• 9 October, 2025 - 3:28 AM

રૂ. 50 લાખથી વધુના પ્રોપર્ટીના દસ્તાવેજ કે જંત્રીની રકમ પ્રમાણે કરકપાત થશે

બેમાંથી જે વધુ રકમ હશે તેના પર 1 ટકા લેખે કરકપાત થશે
 
ree

બજેટમાં ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 194 (IA)માં સુધારો જાહેર કરવામાં આવ્યો છે. ભારતના કોઈપણ કરદાતા બિનખેતીલાયક સ્થાવર મિલકત વેચશે તો સ્ટેમ્પ ડ્યુટી માટેના દસ્તાવેજ કે જંત્રી બેમાંથી જેની રકમ વધુ હશે તેના પર 1 ટકા લેખે કરકપાત થશે. આ નિર્ણય સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજની રકમમાં સુસંગતતા લાવવા માટે કરવામાં આવ્યો છે. આ જોગવાઈ 1 એપ્રિલ 2022થી લાગુ પાડવામાં આવશે.

 
 
ree

જંત્રી કે દસ્તાવેજની કિંમત રૂ. 50 લાખથી ઓછી હશે તેવા સંજોગોમાં કરકપાત થશે નહિ. એડવોકેટ મૃદાંગ વકીલ જણાવે છે, “કાયદાકીય જોગવાઈ મુજબ જો રૂ. 40 કે 45 લાખનો દસ્તાવેજ થાય તો કરકપાત થશે નહિ. પરંતુ જો જંત્રી મુજબ પ્રોપર્ટીનું એસેસમેન્ટ રૂ. 60 લાખ થતું હશે તો ખરીદનારના માથે 1 ટકા લેખે કરકપાતની જવાબદારી ઊભી થશે. તેમણે આ રકમ પર વ્યાજ અને પેનલ્ટી પણ ભરવી પડી શકે છે. જો વેચનાર પેમેન્ટ ન કરે તો આ જવાબદારી ખરીદનારના માથે આવશે.”

 

ઉલ્લેખનીય છે કે કલમ 194 (IA)માં બિનખેતીલાયક સ્થાવર મિલકતની રકમ રૂ. 50 લાખથી વધુ હોય તો ખરીદનારે વેચનાર પાર્ટી પાસેથી 1 ટકા ટીડીએસ કપાત કરવાનો રહે છે. આ રકમ મિલકતની અવેજની રકમમાંથી કાપવામાં આવે છે. હાલમાં સ્ટેમ્પ ડ્યુટીની કિંમત વધારે હોય તો પણ અવેજની રકમ પર જ ટીડીએસ કપાય છે. હવે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 43 સી-એ અને 50 સી મુજબ સ્ટેમ્પ ડ્યુટીની કિંમત મુજબ જ આવકની ગણતરી કરવામાં આવશે.

Read Previous

મેટ્રોપોલીસ હેલ્થ કેરમાં રોકાણ કરીને લાભ લણી શકશો

Read Next

આજે NIFTY FUTUREમાં શું થઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular