• 9 October, 2025 - 5:52 AM

સોડા એશની મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઈસ 31 ડિસે. સુધી યથાવત

  • સોડા એસના સ્થાનિક ઉત્પાદકોની સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે નિર્ણય લેવાયો

image by freepik

image by freepik

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ-ડીજીએફટીએ સોડા ઍશ એટલે કે ડાયસોડિયમ કાર્બોનેટની આયાત પર અગાઉ લાગુ કરવામાં આવેલા મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇઝ (MIP)ની સમયમર્યાદા ડિસેમ્બર 2025 સુધી માટે લંબાવી દીધી છે. સ્થાનિક ઉદ્યોગની સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા માટે સરકારે સોડા એશની મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઈસ વધુ છ માસ માટે વધારેલી રાખવાનો નિર્ણય કર્યો છે. વિદેશી કંપનીઓ ભારતમાં ઉત્પાદન ખર્ચ કરતાંય નીચા ભાવે તેનું ડમ્પિંગ ભારતમાં કરી રહી હોવાથી પણ પ્રસ્તુત પગલું લેવામાં આવ્યું છે.

 

ITC (HS) 2022 શેડ્યુલ-I ના ચેપ્ટર 28 હેઠળ સોડા ઍશના ન્યૂનતમ આયાત ભાવ મેટ્રીક ટન દીઠ રૂ. 20,108 પહેલી જુલાઈ 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આયાતના ઉપરોક્ત દર HS કોડ: 28362010, 28362020 અને 28362090 હેઠળ આવતા ઉત્પાદનોને લાગુ પડે છે.

 

સોડા ઍશનો ઉપયોગ વિશેષરૂપે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં થાય છે. , જેમાં તે pH રેગ્યુલેશન માટે અને વિવિધ ઇફર્વેસન્ટ પ્રોડક્ટ્સમાં એક્સિપીએન્ટ તરીકે વપરાય છે. એક્સપિયન્ટ ઘટક દવાના અન્ય ઘટકો સાથે કોઈ જ પ્રકારનું રિએક્શન કરતાં નથી. માત્ર તેના પીએચને નિયંત્રિત કરે છે.

 

આ નિર્ણય વિદેશ વેપાર (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1992ની કલમ 3 અને 5 અને વિદેશ વેપાર નીતિ 2023ના પેરા 1.02 અને 2.01 હેઠળ લેવાયો છે. હાલના નિર્ણય અગાઉ પણ સરકાર દ્વારા નોટિફિકેશન નં. 46/2024-25 તારીખ 30 ડિસેમ્બર 2024ના આધારે આ પ્રકારની રક્ષણાત્મક નીતિ અમલમાં મુકવામાં આવી હતી. હવે તેને વધુ છ મહિનાઓ માટે લંબાવવામાં આવી છે.

 

ભારતીય ઉત્પાદકો દ્વારા અનેક વખત સસ્તી આયાત અને ખાસ કરીને ઉત્પાદન ક્ષમતા ધરાવતાં વિદેશી દેશો દ્વારા ડમ્પિંગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. MIP લંબાવવાથી સ્થાનિક ઉત્પાદકોને ભાવ સ્થિરતા અને સ્પર્ધાત્મક મંચ મળવાની આશા છે.

 

સરકારના આ પગલાંથી સ્થાનિક ઉત્પાદકોને રાહત મળશે, વાજબી વેપાર કરવાની તક મળશે. માર્કેટમાં અનિચ્છનિય બદલાવ લાવતી નીતિઓ સામે સ્થાનિક ઉદ્યોગોને યોગ્ય સંરક્ષણ મળશે. તેમ જ ઉદ્યોગ માટે પૂરતી માત્રામાં સોડા ઍશ ઉપલબ્ધ રહે તે પણ સુનિશ્ચિત રહેશે.

Read Previous

Cadila Pharmaceuticalsએ હડકવાની ત્રણ ડોઝવાળી રસી બજારમાં મૂકી

Read Next

રશિયા-યુક્રેન યુદ્ધઃ ક્રૂડની વધતી કિંમતને કારણે ઉદ્યોગો ટેન્શનમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular