• 1 November, 2026 - 9:45 AM

૮માં પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના પેન્શનરોના પેન્શનમાં ફેરફાર થવાની સંભાવનાઓ 

૮માં પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના પેન્શનરોના પેન્શનમાં ફેરફાર થવાની સંભાવનાઓ 

કેન્દ્ર સરકાર દ્વારા આ જ સપ્તાહે મોંઘવારી ભથ્થામાં તથા તેને લગતી કેટલીક રાહતો આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વધારાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ૪૮ લાખ ચાલુ કર્મચારીઓ અને ૬૮ લાખ પેન્શનરો મળીને કુલ ૧.૧૬ કરોડ લાભાર્થીઓને સીધો આર્થિક ફાયદો થશે.

કેન્દ્ર સરકાર પાસે વર્તમાન કાર્યરત કર્મચારીઓ કરતાં લગભગ ૪૦ ટકા વધુ પેન્શનરો છે. તેમાંના મોટાભાગના પેન્શનરો જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવી રહ્યા છે. આથી, જ્યારે પણ સરકાર ૮મા પગાર પંચના અહેવાલમાં ફિટમેન્ટ ફેક્ટરની સત્તાવાર જાહેરાત કરશે, ત્યારે દેશના ૬૮ લાખ પેન્શનરોના બેઝિક પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળશે.

૮માં પગાર પંચ સમક્ષ મુખ્ય માંગણીઓ 

કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર એસોસિએશનો દ્વારા ૮મા પગાર પંચને સોંપવામાં આવેલા આવેદનપત્રોમાં મુખ્યત્વે ત્રણ ગંભીર માંગણીઓ રજૂ કરવામાં આવી છે:

છેલ્લા પગારના ૬૭ ટકા પેન્શન: હાલમાં છેલ્લા મેળવેલા બેઝિક પગારના ૫૦ ટકા પેન્શન મળે છે, જેને વધારીને ૬૭ ટકા કરવાની માંગ છે.

ફેમિલી પેન્શન ૫૦% કરવું: હાલમાં ફેમિલી પેન્શન ૩૦ ટકા મળે છે, તેને વધારીને ૫૦ ટકા કરવાની માંગ છે.

 વન રેન્ક વન પેન્શન: સંરક્ષણ દળોની તર્જ પર તમામ સિવિલિયન પેન્શનરો માટે OROP ની નીતિ લાગુ કરવી.

વિવિધ સંસ્થાઓની ભલામણો

  • નેશનલ કાઉન્સિલ ઓફ ધ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી-NC-JCM: પેન્શન છેલ્લા પગારના ૬૭ ટકા અને ફેમિલી પેન્શન ૫૦ ટકા કરી આપવું જોઈએ. 

  • ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન-AIDEF: પેન્શન ૬૭ ટકા અને ફેમિલી પેન્શન ૫૦ ટકા કરી આપો. 

  • ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન-FNPO: વિભાગીય બજેટથી અલગ કરી કન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયા હેઠળ કેન્દ્રીયકરણ કરવું જોઈએ.

  • ઓલ ઇન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોયીઝ ફેડરેશન-AINPSEF: સિવિલિયન કર્મચારીઓ માટે વન રેન્ક વન પેન્શન (OROP) કરો.

  • ઇન્ડિયન રેલવે સુપરવાઈઝર્સ એસોસિયેશન-IRTSA: તમામ યોજનાઓ હેઠળ નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઈટી તેમજ વન રેન્ક વન પેન્શનની વ્યવસ્થા લાગુ કરો. 

  • ભારત પેન્શનર્સ સમાજ-BPS: લઘુત્તમ પેન્શન રૂ. ૪૫,૦૦૦ કરવું, પેન્શન ૬૭ ટકા અને ફેમિલી પેન્શન ૫૦  ટકા કરવું.

ફિટમેન્ટ ફેક્ટર (૨.૦, ૨.૨૫ અને ૨.૫૭) મુજબ રૂ.૨૫,૦૦૦ થી ₹૭૫,૦૦૦ ના મૂળ પેન્શનમાં સંભવિત ફેરફાર

જ્યારે ૮મું પગાર પંચ લાગુ થશે ત્યારે અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઝિક પેન્શનમાં નીચે મુજબનો વધારો થઈ શકે છે:

૨.૦ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor 2.0) હેઠળ સંભવિત પેન્શન

  • રૂ. ૨૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૫૦,૦૦૦ થશે.

  • રૂ. ૩૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૬૦,૦૦૦ થશે.

  • રૂ. ૩૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૭૦,૦૦૦ થશે.

  • રૂ. ૪૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૮૦,૦૦૦ થશે.

  • રૂ. ૪૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૯૦,૦૦૦ થશે.

  • રૂ. ૫૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૦૦,૦૦૦ થશે.

  • રૂ. ૫૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૧૦,૦૦૦ થશે.

  • રૂ. ૬૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૨૦,૦૦૦ થશે.

  • રૂ. ૬૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૩૦,૦૦૦ થશે.

  • રૂ. ૭૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૪૦,૦૦૦ થશે.

  • રૂ. ૭૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૫૦,૦૦૦ થશે.

૨.૨૫ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor 2.25) હેઠળ સંભવિત પેન્શન

  • રૂ. ૨૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૫૬,૨૫૦ થશે.

  • રૂ. ૩૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૬૭,૫૦૦ થશે.

  • રૂ. ૩૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૭૮,૭૫૦ થશે.

  • રૂ. ૪૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૯૦,૦૦૦ થશે.

  • રૂ. ૪૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૦૧,૨૫૦ થશે.

  • રૂ. ૫૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૧૨,૫૦૦ થશે.

  • રૂ. ૫૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૨૩,૭૫૦ થશે.

  • રૂ. ૬૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને ₹૧,૩૫,૦૦૦ થશે.

  • રૂ. ૬૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૪૬,૨૫૦ થશે.

  • રૂ. ૭૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૫૭,૫૦૦ થશે.

  • રૂ. ૭૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૬૮,૭૫૦ થશે.

૨.૫૭ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor 2.57) હેઠળ સંભવિત પેન્શન

  • રૂ. ૨૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૬૪,૨૫૦ થશે.

  • રૂ. ૩૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૭૭,૧૦૦ થશે.

  • રૂ. ૩૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૮૯,૯૫૦ થશે.

  • રૂ. ૪૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૦૨,૮૦૦ થશે.

  • રૂ. ૪૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૧૫,૬૫૦ થશે.

  • રૂ. ૫૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૨૮,૫૦૦ થશે.

  • રૂ. ૫૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૪૧,૩૫૦ થશે.

  • રૂ. ૬૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૫૪,૨૦૦ થશે.

  • રૂ. ૬૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૬૭,૦૫૦ થશે.

  • રૂ. ૭૦,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૭૯,૯૦૦ થશે.

  • રૂ. ૭૫,૦૦૦ નું બેઝિક પેન્શન વધીને રૂ. ૧,૯૨,૭૫૦ થઈ જશે. 

Read Previous

સાદા રમકડાં પર 5 ટકા અને ઇલેક્ટ્રોનિક્સથી ચાલતા રમકડાં પર 18 ટકા જીએસટી લાગશે

Read Next

ગુજરાતમાં નવેમ્બર માસમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની હવામાન ખાાતની આગાહી

Most Popular