• 20 October, 2026 - 10:05 AM

બજારના કડાકામાં પણ ₹૫૦થી નીચા આ સ્મોલ-કેપ સ્ટોકના ભાવમાં ૩.૬૦ ટકાનો ઉછાળો 

બજારના કડાકામાં પણ ₹૫૦થી નીચા આ સ્મોલ-કેપ સ્ટોકના ભાવમાં ૩.૬૦ ટકાનો ઉછાળો 

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં સોમવારે લાર્જ-કેપ પ્રાઈવેટ બેંકોના નબળા પરિણામો, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક નબળા સંકેતોના કારણે ભારે વેચવાલીનો વાતાવરણ જોવા મળ્યો હતો. માર્કેટના આ કડાકામાં રોકાણકારોના અંદાજે રૂ. ૩.૬૦ લાખ કરોડ ધોવાઈ ગયા હતા. આવી ચોતરફી વેચવાલી અને ‘બ્લડબાથ’ વચ્ચે પણ એક સ્મોલ-કેપ સ્ટોક આયુષ વેલનેસ (Aayush Wellness) એ નીચલી સપાટીથી શાનદાર વાપસી કરીને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. રૂ. ૫૦થી ઓછી કિંમત ધરાવતો આ શેર નીચલા સ્તરેથી ૩.૬૦ ટકાથી વધુ સુધરીને ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો.

સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન Aayush Wellness ના શેરની હિલચાલ નીચે મુજબ રહી હતી:

  • ઓપનિંગ પ્રાઈઝ / દિવસની સર્વોચ્ચ સપાટી (Intraday High): રૂ. ૨૬.૨૯
  • દિવસની નીચલી સપાટી (Intraday Low): રૂ. ૨૪.૬૦
  • રિકવરી: કડાકા દરમિયાન શેરમાં નફો વસૂલી આવતા તે રૂ. ૨૪.૬૦ ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ લેવાલી નીકળતાં તે પોતાના ઇન્ટ્રાડે લોથી ૩.૬૦ ટકાથી વધુ ઉછળીને લીલા નિશાનમાં બંધ આવ્યો હતો.
  • કંપનીની માર્કેટ કેપ: અંદાજે રૂ. ૧૨૫ કરોડ.

શેરમાં તેજીનું મુખ્ય કારણ

કંપની દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી મહત્વની જાહેરાતો આ ઊછાળાના પાયામાં છે. કંપનીએ નવા પ્રોડક્ટ્સનું લોન્ચિંગ પણ કર્યું છે. આયુષ વેલનેસે તેના ન્યુટ્રાબ્યુટિકલ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા આયૂ, કેલ્સિયમ વિટામિન ટેબ્લેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. બીજું, આ લોન્ચિંગ સાથે કંપનીએ $૧૬.૩ બિલિયનના ‘બોન એન્ડ જોઈન્ટ હેલ્થ’ (હડકાં અને સાંધાની સંભાળ) સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ત્રીજું, આ નિર્ણયથી કંપની $૧૭૮ બિલિયનના વૈશ્વિક ડાયેટરી સપ્લીમેન્ટ્સ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરશે.

કંપનીનો કોર્પોરેટ એક્શન હિસ્ટ્રી-ડિવિડન્ડ, બોનસ અને સ્ટોક સ્પ્લિટ

આયુષ વેલનેસ તેના શેરધારકોને નિયમિતપણે લાભ આપવા માટે જાણીતી છે. 

કોર્પોરેટ એક્શન (Corporate Action) એક્સ-ડેટ (Ex-Date) વિગતો / રેશિયો
ડિવિડન્ડ (Dividend) ૫ ઓગસ્ટ ૨૦૨૫ & ૩ માર્ચ ૨૦૨૫ શેરધારકોને ડિવિડન્ડ ચુકવવામાં આવ્યું
બોનસ શેર (Bonus Shares) ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ૧:૨ ના પ્રમાણમાં બોનસ શેર
સ્ટોક સ્પ્લિટ (Stock Split) ૫ ઓગસ્ટ ૨૦૨૪ ૧:૧૦ ના પ્રમાણમાં શેર વિભાજન
નોંધઃ શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. અહીં માત્ર દિશાદર્શન કરાવવામાં આવ્યું છે. સોદા કરતાં પહેલા તમારા અંગત નાણાંકીય સલાહકારની સલાહ લઈ લેવી હિતાવહ છે.

Read Previous

ચીનનો ટેકનોલોજી નિકાસ પર અંકુશ: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટર સામે મોટો પડકાર

Read Next

ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપારનો આજથી અમલ: ભારતીય નિકાસ પર શૂન્ય ટેરિફ, ટેક્સટાઈલ અને ફાર્મા ક્ષેત્રે મોટો ઉછાળો આવશે

Most Popular