આમજનતાના આરોગ્ય સાથે વિશ્વવિખ્યાત કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી રમત
દિગ્ગજ બ્રાન્ડ્સ દ્વારા ભારતના બજારમાં મૂકવામાં આવતા કંગાળ પ્રોડક્ટ્સ સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ત્રાટકી
હિન્દુસ્તાન યુનિલીવરે તેના પ્રોડક્ટ્સના લેબલ પર વધારાની સાકર ઉમેરેલી ન હોવાનો લેખિતમાં દાવો કર્યો હતો. પરંતુ બાળકના શરીરમાં સુગર વધારવાનું કામ કરતું માલ્ટોડેક્સટ્રીન- ‘Maltodextrin’ નામનું ઘટક ઉમેરી દીધું હતું. માલ્ટોડેક્સ્ટ્રીન બાળકના શરીરમાં જઈને સુગરનું પ્રમાણ વધારે છે. તદુપરાંત કેલ્શિયમ, વિટામિન D અને K2 અંગે માહિતી ખોટી રીતે પ્રોડક્ટ્સના પેકિંગ પર મૂકી છે.
ભારતના બજારમાં નબળી ક્વોલિટીના પ્રોડક્ટ્સ મૂકવામાં વિશ્વ વિખ્યાત બ્રાન્ડ્સ પણ જરાય પાછળ નથી. પ્રામાણિકતા માટે જેમના ઉદાહરણ આપવામાં આવે છે તેવી કંપનીઓ પણ ભારતના બજારમાં મૂકવા માટેના તેમના ટૂથપેસ્ટની ક્વોલિટી અલગ જ રાખે છે. આ દર્શાવે છે કે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સના ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપનીઓ પણ ભારતીય પ્રજાના આરોગ્ય સાથે રમત કરી રહી છે. જોકે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેમની આ રમત હવે ન ચલાવવાનો નિર્ધાર કર્યો છે. તેમની સામે આકરાં પગલાં લેવાની સાથો સાથે જ તેમની સામે કોર્ટ કાર્યવાહી પણ ચાલું કરવામાં આવી રહી છે. આમ ભારતીય જનતાના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સક્રિય બનતા ભારતીય જનતાનું આરોગ્ય પહેલા કરતાં વધુ સલામત હાથોમાં જઈ રહ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
નેસ્લે ઈન્ડિયા: દર્દીઓ અને શિશુ આહારમાં મંજૂરી વગરનું ઉત્પાદનઃ લોકોનો ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયાસ કર્યો
નેસ્લે ઈન્ડિયાએ નેસ્લે રિસોર્સ રેનલ વેનિલા ફ્લેવર પાવડરનું ઉત્પાદનું ઉત્પાદન ચાલુ કરી દીધું છે. આ સ્પેશિયલાઇઝ્ડ ન્યુટ્રિશનલ પ્રોડક્ટનું વેચાણ પણ ભારતીય બજારમાં કરવામાં આવતું હતું. આ પાવડર કિડનીના દર્દીઓ માટે વપરાય છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-ફસાઈ-FSSAIની તપાસમાં સામે આવ્યું કે આ પ્રકારના હેલ્થ સપ્લીમેન્ટ્સ માટે ભારત સરકારની આગોતરી મંજૂરી લેવી ફરજિયાત છે. વિશેષ ડાયટ તરીકે ઉપયોગમાં લેવા માટેના પ્રોડક્ટ્સ, તબીબી હેતુઓ સર ઉપયોગમાં લેવાતા, ન્યૂટ્રાસ્યૂટિકલ્સ અને આરોગ્યને જાળવવામાં મદદ કરતાં પ્રોડક્ટ્સ બનાવવા હોય તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2022 હેઠળ આગોતરી મંજૂરી લેવી ફરજિયાત છે.
નેસ્લે જેવી વિશ્વ વિખ્યાત કંપનીએ ભારતમાં તેનું ઉત્પાદન કરવાની મંજૂરી પણ લીધી નહોતો. ફસાઈ-એફએસએસએઆઈ એ આગોતરી મંજૂરી ન લેનાર નેસ્લે સામે પગલાં લેવા માંડ્યા છે. બીજું, ભારતમાં શાકાહાર અને માંસાહાર ધર્મ સાથે સંકળાયેલી બાબત છે. પ્રોડક્ટ્સ માંસાહારી છે કે પછી શાકાહારી છે તે દર્શાવવા લાલ અને લીલું ચક્ર પ્રોડક્ટ્સના પેકિંગ ઉપર લગાવવાનું કાયદાકીય જોગવાઈ હેઠળ ફરજિયાત છે. પરંતુ નેસ્લે ઇન્ડિયાએ ભારતીય જનતાની ધાર્મિક લાગણીની ઐસીતૈસી કરીને તેના પ્રોડક્ટ્સના લેબલ પર શાકાહારી (Green) કે માંસાહારી (Red) હોવાનું ફરજિયાત પ્રતીક દર્શાવવામાં આવ્યું ન હતું. આ રીતે કરોડો લોકોની ધાર્મિક લાગણી દુભાય અન તેઓ ધર્મભ્રષ્ટ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 23નો એટલે કે લેબલિંગ અને પેકેજિંગના નિયમનો ધરાર ભંગ કર્યો હતો. તેમ જ આ જ કાયદાની કલમ 31 હેઠળ ઉત્પાદન કરવા માટે આગોતરી મંજૂરી પણ લીધી નહોતી. આમ આ ઉત્પાદનોનું લાઈસન્સ વિના વેચાણ પણ ચાલુ કરી દેવામાં આવ્યુ હતું.
હિન્દુસ્તાન યુનિલીવરલિમીટેડના હરિફાઈમાં મિથ્યા દાવા અને સાકરની ગોલમાલ
હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ પણ ભારતની પ્રજાના આરોગ્ય સાથે રમત કરવામાં નેસ્લે ઇન્ડિયાથી જરાય પાછળ નથી. પ્રોડક્ટ્સનું માર્કેટ કેપ્ચર કરી લેવા એટલે કે પ્રોડક્ટ્સના વેચાણમાં હરીફોને પછાડીને આગળ નીકળી જવામાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે સાવ જ બોગસ દાવાઓ કર્યા હતા. તેના પ્રોડક્ટ્સ હોર્લિક્સમાં સાકરનું પ્રમાણ નિર્ધારિત કરતાં વધુ રાખીને જન્મથી જ ભારતીય બાળકોને વધુ પડતી સાકરના સેવનની આદત પાડવાની કુચેષ્ઠા કરવામાં આવી છે. પરિણામે હિન્દુસ્તાન યુનિલીવરની પ્રખ્યાત ‘Horlicks’ બ્રાન્ડ હેઠળના બે મુખ્ય ઉત્પાદનો સામે ફસાઈ- FSSAI એ લાલ આંખ કરી છે:
-
Horlicks Mother’s Plus: ગર્ભસ્થ શિશુના ‘સ્વસ્થ જન્મ વજન’ (Healthy Birth Weight) જેવા ભ્રામક દાવાઓ પેકિંગ અને જાહેરાતોમાં કરવામાં આવ્યા હતા.
-
Horlicks Women’s Plus: ‘૬ મહિનામાં હાડકાં મજબૂત કરવા’ (Clinically proven to improve bone strength in 6 months) અને ‘Healthy Muscles’ જેવા નિયમવિરુદ્ધના શબ્દો વાપરીને હિન્દુસ્તાન યુનિલીવરે ભારતીય પ્રજાને ગેરમાર્ગે દોરીને પ્રોડક્ટ્સના માર્કેટ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે પ્રોડક્ટ પર ‘No Added Sugar’ (ઉમેરેલી સાકર નથી) લખવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ‘Maltodextrin’ નામનું ઘટક વાપરવામાં આવ્યું હતું, જે શરીરમાં જઈને સુગરનું પ્રમાણ વધારે છે. આ સિવાય કેલ્શિયમ, વિટામિન D અને K2 ના RDA (Recommended Dietary Allowance) અંગે માહિતી ખોટી હતી.
-
કાયદાકીય કલમ: FSS Act, 2006 ની સેક્શન 24 (ભ્રામક જાહેરાત અને મિથ્યા દાવા) તથા FSS (Advertising and Claims) Regulations, 2018નો ધરાર ભંગ કર્યો છે. આ રીતે ભારતીય જનતાના અને ભારતના નવજાત શિશિઓના આરોગ્ય સાથે રમત કરવાની કોશિશ કરવામાં આવી હતી.
૩. Priyagold Biscuits – Surya Food & Agro Ltd (ઢોરના ચારાનો માનવ આહારમાં ઉપયોગ!)
પ્રિયાગોલ્ડ (Priyagold) બિસ્કિટ બનાવતી કંપની સામે FSSAI એ ફોજદારી કેસ દાખલ કર્યો છે. ગ્રાહકની ફરિયાદ બાદ પાડવામાં આવેલા દરોડામાં સામે આવ્યું કે બિસ્કિટમાં ‘ફાઈબર’નો સ્રોત દર્શાવવા માટે જે ઘઉંના થૂલાનો ઉપયોગ થતો હતો, તેની ગુણીઓ કે થેલીઓ ઉપર સ્પષ્ટપણે ‘માત્ર પશુ આહાર માટે’ (For Cattle Feed Only) લખેલું હતું! આ સિવાય ફેક્ટરીમાં પેસ્ટ કંટ્રોલ, ગંદકી અને કર્મચારીઓની અસ્વચ્છતા જોવા મળી હતી. સૂર્યા ફૂડ એન્ડ એગ્રો લિમિટેડ ભારતીય પ્રજાના આરોગ્ય સાથે રમત કરી રહી હોવાનો આ બીજો મોટો પુરાવો છે.
-
એક્શન: FSSAI એ ફેક્ટરીનું લાઈસન્સ તુરંત જ સસ્પેન્ડ કર્યું અને કોર્ટમાં કાનૂની કેસ ચલાવવાની મંજૂરી (Prosecution Sanction) આપી દીધી છે.
-
કાયદાકીય કલમ: FSS Act, 2006 ની સેક્શન 59 (અસુરક્ષિત ખાદ્યસામગ્રી બનાવવી – જેમાં ૧ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે) અને સેક્શન 56 (અસ્વચ્છ સ્થળે ઉત્પાદન).
Dodla Dairy Ltdનું દૂધમાં ડિટર્જન્ટ અને કોસ્ટિક સોડાની ભેળસેળનું કૌભાંડ
દોડલા ડેરીના ફુલ ક્રીમ મિલ્કના નમૂના સરકારી પ્રયોગશાળામાં તપાસાતા તેમાં ફેટ (ચરબી) નું પ્રમાણ ઓછું મળ્યું હતું. જ્યારે આ સેમ્પલને ‘રેફરલ ફૂડ લેબોરેટરી’માં રી-ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે આઘાતજનક વિગતો સામે આવી કે દૂધમાં ડિટર્જન્ટ (Detergent) અને કોસ્ટિક સોડા (Caustic Soda)ની ભેળસેળ કરવામાં આવી છે. આ ડિટર્જન્ટ અને કોસ્ટિક સોડા માનવ શરીર માટે અત્યંત ઘાતક અને ઝેરી છે.
-
એક્શન: FSSAI એ દોડલા ડેરી અને તેના બજાર વ્યવસ્થાપકો સામે ફોજદારી કેસ (Prosecution) દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
-
કાયદાકીય કલમ: FSS Act, 2006 ની સેક્શન 37 અને સેક્શન 59 (માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી/અસુરક્ષિત આહાર બનાવવો).
૫. અન્ય કંપનીઓ પર કડક કાનૂની તબક્કાવાર પગલાં:
| કંપની / સંસ્થા | ગેરરીતિ / કસૂર | FSSAI ની કાનૂની કાર્યવાહી |
| Bala Ji Food Products | વારંવારની નોટિસ છતાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણો સુધારવામાં નિષ્ફળતા. | લાઈસન્સ કાયમી ધોરણે રદ (Cancelled) અને ઉત્પાદન/વેચાણ પર ત્વરિત બેન. |
| DNV Food Products Ltd | ફેક્ટરીમાં ગંદકી, પાપડ પર માખીઓ બેસવી, કરોળિયાના ઝાળા અને ગંદુ પાણી. | લાઈસન્સ તત્કાળ અસરથી સસ્પેન્ડ (Suspended). |
| Radisson Blu Hotel (AB Hotels Ltd, New Delhi) | કાટમાળવાળા મશીનો, ફ્રિજ લીકેજ, ફંગસ વાળા ફળો-શાકભાજીનો ઉપયોગ અને NYC Kitchen માં વારંવાર ગરમ કરેલું ‘ટોક્સિક’ કુકિંગ ઓઈલ (TPC લિમિટ 31 અને 24.4). | કારણે બતાવો નોટિસ અને ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) નો આદેશ. નિષ્ફળતા પર લાઈસન્સ રદ કરવાની ચેતવણી. |
| Freedom Cooking Oil, BigBasket, Flipkart | ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયા પર ‘ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે’ અને ‘10,000+ PPM Natural Oryzanol’ ના અનધિકૃત દાવા. સેન્ટ્રલ લાઈસન્સ વગર ઈ-કોમર્સ વેચાણ. | ઉત્પાદક Gemini Edibles સહિત BigBasket અને Flipkart ને નોટિસ જારી. |
કાયદાકીય જોગવાઈઓ: કઈ કલમ હેઠળ કેવી સજા અને દંડ થઈ શકે?
ભારતમાં ખાદ્યપદાર્થોમાં ગેરરીતિ આચરનારાઓ સામે Food Safety and Standards Act, 2006 (FSS Act) હેઠળ નીચે મુજબની કડક કલમો 적용 થાય છે:
-
સેક્શન 52 (મિથ્યા બ્રાન્ડિંગ / Misbranded Food):
-
ગુનો: લેબલ પર ખોટી વિગતો છાપવી કે શાકાહારી/માંસાહારી ચિહ્ન ન મૂકવું (જેમ કે નેસ્લે કેસમાં).
-
સજા/દંડ: રૂ. ૩ લાખ સુધીનો આર્થિક દંડ.
-
-
સેક્શન 53 (ભ્રામક જાહેરાતો / Misleading Advertisements):
-
ગુનો: આહારથી રોગ મટી જશે કે વજન વધશે તેવા ખોટા દાવા કરવા (જેમ કે હોર્લિક્સ કે ફ્રીડમ ઓઈલ કેસ).
-
સજા/દંડ: રૂ. ૧૦ લાખ સુધીનો દંડ.
-
-
સેક્શન 56 (અસ્વચ્છ સ્થળે ખાદ્ય પદાર્થનું ઉત્પાદન):
-
ગુનો: ગંદકી, માખીઓ કે અસ્વચ્છ વાતાવરણમાં ખોરાક બનાવવો (જેમ કે DNV ફૂડ્સ કે રેડિસન બ્લુ).
-
સજા/દંડ: રૂ. ૧ લાખ સુધીનો દંડ અને લાઈસન્સ રદ.
-
-
સેક્શન 59 (અસુરક્ષિત ખાદ્યસામગ્રી / Unsafe Food):
-
ગુનો: ડિટર્જન્ટવાળું દૂધ કે ઢોરનો ચારો માણસોના બિસ્કિટમાં વાપરવો.
-
સજા: જો તેનાથી કોઈને ગંભીર ઈજા કે મૃત્યુ ન થાય તો પણ ૬ મહિનાથી ૬ વર્ષ સુધીની જેલ અને રૂ. ૫ લાખ સુધીનો દંડ. જો મોટું નુકસાન થાય તો આજીવન કેદ (Life Imprisonment) ની જોગવાઈ છે.
-
કોલ્ડ ચેઈન ટ્રાન્સપોર્ટેશન અંગે FSSAI નું મોટું પગલું
નોટિસો અને કેસ દાખલ કરવાની સાથે FSSAI એ દેશભરમાં ખોવા, પનીર, માસ અને માછલી જેવી નાશવંત (Perishable) ચીજો માટે કોલ્ડ ચેઈન સપ્લાય ટ્રાન્સપોર્ટેશન ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. તાપમાનમાં સહેજ પણ ફેરફાર થવાથી બેક્ટેરિયલ ગ્રોથ (Microbial growth) થાય છે જે ઝેર સમાન બને છે. તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી ઓફિસર્સને રસ્તા પર ચાલતા વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરીને દૂષિત માલ જપ્ત કરી તેનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
| કંપની / સંસ્થા | ગેરરીતિ / કસૂર | FSSAI ની કાનૂની કાર્યવાહી |
| Bala Ji Food Products | વારંવારની નોટિસ છતાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણો સુધારવામાં નિષ્ફળતા. | લાઈસન્સ કાયમી ધોરણે રદ (Cancelled) અને ઉત્પાદન/વેચાણ પર ત્વરિત બેન. |
| DNV Food Products Ltd | ફેક્ટરીમાં ગંદકી, પાપડ પર માખીઓ બેસવી, કરોળિયાના ઝાળા અને ગંદુ પાણી. | લાઈસન્સ તત્કાળ અસરથી સસ્પેન્ડ (Suspended). |
| Radisson Blu Hotel (AB Hotels Ltd, New Delhi) | કાટમાળવાળા મશીનો, ફ્રિજ લીકેજ, ફંગસ વાળા ફળો-શાકભાજીનો ઉપયોગ અને NYC Kitchen માં વારંવાર ગરમ કરેલું ‘ટોક્સિક’ કુકિંગ ઓઈલ (TPC લિમિટ 31 અને 24.4). | કારણે બતાવો નોટિસ અને ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) નો આદેશ. નિષ્ફળતા પર લાઈસન્સ રદ કરવાની ચેતવણી. |
| Freedom Cooking Oil, BigBasket, Flipkart | ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયા પર ‘ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે’ અને ‘10,000+ PPM Natural Oryzanol’ ના અનધિકૃત દાવા. સેન્ટ્રલ લાઈસન્સ વગર ઈ-કોમર્સ વેચાણ. | ઉત્પાદક Gemini Edibles સહિત BigBasket અને Flipkart ને નોટિસ જારી. |
અંતિમ અવલોકન
ગ્રાહકોએ હવે માત્ર મોટો બ્રાન્ડ નેમ કે ટીવીમાં આવતી લૂભામણી જાહેરાતો જોઈને બાળકો માટે ખોરાક પસંદ કરવાને બદલે અત્યંત જાગૃત બનવું પડશે. બીજું, આ કંપનીઓને ભારતીય પ્રજાના આરોગ્ય સાથે રમત કરતી અટકાવવા માટે તેના તમામ પ્રોડક્ટ્સનું વેચાણ એક વર્ષ માટે ભારતીય બજારમાં ન કરવા દેવાની ફરજ પાડવી જોઈએ. આ પ્રકારની જોગવાઈ કરવાથી કરોડોની ખોટ જવાના ભયથી પણ મોટી અને વિશ્વ વિખ્યાત કંપનીઓ ભારતીય બજારમાં નબળી ગુણવત્તાના પ્રોડક્ટ્સ મૂકતા પહેલા પણ પાંચવાર વિચાર કરશે.
