જાણી લો, દિવાળી ટાણે રોકાણ કરવા પાત્ર શેર્સ કયા કયા છે

ફેડરલ બેન્ક
છેલ્લા થોડા મહિનાઓથી ટેકનિકલ ચાર્ટમાં ફેડરલ બેન્ક(Federal Bank)નો શેર મજબૂત પાયો(Strong support level) રચાઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તેના ભાવમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.(Constant impro vement in price) ફેડરલ બેન્કના શેરમાં રૂ. 213ની ભાવ સપાટીએ લેણ કરી શકાય છે. તેનો ભાવ સુધરીને 245થી 255નું મથાળું બતાવી શકે છે, એમ ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટે(Choice Research Private Limited)ના નિષ્ણાતોનું કહેવું છે.
ટેકનિકલ ચાર્ટ(Technical chart)માં તેના શેર્સના ભાવમાં ઉપરની તરફ સ્લોપ ધરાવતી ટ્રેન્ડલાઈન(upper slope trendline) જોવા મળી રહી છે. પરિણામે આ સ્ક્રિપમાં દરેક ઘટાડે નવું લેણ(buying at every dip) કરવાનો નિર્દેશ મળી રહ્યો છે. શેરના ભાવે સતત ઉપર જવાનો પ્રાયસ કર્યો છે. શેરનો ભાવ ફરી એકવાર ઉપરની 220ની પ્રતિકાર સપાટી (Resistance level)તરફ આગળ વધી રહ્યો છે. જે બ્રેકઆઉટ થવાનો નિર્દેશ(Indicates breakout) આપી રહ્યો છે.
શેરનો ભાવ અત્યારે રૂ. 213ની(current Market price) આસપાસનો છે. રૂ. 195થી 215ની ભાવ રેન્જમાં કન્સોલિડેસન(price consilidation range) જોવા મળી રહ્યું છે. શેરનો ભાવ ટ્રેન્ડલાઈન પાસે નવો ટેકો(New support near trendline) ઊભો કરી રહ્યો છે. 20 અને 50 દિવસનો ઈએમએ(20 and 50 day EMA) શેરના ભાવ માટે નજીકના ટેકા તરીકે કામ કરી રહ્યો છે. મધ્યમ મુદત માટેનું સ્ટ્રક્ચર પૂર્વવત જળવાઈ રહ્યું છે. જે શેર્સના ભાવની મજબૂતી વધારવામાં મદદ કરી રહ્યો છે. શેરના ભાવમાં જોવા મળીરહેલી ગતિ પ્રોત્સાહક સંકેતો(Positive indication) આપી રહી છે. મધ્યમ સપાટીથી શેરનો આરએસઆઈ સતત વધી રહ્યો હોવાથી પ્રોત્સાહક સંકેતો મળી રહ્યા છે. તેથી તેમાં નવેસરથી લેવાલી જોવા મળી શકે છે. તેની સામે એમસીએડી પોઝિટીવ ટ્રેન્ડ(MCAD to pick up positive trend) પકડવાની નજીક છે. પરિણામે શેરમાં ભાવ સુધારાની ગતિ તેજ થવાની શક્યતા જણાઈ રહી છે.
રૂ. 220ની ઉપરની તરફની સતત જોવા મળી રહેલી ચાલ બ્રેકઆઉટ થવાનો નિર્દેશ આપી રહી છે. બ્રેકઆઉટ થયા પછી શેરનો ભાવ સુધરીને 245થી 255ની સપાટી સુધી જઈશકે છે. શેરના ભાવમાં વર્તમાન રૂ. 213ની સપાટીથી ઘટાડો જોવામાં આવે તો રૂ. 205-207ની સપાટીએ લેણ કરવાની નવી તક સમજી લઈ લેણ કરવું જોઈએ. રૂ. 195ની નીચે બંધ આવે તો તેને નરમાઈનો પહેલો નિર્દેશ ગણી લેવો જોઈએ. જોકે બ્રોડર ટ્રેન્ડ તેજીનો જ જોવા મળી રહ્યો છે.
સિપ્લા
સિપ્લાનો ટેકનિકલ ચાર્ટ (Technical chart of Cipla)દર્શાવે છે કે સિપ્લાના શેરનો ભાવ વર્તમાન ટેકાના લેવલથી નવા ઊંચા ભાવ બનાવી રહ્યો છે. તેમ જ તેની સાથે નવા ઊંચા લૉ પ્રાઈસ-નીચા ભાવની ઊંચી સપાટી પણ બનાવી રહ્યો છે. અત્યારે સિપ્લાના શેરનો ભાવ રૂ. 1541ની આસપાસનો છે. અઠવાડિક ચાર્ટમાં તે પોઝિટીવ ચાલ બતાવી રહ્યો છે. ટેકનિકલ ચાર્ટમાં આ શેરમાં ચઢતો ત્રિકોણાકાર રચાઈ રહ્યો છે. તેથી ઉપરની તરફના સુધારા માટે તત્કાળ બ્રેકઆઉટ થવાનો નિર્દેશ (Indicates breakout) મળી રહ્યો હોવાનું ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ(Choice Research Private Limited)ના નિષ્ણાતોનું કહેવું છે.
જોકે રૂ. 1580ની ભાવ સપાટીએ શેરનો ભાવ પ્રતિકારનો સામનો(Resistance level) કરી રહ્યો છે. આ ભાવ સપાટીની ઉપર બ્રેકઆઉટ જોવા મળે તો શેરનો ભાવ વધીને 1770થી 1850ના મથાળે પહોંચી શકે છે.(New peak price Rs. 1850) મધ્યમથી લાંબા ગાળે આ ભાવ સપાટી જોવા મળી શકે છે. નીચેની તરફ રૂ. 1480ની સપાટીએ શેર ટેકો ધરાવી (Support at level of Rs. 1410)રહ્યો છે. આ સપાટીએ સતત લેણ (Buying level recommedation)કરી શકાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે શેરનું ટ્રેડિંગ 20, 50 અને 200 દિવસના ઈએમએની ઉપરની સપાટીએ થઈ રહ્યું છે.
શેરના ભાવમાં જોવા મળી રહેલી વધઘટ તેમાં તેજી થવાની સંભાવના દર્શાવે છે. શેરનો આરએસઆઈ (RSI of Cipla stock)અત્યારે 52.25નો છે. તે દર્શાવે છે કે વર્તમાન ભાવ સપાટીએ શેર સ્થિર રહેશે. તેના ભાવમાં વધારો થવાનો અવકાશ હોવાનો સંકેત આપે છે. તેમાં ધીમી અને મક્કમ ગતિએ તેજીનો ટોન સેટ થઈ રહ્યો છે. આ ટેકનિકલ માલકા પરત ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ સિપ્લાના શેરમાં રૂ. 1541ની વર્તમાન ભાવ સપાટીએ લેવાલી કરવાની ભલામણ કરી રહી છે. તેમાં ઘટાડો જોવા મળે તો રૂ. 1480ની સપાટીએ તેમાં વધુ લેણ કરીને સરેરાશ ખરીદ ભાવ નીચે લાવવાની ભલામણ કરવામાં આવી રહી છે. સિપ્લાના શેરનો ભાવ રૂ. 1410ની સપાટીએ મજબૂત ટેકો ધરાવે છે. રૂ. 1410ની નીચે શેરનો ભાવ ઉતરી જાય તો તેની સુધારા તરફી ચાલ પર કામચલાઉ બ્રેક લાગી જવાની સંભાવના રહેલી છે. પરિણામે સાવચેતી ભર્યો અભિગમ રાખીને આ સ્ક્રિપમાં લેવાલી કરી શકાય છે.
બીડીએલ
BDL સ્ટોકમાં મજબૂતાઈના ઉત્સાહજનક સંકેતો જોવા મળી રહ્યા છે. બીડીએલનો શેર સાપ્તાહિક ચાર્ટ પર હાયર હાઇ અને હાયર લો (Higher High – Higher Low)નું માળખું ઊભું કરવાના ટ્રેન્ડને શેર જાળવી રહ્યો છે. આ એક સ્થિર સકારાત્મક-પોઝિટીવ ટ્રેન્ડ સ્ટ્રક્ચર(Positive trend structure) દર્શાવે છે. હાલમાં બીડીએલનો શેર લગભગ ₹1485 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને તે 50 ટકા Fibonacci Retracement-ફિબોનાસ્સી રીટ્રેસમેન્ટ લેવલ નજીક કન્સોલિડેશન (consolidation) તબક્કામાં છે. Fibonacci રીટ્રેસમેન્ટ એ એક ટેકનિકલ ટુલ છે. તેના પરથી શેરનો ભાવ ક્યાં ટેકો બનાવી રહ્યો છે અને ક્યાં પ્રતિકાર સપાટી છે તે સમજી ને જાણી શકાય છે. અત્યારે બીડીએલના શેર્સને ફિબોનાન્સી રિટ્રેસમેન્ટ ટેકનિકલ ટૂલના નિર્દેશ મુજબ શેરના ભાવને સપોર્ટ મળતો દેખાય છે. સામાન્ય રીતે આ પ્રકારની સ્થિતિ પછી શેરના ભાવમાં સુધારા તરફી ચાલ – ઉપરની દિશામાં મૂવ (upside move) જોવા મળી રહી હોવાનું ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડના નિષ્ણાતોનું કહેવું છે.(Choice Research Private Limited)
ઉપરની તરફ બીડીએલના શેરમાં રૂ.1560 નજીકની સપાટીએ તાત્કાલિક પ્રતિકાર (immediate resistance) જોવા મળી રહ્યો છે, પ્રતિકારની આ સપાટી 20-દિવસની EMA (Exponential Moving Average)ના તાલમેલમાં હોવાનું જોવા મળે છે. જો બીડીએલનો શેર આ ભાવની સપાટી ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ કરે, તો તે નવી તેજીની ચાલ શેરમાં જોવા મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો શેરમાં bullish momentum જોવા મળી શકે છે. તેમ જ તે તેજીની ચાલ નજીકના ગાળામાં વધુ રેલી-ભાવ વધારા માટેનો માર્ગ ખોલી શકે છે.
બીડીએલના શેરના Momentum indicators પણ આ સંભાવનાને ટેકો આપે છે. બીડીએલના શેરનો હાલનો RSI (Relative Strength Index)46.54 પર છે, જે સૂચવે છે કે સ્ટોક ઓવરસોલ્ડ ઝોન (oversold zone)માંથી બહાર આવી રહ્યો છે અને ઉપરની દિશામાં બ્રેકઆઉટ કરવાની શક્યતા પણ દર્શાવી રહ્યો છે. તદુપરાંત બીડીએલનો શેર હજી પણ પોતાની 200-દિવસની EMA ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જે લાંબા ગાળાના ટ્રેન્ડમાં આંતરિક મજબૂતાઈ અને બુલિશ બાયસ (bullish bias)ને મજબૂત બનાવે છે.
આ ટેક્નિકલ માળખાને આધારે, BDLના શેરમાં વર્તમાન માર્કેટ ભાવ રૂ.1485 પર ખરીદીની પોઝિશન (buy position) લેવાની ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડના નિષ્ણાતો દ્વારા ભલામણ કરવામાં આવી રહી છે, અને જો ભાવ રૂ. 1440 સુધી ઘટે તો વધુ ઉમેરો (add on dips) કરવાની તક મળી રહી હોવાનું માની લેવું જોઈએ. નીચેની તરફ રૂ. 1380 એક મજબૂત સપોર્ટ ઝોન તરીકે કાર્ય કરશે; જો સ્ટોક આ લેવલ નીચે તૂટે, તો તે તાત્કાલિક પોઝિટીવ ટ્રેન્ડ પર બ્રેક લાગી શકે છે. પરિણામે રોકાણકારોએ સાવચેતીપૂર્ણ અભિગમ (cautious approach) અપનાવવો જોઈએ.
અશોક લેલેન્ડ
અશોક લેલેન્ડનો શેર અત્યારે સાપ્તાહિક ચાર્ટ પર મજબૂત બુલિશ માળખું (bullish structure)દર્શાવી રહ્યો છે. અશોક લેલેન્ડનો શેર એક ક્લાસિક Rounding Bottom પેટર્ન બનાવી રહ્યો છે. આ ટ્રેન્ડ સામાન્ય રીતે મંદીની ચાલમાંથી બહાર નીકળીને (bearish) તેજીના ટ્રેન્ટ તરફ-(bullish) તરફ શેરનો ભાવ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વદી રહ્યો હોવાનો વિશ્વસનીય સંકેત આપી રહ્યો છે. નીચેની ભાવ સપાટી પર કન્સોલિડેશન (consolidation) અને એક્યુમ્યુલેશન (accumulation) પછી, શેરમાં સતત વોલ્યુમ અને સપોર્ટ સાથે સ્થિરતા પુનઃપ્રાપ્ત(steady recovery) કરી હોવાનું જોવા મળી રહ્યું છે. આ પેટર્ન રોકાણકારોમાં નવી વિશ્વસનીયતા વધારે છે. તેમ જ લાંબા ગાળામાં શેરના ભાવમાં ઉછાળાની શરૂઆતની સંભાવના બતાવે છે.. અશોક લેલેન્ડનો શેર અત્યારે રૂ. 135 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં સતત વોલ્યુમ જોવા મળી રહ્યું છે. આ સ્ક્રિપની ખરીદી કરવામાં રોકાણકારો મજબૂત રસ (buying interest)દાખવી રહ્યા હોવાની વાતને સમર્થન આપે છે.
અશોક લેલેન્ડનો શેર ટેક્નિકલ રીતે પણ મજબૂત સ્થિતિમાં છે, કારણ કે તે પોતાની 20-દિવસ, 50-દિવસ, 100-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજિસ (moving averages) કરતાં ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આ હકીકત શેરના ભાવમાં સતત ઉછાળા આવવાની સંભાવનાનો-(sustained upside momentum)નો નિર્દેશ આપતો મુખ્ય સંકેત છે. અશોક લેલેન્ડના શેરરમાં તાત્કાલિક પ્રતિકારક ભાવ સપાટી (immediate resistance level) રૂ.140ની ભાવ સપાટી પર જોવા મળી રહ્યો છે. આ બાબત તેની સુધારા તરફી ચાલના ટ્રેન્ડ માટેનું એક અવરોધક પરિબળ ગણી શકાય તેમ છે. અશોક લેલેન્ડનો શેર આ ભાવ સપાટી ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ (decisive breakout)આપે અને આ સપાટીએ જ બંધ ભાવ બંધ આવે તો તો તે શેરના ભાવ વધારા માટે મજબૂત બુલિશ ટ્રિગર સાબિત થઈ શકે છે. આમ અશોક લેલેન્ડનો શેર મધ્યમથી લાંબા ગાળામાં રૂ.151 અને રૂ. 158 સુધીના ઉપરના ટાર્ગેટ ભાવ સુધી પહોંચી શકે છે, એમ ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ-Choice Research Private Limitedના નિષ્ણાતો જણાવે છે.
અશોક લેલેન્ડના શેરના ભાવનો Relative Strength Index (RSI) હાલમાં 60.44 પર છે. આ આરએસઆઈ શેર પોઝિટીવ ઝોનમાં હોવાનો નિર્દેશ આપે છે. તેમાં તેજી જોવા મળે તેવા મજબૂત સંકેતો આપી રહ્યો છે. અશોક લેલેન્ડના શેરનો સતત વધી રહેલો RSI ટ્રેન્ડ ભાવ સુધારાની ચાલ-રેલીની મજબૂતીમાં વિશ્વાસ વધારી રહ્યો છે.
અશોક લેલેન્ડના શેરનું તેજી તરફી-બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર અને ટેક્નિકલ સપોર્ટિવ ઈન્ડિકેટર્સને ધ્યાનમાં રાખીને રોકાણકારો વર્તમાન માર્કેટ ભાવ રૂ. 135 પર લૉંગ પોઝિશન (long position) લઈ શકે છે અને જો આ સપાટીએથી ભાવ રૂ. 131 સુધી ઘટે તો તેને અશોક લેલેન્ડના શેરમાં વધુ ખરીદી કરવા માટેની તક તરીકે જોવી જોઈએ. નીચેની તરફ રૂ. 126 એક મજબૂત સપોર્ટ લેવલ જોવા મળી રહ્યું છે. અશોક લેલેન્ડના શેરનો ભાવ આ લેવલ તોડો તો ટૂંકા ગાળા માટે તે જોખમી સાબિ થઈ શકે છે. અલબત્ત જ્યાં સુધી સ્ટોક આ સપોર્ટ ઝોન ઉપર ટકી રહેશે ત્યાં સુધી વ્યાપક વલણ સકારાત્મક (positive trend) રહેવાની શક્યતા છે.
એકંદરે, આ સેટઅપ પોઝિશનલ ટ્રેડર્સ માટે અનુકૂળ રિસ્ક–રિવોર્ડની તક નિર્માણ કરે છે. તેમાંય ખાસ કરીને જે રોકાણકારો બ્રેકઆઉટ આધારિત મૂવમેન્ટ રેલીનો લાભ લેવા માગતા હોય તેમને માટે આ એક સોનેરી તક હોવાનું જણાય છે.
SAIL-સેઈલ
SAIL-Steel Authority of India Limitedનો શેર અત્યારે સાપ્તાહિક ચાર્ટ પર મજબૂત બુલિશ માળખું (bullish setup) દર્શાવી રહ્યો છે. આ એક ક્લાસિક Cup and Handle પેટર્ન બનાવી રહ્યું છે. આ પેટર્ન સામાન્ય રીતે ટ્રેન્ડના પુનઃપ્રારંભ (trend resumption)નો અને આ સપાટીએ શેર્સ ખરીદીને એકત્રિત કરી લેવા(accumulation)નો સંકેત આપે છે. સેઈલના શેર્સે નીચલા સ્તરેથી મજબૂતી અને સ્થિરતા પુનઃપ્રાપ્ત કર્યા પછી મજબૂત ટેક્નિકલ આધાર બનાવ્યો છે. આમ સેઈલનો શેર અત્યારે નિર્ણાયક બ્રેકઆઉટ (decisive breakout)માટે તૈયાર હોવાનો નિર્દેશ મળી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. સેઈલના શેરના ભાવ સતત રૂ. 138 ઉપર આવી રહ્યો છે. તેની સાથે જ તેના વોલ્યુમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ શેરના ભાવમાં નવા ઉછાળાના તબક્કા માટે મજબૂત ટ્રિગર બની શકે છે.
અત્યારે સેઈલના શેરના સોદા અંદાજે રૂ. 129 આસપાસ પડી રહ્યા છે. આ સપાટીએ તેના ભાવની ચાલને મજબૂત વોલ્યુમ મળી રહ્યું છે. તેમ જ સતત ભાવ સુધારા સાથે હાયર લોઝ (higher lows)ના સતત પેટર્ન બનતી હોવાથી તેજી થવાના નિર્દેશને ટેકો-સપોર્ટ મળી રહ્યો છે. આ જ દર્શાવે છે કે રોકાણકારો તેમાં રોકાણ કરવામાં વધુ રસ લઈ રહ્યા છે. સેઈલના શેરની ટેક્નિકલ મૂલવણી કરવામાં આવે તો તેનો શેર અત્યારે અત્યંત મજબૂત સ્થિતિમાં છે, કારણ કે તે તેની 20-સપ્તાહ, 50-સપ્તાહ, 100-સપ્તાહ અને 200-સપ્તાહની EMA (exponential moving averages) ઉપર તેનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જે સૂચવે છે કે તેમાં તેજીના મજબૂત માહોલ ઊભો થઈ રહ્યો છે. તેમ જ સેઈલના શેરના ભાવમાં આંતરિક બુલિશ મૂવમેન્ટને સમર્થન આપે છે. સેઈલના શેરમાં તાત્કાલિક પ્રતિકારક ભાવ સપાટી (immediate resistance level) રૂ. 138નું છે. આ લેવલ ઉપરનું બ્રેકઆઉટ આવે તો મધ્યમ ગાળામાં સેઈલના શેરનો ભાવ રૂ. 147 અને રૂ. 153 સુધીની ભાવ સપાટી સુધી પહોંચીને તેનાથીય આગળ જવાનો માર્ગ ખોલી શકે તેમ હોવાનું ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ-Choice Research Private Limitedના નિષ્ણાતોનું કહેવું છે.
સેઈલના શેર્સના ભાવની આગામી દિવસોની ચાલ અગેનું Momentum indicators પણ આ સકારાત્મક વલણને સમર્થન આપે છે. સેઈલના શેરનો Relative Strength Index (RSI) હાલમાં સાપ્તાહિક ટાઇમ ફ્રેમ પર 52.39 પર છે. ચાર્ટમાં આ ટાઈમ ફ્રેમ થોડી નીચે તરફ ઝૂકેલી છે. તેમ છતાંય અત્યારે તે પોઝિટીવ ઝોનમાં છે. આ સ્થિતિ સૂચવે છે કે સેઈલના શેરના ભાવમાં થોડો ઘટાડો જોવા મળે તો પણ ઘટાડે લેવાલીને ટેકો મળી રહેશે. રોકાણકારો તેમાં લેવાલી કરવામાં રસ દાખશવે. સેઈલના શેરમાં મુખ્ય ટ્રેન્ડ હજી પણ પોઝિટીવ-સકારાત્મક છે.
ટેકનિકલ ચાર્ટની રચના અને ટેક્નિકલ સૂચકોને ધ્યાનમાં લેતાં, રોકાણકારો ₹129ની ભાવ સપાટીને આસપાસ લૉંગ પોઝિશન (long position) લઈ શકે છે, જ્યારે ભાવમાં રૂ.125 સુધીનો ઘટાડો આવે તે તેને વધુ ખરીદી કરવા માટેની તક તરીકે જોવી જોઈએ અને બજારમાંથી નવા શેર્સ ખરીદી (accumulation opportunity) લેવાની તક માનવી જોઈએ. સેઈલના શેરને પોઝિશનલ સપોર્ટ રૂ.116ની સપાટી પર મળી રહ્યો છે. શેરનો ભાવ રૂ. 116થી તૂટીને નીચે જાય તો ટૂંકા ગાળા માટે જોખમી સાબિત થઈ શકે છે. સેઈલના શેરનો ભાવ રૂ. 116 ઉપર ટકી રહેશે ત્યાં સુધી વ્યાપક વલણ પોઝિટીવ-સકારાત્મક રહેવાની સંભાવના છે. એકંદરે, આ સેટઅપ પોઝિશનલ ટ્રેડર્સ માટે અનુકૂળ રિસ્ક–રિવોર્ડ તકો પ્રદાન કરે છે, જે બ્રેકઆઉટ આધારિત રેલીનો લાભ લેવા ઈચ્છે છે


