ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીયો પર કેમ ગુસ્સે ભરાયા છે?

અમેરિકા જઈ વસેલા અને સફળતાની ટોચ પર પહોંચેલા ભારતીયો સામેઅમેરિકામાં મંદીના સમયમાં નોકરીઓ ઘટે ત્યારે ઇમિગ્રેશન વિરોધી ભાવનાઓ ચરમસીમાએ પહોંચે છે, અમેરિકાના નાગરિકોની તુલનાએ ભારતીય નાગરિકો વધુ મહેનતુ છે અને કમાઈ લેવાની માનસિકતા ધરાવતા હોવાથી તેમની વિશ્વસનીયતા વધારે છે.નો રોષ પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્ફના તરંગી નિર્ણયોમા જણાઈ રહ્યો છે.
ભારતીયોની અમેરિકા ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં વધી રહેલી શાખ અને મહસત્તા બનવા તરફ શરૂ કરેલી દોટમાં રોડાં નાખવાના ઇરાદા સાથે પણ અમેરિકા ભારતીયો કે ભારતીય શાસકોથી ગિન્નાયેલું છે.
અમદાવાદઃ અમેરિકાએ ભારતીય પ્રોફેશનલ્સ માટેના એચ-1બી વિઝાનું ઊંબાડિયું કરીને એચ-1બી વિઝા મેળવવા માટે અરજી કરનારે રા. 90 લાખની ફી આપવી પડે તેવી વ્યવસ્થા દાખલ કરી છે. પરિણામે ભારતની આઈટી કંપનીઓના ધંધા પર અસર પડી છે. અમેરિકાના યુવાનો માટે નોકરીના દરવાજાઓ ખૂલ્યા છે. જોકે અમેરિકામાં વસતા ભારતીયો સામાન્ય રીતે શાંતિથી પોતાનું જીવન જીવે છે. અઠવાડિયામાં ડૉક્ટર, એન્જિનિયર અને ટેકનોલોજીના સેક્ટરના પ્રોફેશનલ તરીકે કામ કરે છે અને વીકએન્ડમાં પોતાના ભારતીય નાગરિકોના દેશી સમુદાયમાં ભેગા થાય છે અને આનંદ કે મોજમસ્તીમાં સમય વીતાવે છે.
પરંતુ તેમાં એકાએક બદલાવ આવ્યો તેને માટે એક ઘટના જવાબદાર છે. 2025માં ન્યૂયોર્ક સિટીના મેયર તરીકે ઝોહરાન મમદાનીનો અચાનક ઉદય થયો તેની સાથે જ કોંગ્રેસમાં સેનેટર રો ખન્નાએ એપ્સ્ટીન ફાઇલ્સ જાહેર કરવાની માગણી વહેતી કરી હતી. આ માગણી અને તેના પછીના ઘટનાક્રમોએ ભારતીય મૂળના અમેરિકનોને ચર્ચામાં લાવી દીધા હતા. આ એપ્સ્ટિન ફાઈલમાં અમેરિકાના ફાઈનાન્સરોની ક્રિમિનલ એક્ટિવિટીની વિગતો સાથેના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તેમ જ બાળકનું જાતિય શોષણ કરતાં જેફરી એપ્સ્ટીનના કાળાં કરતૂતોનો કાચો ચિઠ્ઠો હોવાનું માનવામાં આવે છે. આ માગણી આવી તે સાથે જ ભારતીયો સામેનો અમેરિકાની સરકારનો આક્રોશ વધી ગયો છે.
તાજેતરમાં ભારતીયો સામે વધી રહેલી દ્વેષપૂર્ણ ભાષા તેનો બોલતો પુરાવો છે. બીજીતરફ સેકન્ડ લેડી ઉષા વેન્સ અને વિવેક રામસ્વામી જેવા જાણીતા નામો પણ ચર્ચામાં આવી ગયા છે. ઉષા વેન્સ અમેરિકાના ઉપપ્રમુક જે.ડી. વેન્સના પત્ની છે અને મારફાડ ધારાશાસ્ત્રી છે. ભારતના આન્ધ્રપ્રદેશની મૂળ વતની ઉષા વેન્સ આજે સેકન્ડ લેડી બની ચૂક્યા છે. બીજીતરફ મૂળ ભારતીય પણ અમેરિકાના બિઝનેસ સાહસિક વિવેક રામસ્વામી અમેરિકામાં એક રાજકીય હસ્તી બની ચૂક્યા છે. બંને અમેરિકા ગયા પછી પોતાની અલગ જગ્યા બનાવનારા સફળ ભારતીયોનુ ગ્રુપ પણ ચલાવી રહ્યા છે. તદુપરાંત વિવેક રામસ્વામી રિયોવન્ટ સાયન્સિસ નામની બાયોફાર્મા કંપનીના સ્થાપક પણ છે. રિયોવન્ટ સાયન્સ રોગપ્રતિકારક શક્તિ વધારતી, પાર્કિન્સન્સ જેવા રોગોની સારવારમાં મદદરૂબ બનતી દવાઓ તૈયાર કરી તેનું કોમર્શિયલ ધોરણે માર્કેટિંગ કરે છે. આમ બંને અમેરિકામાં પ્રભાવ વધારી રહેલા ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ બધાંને કારણે ભારતીયો સામેનો અમેરિકાવાસીઓનો રોષ વધી રહ્યો છે.
અમેરિકા જઈ વસેલા અને સફળતાની ટોચ પર પહોંચેલા ભારતીયો સામેનો રોષ પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્ફના તરંગી નિર્ણયોમા જણાઈ રહ્યો છે. ભારતીયોની અમેરિકા ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં વધી રહેલી શાખ અને મહસત્તા બનવા તરફ શરૂ કરેલી દોટમાં રોડાં નાખવાના ઇરાદા સાથે પણ અમેરિકા ભારતીયો કે ભારતીય શાસકોથી ગિન્નાયેલું છે. તેમનાથી કોઈ પરદેશી આગળ નીકળી જાય ત્યારે અમેરિકાનો દ્વેષ ભાવ છલકાવા માંડે છે. આ રહ્યા તેના ઉદાહરણો. અમેરિકામાં 1830થી 1860ના અરસામાં આવેલા આયરીશ ઇમિગ્રન્ટ્સ સાથે પણ અમેરિકા વાસીઓએ આવુ જ કર્યું હતું. દુકાળથી પીડિત લાખો ગરીબ આયરિશ કેથોલિક્સ અમેરિકામાં આવ્યા હતા. તેઓને ગુનેગાર અને બળાત્કારી તરીકે બદનામ કરવામાં આવ્યા હતા. “No Irish need apply” જેવી નોકરીની જાહેરાતો એ જમાનામાં સામાન્ય હતી.
અમેરિકામાં 1880થી 1920ના અરસામાં આર્થિક તંગીને કારણે વખાના માર્યા દોડી આવેલા ઇટાલિયનોને ગુનેગાર, હિંસાપ્રવૃત્ત અને જાતીય રીતે નીચા તરીકે જોવામાં આવ્યા હતા. 1950 પછી તેઓ સમાજમાં સમાયોજિત થયા હતા. આમ 50 વરસ સુધી તેમણે અમેરિકાના નાગરિકોનો આક્રોશ ઝેલવો પડ્યો હતો. આ જ હાલત અમેરિકાવાસીઓએ જર્મન ઇમિગ્રન્ટ્સની કરી હતી. વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીઓની વફાદારી પર શંકા ઊભી થઈ હતી. જર્મન ભાષા શિક્ષણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સમાજમાં ભળવા માટે તેમની સંસ્કૃતિ ગુમાવવી પડી હતી. ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સ સાથેનું અમેરિકાવાસીઓનું વર્તન આવુ જ હતું. રેલવે અને ખાણોમાં કામ કરતા ચાઇનીઝ પર ઓછા પગારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરિણામે 1882નો Chinese Exclusion Act આવ્યો હતો. જાપાની અમેરિકનોની સાથે પણ આ જ વર્તન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમની વફાદારી પર શંકા રાખી તેમને અટકાયત કેમ્પોમાં રાખવામાં આવ્યા હતા. અમેરિકાના ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો સંકટના સમયમાં કાયદાઓ દ્વેષભાવના સાથે જ ઘડાયા છે.
આ કાયદાઓમાં Johnson-Reed Act (1924) – જાતીય બંધારણ જાળવવા માટે, Chinese Exclusion Act (1882), (જે 1943માં રદ કરવામાં આવ્યો હતો.), Title 42 (2020–23)-કોવિડના બહાને શરણાર્થીઓને હાંકી કાઢવાનો કાયદો પણ આવો જ હતો. Alien Enemies Act (1798) – આજેય અમલમાં જ છે. આજે પણ બહારથી આવેલા નાગરિકો અમેરિકાના લોકોની નોકરી ખાઈ રહ્યા છે તેવી ભાવનાથી અમેરિકાવાસીઓ પીડાઈ રહ્યા છે. ભારતીય સહિતના વિદેશીઓને અમેરિકામાં શરમ સંકોચ વિના કોઈપણ કામની નોકરી સ્વીકારી લેવામાં નાનમ લાગતી નથી. ગુજરાત અને મુંબઈના ગોલ્ડ મેડલિસ્ટ ફાર્માસિસ્ટે અમેરિકામાં સેટલ થવા માટે આરંભમાં વૉચમેનની પણ નોકરી કરી હતી. આ પ્રકારના અસંખ્ય ઉદાહરણો છે. અમેરિકાના મૂળવતની આ પ્રકારની નોકરી કરવા ઉત્સુક નથી. પરંતુ વિદેશીઓ તેમની નોકરીઓ છીનવી રહ્યા છે તેવી તેમની ભાવના રોજ રોજ બળવત્તર બનતી જઈ રહી છે. તેની સાથે જ પરદેશીઓ અમેરિકાની મૂળ સંસ્કૃતિને ખતમ કરી રહ્યા હોવાની દહેશત પણ તેમના મનમાં વધી રહી હોવાથી ભારતીયો પરત્વેનો કે પછી વિદેશીઓ પરત્વેનો રોષ વધારી રહી છે.
ભારતીયો સામે દ્વેષ કેમ?
ભારતીય ઇમિગ્રન્ટ્સ ઊંચી કુશળતા ધરાવે છે, મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કરે છે અને ખૂબ અમેરિકામાં તેમની નોંધ ખાસ્સી લેવાઈ રહી છે. અમેરિકાના પ્રમુખની નજીકની વિશેષ ટીમમાં ભારતીયો સ્થાન મેળવી ચૂક્યા છે. મંદી આવે ત્યારે ટેક્નોલોજીના સેક્ટરમાં છટણી ચાલુ થાય છે. આ નોબત આવે ત્યારે મૂળ અમેરિકાના નાગરીકોને થાય છે કે તેમની જગ્યાએ વિદેશીઓ આવી રહ્યા છે.H-1B વિઝામાં ભારતીયોનો મોટો હિસ્સો હોવાથી તેઓ ખામીયુક્ત સિસ્ટમનું પ્રતીક બની ગયા છે. વાસ્તવમાં સમસ્યાનું ઉકેલ વિઝા સિસ્ટમમાં વેતનનો ન્યૂનતમ ધોરણ અને નોકરી બદલવાની છૂટ છે. તેમની એન્ટ્રી માટે અમેરિકાએ $100,000 જેવી ફી નાખી દીધી છે. પરંતુ ટ્રમ્પ સરકાર સમજતી નથી કે ભારતીયોને કારણે તેમના દેશમાં જે ઇન્નોવેશન આવી રહ્યા છે તે ઇન્નોવેશન-નવસંસ્કરણ અટકી જશે. તેનાથી સમય જતાં અમેરિકાને જ મોટું નુકસાન થશે. અમેરિકાને ડેવલપ કંન્ટ્રીની હરોળમાં મૂકવામાં અને ડેવલપ કંટ્રીની હરોળમાં જાળવી રાખવામાં આવે ભારતીયોનો અને ભારતીય કંપનીઓનો મોટો ફાળો છે. આજે ટેક્નોલોજીની બાબતમાં અમેરિકાની સામે ભારતીયો તેમની તાકાત બતાવતા થઈ ગયા છે. આ બાબત અમેરિકાને ભયભીત કરી રહી છે. ભારતીયો શિક્ષિત, કાયદાપાલક અને ઊંચી આવક ધરાવતા હોવાથી ઈર્ષ્યા અને શંકા ઊભી થાય છે. સંસ્કૃતિ, ખોરાક, ઉચ્ચાર, ધર્મ અને સામાજિક નેટવર્કિંગ તેમને ‘અલગ’ બનાવે છે. જમણીપંથી ઇમિગ્રેશન વિરોધી રાજકારણે આગમાં ઘી નાખ્યું છે.
અમેરિકાની અડધા ડઝનથી વધુ ટેક કંપનીઓના CEO ભારતીય મૂળના છે, છતાં કોઈએ ખુલ્લેઆમ આ દ્વેષ સામે અવાજ ઉઠાવ્યો નથી. બીજીતરફ કોંગ્રેસે મંદિરો પર હુમલા અને હિંદુઓ સામે દ્વેષભર્યા નિવેદનોની નિંદા કરી છે. ભવિષ્યમાં ભારતીય મૂળના રાજકારણીઓની વધતી ભૂમિકા અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાને મુખ્ય પ્રવાહમાં લાવી શકે છે. પહેલાંના ઇમિગ્રન્ટ સમુદાયો સાથે થયું છે. આ જ રીતે ભારતના વર્તમાન શાસકોને કારણે વિશ્વભરમાં ભારતના બજી રહેલા ડંકાને કારણે તથા અમેરિકા ન માને તો રશિયા કે યુરોપિયન સંઘના દેશો સાથે વેપાર વહેવાર વધારીને આગળ વધવાની ભારતીય શાસકોએ દાખવેલી હિમ્મત પણ ભારતીયો પરત્વેનો અમેરિકાનો દ્વેષ વધારનાર બની રહી છે. તેથી જ અન્ય કોઈ દેશ સાથે વેપાર કરે તો ભારત પર ટેરિફ બોજ વધારતા રહેવાની અમેરિકાની માનસિકતા છે. રશિયા પાસેથી ક્રૂડ ઓછું ખરીદવા અને અમેરિકા પાસેથી વધારે ક્રૂડ ખરીદવા માટે દબાણ લાવવાની ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ સામે ભારત હવે સરળતાથી ઝૂકી જવાને બદલે પોતાના નવા માર્ગ કાઢી રહ્યું હોવાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ધૂંધવાયા છે. આ ધૂંધવાટ જ ભારત પરત્વેના દ્વેષના સ્વરૂપમાં બહાર આવી રહ્યો છે.



