• 15 January, 2026 - 10:13 PM

યજુર્ફાઇબર્સ લિમિટેડ (YFL) લાબી રેસનો ઘોડોઃ લાંબા ગાળાના રોકાણકારો લાભ લઈ શકે

યર્જુફાઈબર લિમિટેડ બાસ્ટ ફાઈબર કોટનાઇઝિંગ ઉત્પાદનો અને પ્રક્રિયામાં અગ્રણી ખેલાડી છે.  તેના ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરે Preferred Supplier તરીકે ઓળખ ધરાવે છે.

યજુર્ફાઇબર્સ લિમિટેડ (YFL) ભારતમાં બાસ્ટ ફાઈબર કોટનાઇઝિંગ યુનિટ ચલાવે છે. કોલકાતા નજીક હાવડામાં સ્થિત આ કંપની પ્રખ્યાત કાંકરિયા ગ્રુપનો ભાગ છે. કાંકરિયા ગ્રુપને જુટ-શણ ઉદ્યોગમાં 80 વર્ષથી વધુનો અનુભવ છે. વર્ષ 2006માં ગ્રુપે કોટન અને કોટન બ્લેન્ડેડ યાર્નના ઉત્પાદન કાર્યને Yajur Bast Fibres Limited (જૂની M.F.L Corporation Ltd.) હેઠળ ચાલુ કર્યું હતું. વર્ષ 2017-18થી કંપનીએ પ્રીમિયમ કોટનાઇઝ્ડ બાસ્ટ ફાઈબર જેમ કે ફ્લેક્સ (લિનેન), જુટ-શણ અને હેમ્પનું ઉત્પાદન શરૂ કર્યું. કંપની એકીકરણ યોજના (Companies Act, 2013 ની કલમ 230 થી 232) હેઠળ, NCLT કોલકાતા બેન્ચના 12 જાન્યુઆરી 2023ના આદેશ મુજબ (નિયુક્ત તારીખ 1 એપ્રિલ 2021થી) Yajur Bast Fibres Limitedનું યજુર્ફાઇબર્સ લિમિટેડમાં વિલય કરવામાં આવ્યું છે. કંપની લાંબા અને નાજુક બાસ્ટ ફાઈબરને કોટન જેવા ટૂંકા સ્ટેપલ ફાઈબરમાં રૂપાંતરિત કરે છે, જે હાલની કોટન સ્પિનિંગ સિસ્ટમમાં કોટન તથા માનવસર્જિત ફાઈબર સાથે 55 ટકા સુધી સરળતાથી મિશ્રિત થઈ શકે છે.

આમ યજૂર ફાઈબર લિમિટેડ બાસ્ટ ફાઈબર કોટનાઇઝિંગ ઉત્પાદનો અને પ્રક્રિયામાં અગ્રણી ખેલાડી છે.  તેના ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરે Preferred Supplier તરીકે ઓળખ ધરાવે છે. કંપનીની આવક (Topline)માં વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે નફામાં (Bottom line) અસ્થિરતા રહી છે. તાજેતરના નાણાકીય આંકડાઓના આધારે IPOનો ભાવ આક્રમક (Aggressively Priced) લાગે છે. થોડા વર્ષો પહેલા સુધી જુટ ફાઈબરનું કોટનાઇઝિંગ અસંભવ માનાતું હતું, પરંતુ YFLની મજબૂત R&D અને વ્યાવસાયિક ઉત્પાદન ક્ષમતાએ ટકાઉ બાસ્ટ ફાઈબર ઉદ્યોગનું દૃશ્ય જ બદલી નાંખ્યું છે. તેની કોટનાઇઝ્ડ ફાઈબર કોટન સ્પિનિંગ સિસ્ટમમાં 10 ટકાથી 85 ટકા સુધી સ્પિન કરી શકાય છે. આ ફાઈબરથી બનેલા બ્લેન્ડેડ કપડાં 100 ટકા લિનેન જેવા દેખાવ અને સ્પર્શ આપે છે, જ્યારે ઉત્પાદન ખર્ચ અંદાજે 25 ટકા ઓછો પડે છે અને કરચલીઓ (wrinkles)ની સમસ્યા પણ ઓછી થાય છે.

કંપની પાસે દર મહિને 300 મેટ્રિક ટનથી વધુ કોટનાઇઝ્ડ ફાઈબર, ફ્લેક્સ યાર્ન અને જુટ યાર્નની ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભારત, તુર્કી, ઇન્ડોનેશિયા, નેપાળ અને બાંગ્લાદેશની અગ્રણી સ્પિનિંગ અને વણાટ મિલ્સ માટે YFL ફેવરીટ-પસંદગીની કંપની છે. કંપની આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણોને અનુરૂપ સતત પરીક્ષણ અને R&D પર વિશેષ ભાર મૂકે છે.

કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે YFL ભારતની એવી અગ્રણી કંપની છે જે જુટ અને લિનેન ફેબ્રિક્સને કોટન સાથે મિશ્રિત કરી શકે છે અને 50-55 ટકા સુધી બ્લેન્ડિંગ કરીને તમામ મધ્યસ્થો માટે નફાકારકતા વધારે છે. હાલમાં કંપનીની આવકમાં અંદાજે 80 ટકા દેશી બજાર અને 20 ટકા નિકાસનો ફાળો છે. 30 નવેમ્બર 2025 સુધી કંપનીમાં કુલ 409 કર્મચારીઓ કાર્યરત હતા. સ્થાનિક સ્તરે કંપનીનો કોઈ સ્પર્ધક નથી.

YFLનો બુક બિલ્ડિગ પબ્લિક ઇશ્યૂ

કંપની તેની પ્રથમ (Maiden) બુક બિલ્ડિંગ IPOના માધ્યમથી રૂ. 10ની ફેસ વેલ્યુના 69,20,000 ઇક્વિટી શેર બજારમાં વહેતા મૂકીને રૂ. 120.41 કરોડ એકત્રિત કરવા જઈ રહી છે. IPOનો પ્રાઇસ બેન્ડ રૂ.168 થી રૂ.174 પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. IPO માટેનું સબ્સ્ક્રિપ્શન 7 જાન્યુઆરી 2026થી શરૂ થશે. 9મી જાન્યુઆરી 2026ના રોજ સબસ્ક્રિપ્શન લેવાનું બંધ થશે. પબ્લિક ઇશ્યૂમાં ઓછામાં ઓછી અરજી 1,600 શેર (800ના ગુણાંકમાં) કરવાની રહેશે. IPO બાદ શેરો BSE SME પર લિસ્ટ થશે. આ ઇશ્યૂ પોસ્ટ-IPO ઇક્વિટી કેપિટલના 30.51 ટકા બરાબર છે.

પબ્લિક ઇશ્યૂના માધ્યમથી કંપનીને થનારી આવકના નાણાંમાંથી રૂ. 36 કરોડ વર્કિંગ કેપિટલ માટે ઉપયોગમાં લેવામાં આવશે. રૂ. 11.93 કરોડ વધારાની ઉત્પાદન ક્ષમતા (દિવસે 4 ટન) ઊભી કરવા માટે વાપરવામાં આવશે. બાકી બચતા રૂ. 48 કરોડ સહાયક કંપની Yashodha Linen Yarn Ltd.માં નવા પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારબાદ બચનારી રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે. IPOનો એકમાત્ર લીડ મેનેજર Horizon Management Pvt. Ltd. છે, જ્યારે MAS Services Ltd. રજિસ્ટ્રાર છે. Giriraj Stock Broking Pvt. Ltd. માર્કેટ મેકર છે.

YFLની નાણાકીય કામગીરી-Financial Performance

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં કંપનીની કામગીરી નીચે મુજબ રહી છે:
• FY2022-23: આવક રૂ.61.84 કરોડ | નફો રૂ.3.55 કરોડ
• FY2023024: આવક રૂ.84.85 કરોડ | નફો રૂ.4.27 કરોડ
•      FY2024-25: આવક રૂ. 141.99 કરોડ |                        નફો       રૂ.11.68 કરોડ

FY26ના પ્રથમ 8 મહિનામાં એટલે કે 30મી નવેમ્બર 2025 સુધીમાં જ કંપનીએ રૂ. 69.99 કરોડની આવક પર રૂ. 7.12 કરોડનો નફો કર્યો છે. જોકે IPOનો P/E રેશિયો 36.94 જેટલો ઊંચો હોવાથી ઇશ્યૂ મોંઘો ગણાય છે. યજુર્ફાઇબર્સ લિમિટેડ બાસ્ટ ફાઈબર કોટનાઇઝિંગ ક્ષેત્રમાં અગ્રણી અને વૈશ્વિક સ્તરે માન્યતા ધરાવતા સપ્લાયર તરીકે જાણીતી છે. જો કે, ઊંચી વેલ્યુએશનને કારણે IPO ટૂંકા ગાળે જોખમી લાગી શકે છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જાણકાર રોકાણકારો IPOમાં રોકાણ કરવાનું વિચારી શકે છે, એમ નિષ્ણાતોનું માનવું છે.

યજુર્ફાઇબર્સ IPO વિગતો

યજુફાઈબર્સનો આ બુક બિલ્ડિંગ IPO છે. તેના માધ્યમથી રૂ. 120.41 કરોડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આઈપીઓ પૂરો થયા પછી BSE SME પર લિસ્ટિંગ કરાવવામાં આવશે. આ IPO સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ છે, જેમાં 0.69 કરોડ શેરો જારી કરવામાં આવશે.

યજુર્ફાઇબર્સ IPO માટે સબ્સ્ક્રિપ્શન 7 જાન્યુઆરી, 2026થી શરૂ થશે અને 9 જાન્યુઆરી, 2026ના રોજ બંધ થશે. IPOનું એલોટમેન્ટ 12 જાન્યુઆરી, 2026ના રોજ થવાની શક્યતા છે. કંપનીના શેરો 14 જાન્યુઆરી, 2026ના રોજ BSE SME પર લિસ્ટ થવાની સંભાવના છે.

ઓફર કરવામાં આવનારા શેર્સના ભાવ અને લોટ સાઈઝ

IPO માટે પ્રતિ શેર રૂ.168 થી રૂ. 174નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. એક લોટમાં 800 શેર રહેશે. રિટેલ રોકાણકાર માટે ન્યૂનતમ રોકાણ: 1,600 શેર એટલે કે બે લૉટમાં અરજી કરવાની આવશે. તેને માટે રૂ. 2,78,400નું રોકાણ કરવું પડશે. હાઈનેટવર્થ ઇન્ડિવિડ્યૂઅલ- HNI માટે ન્યૂનતમ રોકાણ: 3 લૉટ એટલે કે 2,400 શેર્સની અરજી કરવી ફરજિયાત છે. તેમણે અરજી કરવા માટે રૂ. 4,17,600 ઇન્વેસ્ટ કરવા પડશે. આ આઈપીઓના મેનેજમેન્ટ અને રજિસ્ટ્રારની વાત કરીએ તો બુક રનિંગ લીડ મેનેજર: Horizon Management Pvt. Ltd. છે. રજિસ્ટ્રાર: MAS Services Ltd. અને માર્કેટ મેકર: Giriraj Stock Broking Pvt. Ltd. છે.

યજુફાઈબર્સના IPOની મુખ્ય વિગતો

કંપનીના દરેક શેરની ફેસ વેલ્યુ-મૂળ કિંમત રૂ.10ની છે. આઈપીઓના માધ્યમથી કંપની 69,20,000 શેર ઓફર કરવાની છે. કંપનીના IPO પહેલા તેનું બજારમૂડીકરણ-માર્કેટ કેપ રૂ. 394.68 કરોડ છે. બુક બિલ્ડિંગના પબ્લિક ઇશ્યૂમાં કંપની તદ્દન નવા શેર્સ જ ઓફર કરવાની છે. કંપનીના શેર્સનું લિસ્ટિંગ BSE SME પર કરવામાં આવશે. કંપનીએ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર-QIB માટે 65,600 શેર્સ એટલે કે 0.95 ટકા શેર્સ અનામત રાખ્યા છે. તેમ જNII / HNIને કુલ મળીને 19,52,000 શેર્સ એટલે કે 28.21 ટકા શેર્સ ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમ જ છૂટક રોકાણકારોને-RII 45,56,000 શેર એટલે કે 65.84 ટકા શેર્સ ઓફર કરવાનો નિર્ણય કર્યો છે. માર્કેટ મેકર માટે 3,46,400 શેર એટલે કે 5.01 ટકા શેર અનામત રાખવામાં આવ્યા છે.

1980માં સ્થાપિત યજુર્ફાઇબર્સ લિમિટેડ ફ્લેક્સ, જુટ અને હેમ્પ જેવા બાસ્ટ ફાઈબરના પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગના વ્યવસાયમાં કાર્યરત છે. કંપની લાંબા અને કઠિન બાસ્ટ ફાઈબરને કોટન જેવા નરમ ફાઈબરમાં રૂપાંતરિત કરે છે, જે કોટન અને માનવસર્જિત ફાઈબર સાથે સરળતાથી મિશ્રિત થઈ શકે છે. કંપની પાસે દર મહિને 300 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન ક્ષમતા છે અને તે દેશ-વિદેશની અગ્રણી સ્પિનિંગ અને વણાટ મિલ્સની પસંદગીની સપ્લાયર છે. કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના જગન્નાથપુરમાં ફુલેશ્વર ખાતે આવેલું છે. કુલ 19 એકર વિસ્તારમાં આ એકમ ફેલાયેલું છે અને ગંગા નદીના કિનારે આવેલું છે.

પ્રોડક્ટ પોર્ટફોલિયો

કંપની ફ્લેક્સ યાર્ન, જુટ યાર્ન, કોટનાઇઝ્ડ ફ્લેક્સ ફાઈબર, કોટનાઇઝ્ડ જુટ ફાઈબર, કોટનાઇઝ્ડ હેમ્પ ફાઈબર બનાવે છે. યજુફાઈબર્સ લિમિટેડ પ્રીમિયમ ક્વોલિટીનું કોટનાઈઝ બાસ્ટ ફાઈબર પૂરું પાડે છે અને તેનું મિશ્રણ કપાસના ફાઈબર અને મેનમેડ ફાઈબર સાથે કરી શકાય છે. તેથી તેની ઉત્પાદન કિંમત ખાસ્સી ઘટી જાય છે. કંપનીના ઉત્પાદનોનો દેશની ટોચની સ્પિનિંગ અને વિવિંગ મિલ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેક્સટાઈલમાં આ એક અલગ જ સેગમેન્ટ છે. કંપનીએ વિકસાવેલી સ્પેશિયલાઈઝ કેટગરી છે. તુર્કસ્તાનમાં, ઇન્ડોનેશિયા, નેપાળ અને બાંગલાદેશમાં પણ કંપનીના ઉત્પાદનોની બહોળી ડિમાન્ડ છે. આમ એક કરતાં વધુ દેશોમાં યર્જુફેબ્રિક્સના પ્રોક્ટ્સની ડિમાન્ડ છે. YFL પાસે અત્યારે મોજૂદ સ્પિનિંગ સિસ્ટમમાં 55 ટકા ફાઈબરનું કોટન અને મેનમેડ ફાઈબર સાથે બહુ જ ઝડપથી મિશ્રણ કરી શકે છે. તેનો દેખાવ 100 ટકા લિનન ફેબ્રિક્સ જેવો જ છે. જોકે લિનન કરતાં તેનો ઉત્પાદન ખર્ચ 25 ટકા ઓછા છે. આમ યર્જુફેબ્રિકસ લિમિટેડના ઉત્પાદનો વેલ્યુએડડ ફાઈબર ગણાય છે. પરિણામે ભવિષ્યમાં તેની ડિમાન્ડ ખાસ્સી વધી જવાની સંભાવના છે. પરિણામે કંપનીના કામકાજમાં વધારો થશે અને કંપનીની આવકમાં પણ વૃદ્ધિ થશે.

નાણાકીય કામગીરી (રૂ. કરોડમાં)

30 નવેમ્બર 2025ની સ્થિતિએ કંપનીની નેટ વર્થ રૂ. 49.44 કરોડની હતી. તેમ જ કુલ આવક રૂ.69.99 કરોડની થઈ હતી. કંપનીનો વેરા પછીનો નફો રૂ. 7.12 કરોડનો થયો હતો. એબેટા-EBITDA રૂ.12.31 કરોડનો થયો છે. કંપનીના પ્રમોટર્સમાં આશિષ કાંકારિયા, શ્રુતિ એ. કંકારિયા, Ambica Capital Markets Ltd. અને Gold View Financial Services Ltd.નો સમાવેશ થાય છે.

કંપનીની આવક વધી છે અને હજીય વધશે

છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની આવક અને નફામાં વધારો જોવા મળ્યો છે. ત્રીજી જાન્યુઆરી 2026ના આઈપીઓના ઉપલબ્ધ ડેટા પ્રમાણે કંપનીની આવક 2023-24માં રૂ. 84.85થી વધીને 2024-25માં રૂ. 141.99 કરોડ થઈ છે. તેમાં 67 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ જ ગાળામાં કંપનીનો નફો રૂ. 4.27 કરોડથી 171 ટકા વધીને રૂ. 11.68 કરોડ થયો છે. આમ કંપનીના ઉત્પાદનોનુંમ વેચાણ વધી રહ્યું છે. પબ્લિક ઇશ્યુના નાણાંમાંથી નવી અત્યાધુનિક મશીનરી બેસાડવાને પરિણામે કંપનીના ઉત્પાદનમાં વધારો થશે. તેમ જ તેના ફિનિશ્ડ પ્રોડક્ટ્સનું વેચાણ વધશે. કંપનીના જ્યુટ અને ફ્લેક્સ પ્રોડક્ટ્સના વેચાણમાં ખાસ્સો ઊછાળો આવવાની સંભાવના છે. તેને માટે કસ્ટમર્સ વધુ પૈસા ચૂકવવા પણ તૈયાર થઈ જશે.

 

યર્જુફેબ્રિક્સ લિમિટેડના આઈપીઓની મર્યાદાની વાત કરવામાં આવે તો કંપનીના ટોચના દસ કસ્ટમર્સ પાસેથી જ કંપનીને કુલ આવકમાંથી 81.97 ટકા આવક થવાની છે. કંપનીના પ્રોડક્ટ્સની ડિમાન્ડ તો છે. પરંતુ તેના લેવાલ ટોચના દસ કસ્ટમર્સ જ છે. આમ તેનો નાનો કસ્ટમર્સ બેઝ ક્યારેક તકલીફ લાવી શકે છે. છતાં YFLના પ્રોડક્ટની દેશ અને વિદેશમાં ડિમાન્ડ ઊભી થઈ ગયેલી જ છે. સ્પિનિંગ મિલ જ તેના લેવાલ છે. તેનું ફલક વિસ્તરી શકે છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપનીની આવક વધી જ રહી છે. તેની ડિમાન્ડ પણ વધવાની શક્યતા રહેલી છે. તેથી આઈપીઓના નાણાંથી કંપની વાસ્તવિક કોમર્શિયલ વિસ્તરણ કરી શકશે. કંપનીના પ્રોડક્ટ્સ બરાબર વેચાઈ રહ્યા હોવાથી તેના નફામાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે. આમ યર્જુફાઈબર્સ લિમિટેડના પ્રોડક્ટ્સનું માર્કેટ વધી રહ્યુ હોવાના નિર્દેશ મળીરહ્યા છે. તેથી તેના કામકાજ અને નફામાં વધારો થશે. યર્જુફેબ્રિક્સ લિમિટેડના ભાવિ વિકાસના આ નિર્દેશને રોકાણકારો સમજી શકે છે. જોકે ભવિષ્યમાં કંપની સારો નફો કરશે જ કરશે તેવું છાતી ઠોકીને કહી શકાય નહિ. કામકાજ અને નફો વધવાની એક સંભાવના જ છે.

 

Read Previous

15થી 20 વર્ષ જૂની આવકવેરાની ડિમાન્ડ કાઢી કરદાતાઓને ઓનલાઈન નોટિસ મોકલાતા ફફડાટ

Read Next

નેશનલ પેન્શન સ્કીમમાં વારસદારોને રકમ પરત અપાવવાનો વિકલ્પ સૌથી વધુ પસંદ કરતાં રોકાણકારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular