• 22 November, 2025 - 8:49 PM

મેનમેડ ફાઈબરના સેગમેન્ટને રાહત આપતું કેન્દ્રનું મોટું પગલું

 કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે

ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરને કારણે કાચો માલ બનાવવાની જફામાં વધારો થતો હતો

અમદાવાદઃ ભારત સરકારના (રાસાયણિક અને ખાતર મંત્રાલય તથા રાસાયણિક અને પેટ્રોકેમિકલ વિભાગે બારમી નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડીને જુદાં જુદાં સંખ્યાબંધ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCOs) એટલે કે ગુણવત્તા નિયંત્રણ આદેશો રદ કરવાની જાહેરાત કરતાં ગુજરાતના માનવ સર્જિત રેસાના સુરત અને અમદાવાદના બિઝનેસને વેગ મળશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – BISભારતીય માનક બ્યુરો સાથે ચર્ચા વિચારણાં કરીને પછી આ પગલું લેવામાં આવ્યું છે. ભારત સરકારના પ્રસ્તુત નિર્ણયોનો તત્કાળ અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી ઉદ્યોગોને ત્વરિત ફાયતો મળતો થશે.

ભારત સરકારના આ નિર્ણયને પરિણામે ઉદ્યોગ પરનો કોમ્પ્લાયન્સનો બોજો એટલે કે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનું પાલન કરવાનો બોજો-Compliance burden ઘટી જશે. પરિણામે બજારમાં કાચા માલની ઉપલબ્ધતા વધશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. તેમાંય ખાસ કરીને ટેક્સટાઈલ, પ્લાસ્ટિક અને MSME ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા તગડો વધારો થશે, એમ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીનું કહેવું છે.

ભારત સરકારે ક્વોલિટી કંટ્રોલના ઓર્ડરો રદ કર્યા તે પ્રોડક્ટ્સમાં મેન-મેડ ફાઈબર (MMF) અને યાર્નનો સમાવેશ થાય છે. આ જ રીતે ટેરેફ્થેલિક એસિડ (PTA), ઇથિલિન ગ્લાયકોલ (MEG), પોલિએસ્ટર સ્ટેપલ ફાઈબર (PSF), પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન (IDY), પોલિએસ્ટર કન્ટિન્યુઅસ ફિલામેન્ટ – ફુલ્લી ડ્રોન યાર્ન (FDY), પોલિએસ્ટર પાર્ટલી ઓરિયન્ટેડ યાર્ન (POY), 100% પોલિએસ્ટર સ્પન યાર્ન – ગ્રે અને વ્હાઈટનો સમાવેશ થાય છે.

તેની સીધી અસર કાચામાલના ભાવ પર પડવાની સંભાવના વ્યક્ત કરતાં આશિષ ગુજરાતીનું કહેવું છે કે પોલિએસ્ટર મૂલ્ય શ્રેણી માટે તાત્કાલિક રાહત મળશે. આ જ રીતે વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનની સરખામણીમાં કાચા માલના ખર્ચમાં ઘટાડો આવી જશે. ત્રીજું, MMF આધારિત નિકાસમાં વધારો થશે.  વર્તમાન સમયના આ જ જરૂરિયાત છે.

સરકારે પ્લાસ્ટિક અને પોલિમરના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર-QCO રદ કર્યા છે. તેમાં પોલિએથિલિન (PE) – મોલ્ડિંગ અને એક્સટ્રૂઝન ગ્રેડ્સ, પોલિપ્રોપિલિન (PP) – મોલ્ડિંગ અને એક્સટ્રૂઝન ગ્રેડ, એક્રિલોનાઇટ્રાઈલ બ્યુટાડીન સ્ટાયરિન (ABS), પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) હોમોપોલિમર, ઇથિલિન વિનાઈલ એસિટેટ (EVA) કોપોલિમર, પોલિયુરેથેન. પોલિકાર્બોનેટનો સમાવેશ થાય છે. તેની અસરની વાત કરતાં આશિષ ગુજરાતી જણાવે છે કે કેન્દ્ર સરકારનું પ્રસ્તુત પગલું સમગ્ર પ્લાસ્ટિક ઉદ્યોગ માટે રાહતરૂપ સાબિત થશે. તેમ જ આયાતમાં આવતા અવરોધો દૂર થશે અને નાના અને મધ્યમ ઉદ્યોગોને-MSMEને સીધો ફાયદો મળશે. મુખ્ય એન્જિનિયરિંગ પોલિમરનાં ભાવમાં સ્થિરતા આવશે.

કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે સમગ્રતયા MMF ટેક્સટાઈલ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વ્યાપક ખર્ચ ઘટાડો થશે. અમેરિકન ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે નિકાસ ક્ષમતા મજબૂત થશે. MSME ઉદ્યોગોને સહાય આપવાનું દાયિત્વ ઘટશે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર-QCOને કારણે સૌથી વધુ પ્રભાવિત હતા. તદુપરાંત પ્રાદેશિક સ્પર્ધકોની સરખામણીમાં ઇનપુટ ખર્ચ સમાન થશે. ટેક્સટાઈલ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, પેકેજિંગ અને ફૂટવેર જેવા ક્ષેત્રોમાં સપ્લાય ચેઇન સતત રહેશે.

 

Read Previous

111 ​​દેશોમાં મજબૂત માંગને કારણે ટેરિફ પડકારો વચ્ચે કાપડ નિકાસમાં 10%નો વધારો 

Read Next

2024-25માં ભારતની વનસ્પતિ તેલની આયાત 16.3 મિલિયન ટનના સ્તરે સ્થિર રહી: SEA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular