• 9 October, 2025 - 11:35 AM

બ્રિટન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગને હવે કેટલો ફાયદો થશે?

  • ગુજરાતમાં સુરત અને અમદાવાદના ટેક્સટાઈલ મેન્યુફેક્ચરર્સને તગડો લાભ મળવાની સંભાવના

     

  • બ્રિટનમાં ટેક્સટાઈલની નિકાસમાં ભારત હવે ચીન, વિયેટનામ અને બાંગલાદેશ સામે પડકાર ઊભો કરશે

 

ભારતમાંથી બ્રિટનમાં એક્સપોર્ટ થતી ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી પેટે લેવામાં આવતા 8થી 12 ટકા હવેથી લેવામાં આવશે નહિ. પરિણામે ભારતના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સને બ્રિટનના બજારમાં વધુ સરળતાથી પ્રવેશ મળશે, ચીન, વિયેટનામ અને બાંગલાદેશમાંથી બ્રિટનમાં એક્સપોર્ટ કરવામાં આવતા ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ સાથે ભારતના પ્રોડક્ટ્સ વધુ મજબૂતાઈથી સ્પર્ધા કરી શકશે.

 
ree

 
રાજીવ મહેતા, ચીફ મેન્ટોર, ક્લોધિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયા

રાજીવ મહેતા, ચીફ મેન્ટોર, ક્લોધિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયા

બ્રિટન સાથેના ભારતના એપરલ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતાં ક્લોધિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ચીફ મેન્ટોર રાહુલ મહેતાનું કહેવું છે કે ભારતમાંથી બ્રિટનમાં ગારમેન્ટની નિકાસ અંદાજે 125 કરોડ ડૉલરની છે. ટેક્સટાઈલની નિકાસ 35 કરોડ ડૉલરની છે. તેમ જ મેડઅપ્સની નિકાસ અંદાજે 20 કરોડ ડૉલરની છે. કુલ નિકાસ અંદાજે 180 કરોડ ડૉલરની છે. આગામી બેથી ત્રણ જ વર્ષમાં આ નિકાસ બમણી થઈ જવાની સંભાવના છે. બ્રિટન સાથેના કરારને પરિણામે નિકાસ માટે મોટામાં મોટી તક ઊભી થઈ છે. જોકે ભારતમાં પણ બ્રિટનના પ્રોડક્ટ્સની આયાત વધશે. તેથી સ્થાનિક ઉત્પાદકોએ તેમની સાથે સ્પર્ધા કરવા માટે પોતાના ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો લાવવો પડશે. તેથી ભારતના ગ્રાહકોને સારી ગુણવત્તાના પ્રોડક્ટ્સ મળતા થશે. શૂન્ય ટકા આયાત ડ્યૂટીની વ્યવસ્થા 2026થી અમલમાં આવશે. આમ આયાતી માલ ખરીદનાર અને નિકાસ કરનારાઓને તૈયારી કરવાનો સમય મળ્યો છે

ભારતની નિકાસમાં વધારો થશે. બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો તે પહેલા ભારતમાંથી નિકાસ કરવામાં આવતા ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ પર 8 ટકાથી માંડીને 12 ટકા જેટલી આયાત ડ્યૂટી લગાડવામાં આવતી હતી. બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે છ મે 2025ના દિને સૈદ્ધાંતિક સમજૂતી થયા પછી 24મી જુલાઈ 2025ના ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે.

 

2024ની જાન્યુઆરીથી ડિસેમ્બરના ગાળામાં ભારતમાંથી બ્રિટનમાં 140 કરોડ ડૉલરના મૂલ્યની ટેક્સટાઈલ પ્રોડક્ટ્સની નિકાસ થઈ ગતી. બ્રિટનમાં ટેક્સટાઈલની કરવામાં આવતી કુલ આયાતના છથી આઠ ટકા આયાત ભારતમાંથી થાય છે. તેમાં એપરલ અને હોમટેક્સટાઈલનો પણ સમાવેશ થાય છે. બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો હોવાથી આગામી પાંચથી છ વર્ષમાં ભારતમાંથી બ્રિટનમાં થતી ટેક્સટાઈલની નિકાસ બમણી થઈને 280 કરોડ  ડૉલરની સપાટીને વળોટી જવાની ધારાણા આઈસીઆરએ દ્વારા મૂકવામાં આવી છે. આ ગાળામાં ભારતની ટેક્સટાઈલના નિકાસને સરેરાશ વિકાદર 13 ટકાની આસપાસનો રહેવાની ધારણા છે.

 

ભારતમાંથી ટેક્સટાઈલ પ્રોડક્ટસની થતી કુલ નિકાસમાં સુરત અને અમદાવાદનો ફાળો અંદાજે 12 ટકાનો છે. ટેક્સટાઈલ ઉપરાંત ટેક્સટાઈલ ઉદ્યોગમાં વપરાતા કેમિકલના ઉત્પાદકોને પણ ખાસ્સો ફાયદો થવાની ધારણા છે.

 

સુરતના ટેકનિકલ ટેક્સટાઈલના નિકાસકારોને પણ તેનાથી મોટો ફાયદો થશે. અત્યારે સિન્થેટિક ફેબ્રિક્સની ભારતમાંથી કરવામાં આવતી આયાત પર 8થી 12 ટકા ડ્યૂટી લગાડવામાં આવે છે. તેમાંય ટેકનિકલ ટેક્સટાઈલના કેન્દ્ર ગણાતા સુરતને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી તગડો ફાયદો થશે. ટેકનિકલ ટેક્સટાઈલમાંથી પ્રોડક્ટ્સ બનાવનારાઓ આ કરારનો મહત્તમ ફાયદો ઊઠાવી શકશે. . એથનિક વેર્સના નિકાસની પણ સારી તક નિર્માણ થઈ છે.

 

કપાસ એટલે કે કોટનમાંથી બનાવવામાં આવતા રેડીમેડ ગારમેન્ટની નિકાસ 80 કરોડ ડૉલરથી વધીને 200 કરોડ ડૉલરને આંબી જશે.તેમાંય ખાસ કરીને નિટવેર અને એથ્લેસ્યૂર વેરના સેગમેન્ટને ખાસ્સો લાભ મળશે. કોટન ટીશર્ટ, ડેનિમ, નિટવેર પર અત્યારે 8થી 12 ટકા આયાત ડ્યૂટી લેવામાં આવે છે. આ ડ્યૂટી ખેંચાઈ જતાં ભારતના પ્રોડક્ટ્સ બ્રિટનના બજારમાં વિશિષ્ટ સ્પર્ધાત્મકતા ધરાવતા પ્રોડક્ટ્સની કેટેગરીમાં આવી જશે.

 

મેડએપ્સ એટલે કે પડદાં, સોફાના કપડા, બારીના પડતાં, ચાદર, બેડશીટ્સ સહિતની વસ્તુઓ પર એફટીએ થયો તે પહેલા 10 ટકા આયાત ડ્યૂટી લગાડવામાં આવતી હતી. હવે આ પ્રોડક્ટ્સ પર કોઈ જ ડ્યૂટી લાગશે નહિ. તેને સીધો ફાયદો અમદાવાદના ઉત્પાદકોને થશે. ગુજરાતમાંથી બ્રિટનમાં મેડઅપ્સની નિકાસ કુલ નિકાસના 6થી 8 ટકા જેટલી છે. 2027 સુધીમાં મેડઅપ્સનો હિસ્સો કુલ નિકાસમાં વધીને 11થી 12 ટકાને વળોટી જવાની ધારણા છે.  ગુજરાત એકલાની જ વાત કરવામાં આવે તો 2029-30ના વર્ષ સુધીમાં ગુજરાતમાંથી બ્રિટનમાં કુલ નિકાસ 35 કરોડથી 40 કરોડ  ડૉલરની થઈ જશે. તેમાંથી મોટો હિસ્સો ટેકનિકલ ટેક્સટાઈલ અને રેડીમેડ ગારમેન્ટ અને મેડઅપ્સના હિસ્સામાં જવાની ધારણા છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે અચ્છે દિન આવશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

 

ક્ષેત્ર                      2024માં નિકાસ          5-6 વર્ષમાં વધનારી    ગુજરાતમાંથી નિકાસ

 
 

ટેક્સટાઈલ-એપરલ 140 કરોડ ડૉલર  280 કરોડ ડૉલર  35થી 40 કરોડ ડૉલર

 
 

તૈયાર કપડાં             80થી કરોડ ડૉલર       200 કરોડ ડૉલર  ખાસ્સો વધારો થશે

Read Previous

રાલીઝ ઇન્ડિયાઃ દેવા મુક્ત કંપની સારા બિઝનેસ થકી તગડું રિટર્ન અપાવી શકે

Read Next

જીએસટી એક્ટની કલમ 50માં બજેટના માધ્યમથી સુધારો કરીને વેપારીઓને ફાયદો કરાવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular