FY26ના પ્રથમ છ માસિક ગાળામાં સ્થિતિ વધુ બગડી જતાં આવકમાં 17 ટકા ઘટાડો અને EBITDAમાં ભારે ઘટાડો થયો છે. તેને માટે ભારે વરસાદ અને નબળા વૈશ્વિક ભાવ જવાબદાર હતા. સપ્ટેમ્બર 2025 સુધી BCCLની સંભવિત જવાબદારીઓ ₹3,599 કરોડ હતી, જે તેની નેટવર્થના 62 ટકા જેટલી છે. કંપની પર જારિયા કોલફિલ્ડમાં આગ અને ભૂગર્ભ સમસ્યાઓને કારણે ઓપરેશનલ જોખમ પણ છે.

Coal India દ્રષ્ટિકોણ

BCCLનું IPOને Coal Indiaથી અલગ કરીને જોવો શક્ય નથી. લિસ્ટિંગ બાદ પણ Coal India પાસે આશરે 90 ટકા હિસ્સો રહેશે. Coal India એક વૈવિધ્યસભર, સ્થિર માર્જિન ધરાવતી મોટી કંપની છે. BCCL તેના સામે વધુ સંવેદનશીલ અને અસ્થિર નફાવાળી છે. તેથી લાંબા ગાળાના રોકાણકારો માટે BCCLમાં ખાસ વધારાનું મૂલ્ય નથી. આ કારણે રોકાણકારો આ IPOમાં ભાગ ન પણ લે તો ચાલી શકે છે.

Read Previous

અમદાવાદના ભાવિ વિકાસની દિશા નક્કી કરતા ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ્સ’નું આયોજન

Read Next

2026ના વર્ષમાં ક્યાં રોકાણ કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular