• 30 October, 2026 - 10:51 AM

આજે શેરબજારમાં શુ કરશો?

આજે મેક્સ હેલ્થકેર ઈન્સ્ટિટ્યૂટમાં લેણ કરી શકાય
આજે મેક્સ હેલ્થકેર ઈન્સ્ટિટ્યૂટમાં લેણ કરી શકાય છે. તેનો વર્તમાન બજાર ભાવ રૂ. ૧,૦૩૭.૨૦ છે. ટ્રેડર્સ અત્યારે રૂ. ૧,૦૩૭ પર ખરીદી શકે છે અને જો ભાવ ઘટીને રૂ. ૧,૦૧૦ થાય તો વધુ લેણ કરી સરેરાશ ખરીદ કિંમત નીચે લાવી શકે છે. મેક્સ હેલ્થકેરમાં લેણ કરનારાઓ આરંભમાં સ્ટોપ-લોસ રૂ. ૯૬૦ પર રાખી શકે છે. 
જુલાઈના પ્રારંભથી મેક્સ હેલ્થકેર ઈન્સ્ટિટ્યૂટના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ ઓગસ્ટના મધ્ય સુધીમાં રૂ. ૯૮૦ પર સપોર્ટ મળ્યા બાદ આ ઘટાડો અટકી ગયો છે. છેલ્લા એક મહિના દરમિયાન, સ્ટોક આ સ્તરની ઉપર રહ્યો છે અને એક સારો બેઝ (આધાર) બનાવ્યો છે. આ સપોર્ટના આધારે જ ગયા અઠવાડિયે તેમાં તેજી આવી હતી. શેરના ભાવે રૂ.૧,૦૩૦ના રજિસ્ટન્સ લેવલને તોડી નાખ્યું છે. આ દર્શાવે છે કે અસ્થાયી પ્રાઇસ કરેક્શન પછી સ્ટોક ફરીથી અપટ્રેન્ડ-તેજી તરફ વધી રહ્યો છે. હવેથી એક વર્ષની અંદર સ્ટોકના ભાવ વધીને રૂ. ૧,૨૦૦ સુધી પહોંચશે.
આ સ્થિતિમાં ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ અત્યારે રૂ. ૧,૦૩૭ પર ખરીદી કરી શકે છે. કિંમત ઘટીને રૂ. ૧,૦૧૦ થાય તો વધુ સ્ટોક એકઠા કરી શકે છે. શરૂઆતી સ્ટોપ-લોસ રૂ. ૯૬૦ પર રાખી શકાય છે. શેરનો ભાવ રૂ. ૧,૧૨૦ને સ્પર્શે ત્યારે સ્ટોપ-લોસ વધારીને રૂ. ૧,૦૬૦ કરી દેવું હિતાવહ છે. તેમ જ રૂ. ૧,૧૬૦ની ભાવ સપાટીએ પહોંચે ત્યારે સ્ટોપ-લોસ બદલીને રૂ. ૧,૧૩૦ ક રી શકાય છે. શેરનો ટાર્ગેટ ભાવ રૂ. ૧,૨૦૦ છે. આ ભાવ સપાટીની નજીક આવે ત્યારે નફો ગજવે કરીને નીકળી જવામાં જ ટ્રેડર્સ અને રોકાણકારોને લાભ છે. 
(નોંધ: આ ભલામણો ટેકનિકલ એનાલિસિસ પર આધારિત છે. ટ્રેડિંગમાં નુકસાનનું જોખમ રહેલું છે. તમારા અંગત ઇન્વેસ્ટમેન્ટ ગુરુને પૂછીને રોકાણ કરવાનો નિર્ણય લેવો હિતાવહ છે.)

Read Previous

પહેલી જાન્યુઆરીથી ઇ-કોમર્સના નવા નિયમો લાગુ પડશે, છુપા ચાર્જ વિદાય લેશે

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular