• 30 October, 2026 - 9:38 AM

આજે શેરબજારમાં શું કરી શકાય?

આજે શેરબજારમાં શું કરી શકાય?

આજે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products)ના શેરમાં લેણ કરી શકાય છે.  તાજેતરમાં શેરે ₹916.60 નો 52-અઠવાડિયાનો નવો નીચલો સ્તર (1-year low) બનાવ્યા બાદ મજબૂત રિકવરી દર્શાવી છે. શેરે તેના 21-દિવસ અને 50-દિવસ ના મુવિંગ એવરેજ (MA) ઉપર વાપસી કરી છે તેમજ રૂ. 1,000ની પ્રતિકાર સપાટીને પાર કરી લીધી છે.

ટ્રેડિંગ રણનીતિ (Trading Strategy)

વિગત સ્તર (ભાવ)
ખરીદીનો ભાવ (Buy Level) Current Market Price (CMP) રૂ.1,020
ઉમેરો / એક્યુમ્યુલેટ (Accumulate on Dips) જો શેર ઘટતાં રૂ.985 સુધી આવે ત્યારે
શરૂઆતી સ્ટોપ-લોસ (Initial Stop-Loss) રૂ.950
પ્રથમ ટાર્ગેટ (Target Price) રૂ.1,130

🛡️ સ્ટોપ-લોસ ટ્રેઇલિંગ પ્લાન

લાભ સુનિશ્ચિત કરવા અને જોખમ ઘટાડવા માટે ભાવ વધવાની સાથે સ્ટોપ-લોસ આ રીતે એડજસ્ટ કરો. 

  1. જ્યારે ભાવ ₹1,070 પર પહોંચે: સ્ટોપ-લોસ વધારીને ₹1,030 કરો.

  2. જ્યારે ભાવ ₹1,100 પર પહોંચે: સ્ટોપ-લોસ વધુ ટાઈટ કરીને ₹1,070 કરો.

  3. ટાર્ગેટ ₹1,130 પર પહોંચતાં: સંપૂર્ણ નફો બુક (Book Profit) કરી લો.

શેરબજારમાં નજર રાખવા જેવા અન્ય શેર્સ

આજના કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં પ્રાઇવેટાઇઝેશન, બ્લોક ડીલ, કોર્પોરેટ હસ્તાંતરણ અને ક્વાર્ટર પરિણામોના લીધે મોટો હલચલ જોવા મળી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો પ્લેટફોર્મ, એનબીસીસી, આઈડીબીઆઈ બેન્ક અને સેગિલિટી જેવા અગ્રણી સ્ટોક્સમાં આજે ઇન્ટ્રાડે ટ્રેડિંગની શ્રેષ્ઠ તકો સર્જાઈ શકે છે.

1. NBCC (India) – ₹5,191 કરોડનું ધમાકેદાર ઇ-ઓક્શન

  • NBCC એ નવી દિલ્હીના સરોજિની નગરમાં આવેલા એવન્યુ ટાવર્સ ખાતે આશરે 8.80 લાખ ચોરસ ફૂટના રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સનું ₹5,191 કરોડમાં સફળતાપૂર્વક ઇ-ઓક્શન કર્યું છે. સરેરાશ વેચાણ દર રૂ. 37,161ના રિઝર્વ પ્રાઇસ કરતાં 60 ટકા વધુ રહ્યો છે. મહત્તમ બોલી રૂ. 89,061 પ્રતિ ચોરસ ફૂટ રહી છે. NBCC ને કુલ વેચાણ કિંમતની 1 ટકા માર્કેટિંગ ફી મળશે.
  • ટ્રેડિંગ વ્યૂ: સકારાત્મક સેન્ટિમેન્ટ સાથે સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે.

2. સેગિલિટી ઇન્ડિયા – Sagility India – રૂ. 2,377 કરોડની બ્લોક ડીલની શક્યતા

  • નેધરલેન્ડ સ્થિત પ્રમોટર Sagility B.V. કંપનીમાં પોતાનો 12 ટકા હિસ્સો બ્લોક ડીલ મારફતે વેચવાની યોજના બનાવી રહ્યું છે. પ્રતિ શેર રૂ. 42.45 ના ભાવે વેચાણ થવાની શક્યતા છે, જે ગુરુવારના બંધ ભાવથી આશરે 5 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે.
  • ટ્રેડિંગ વ્યૂ: ડિસ્કાઉન્ટ પર સપ્લાય આવવાથી સ્ટોકમાં ટૂંકા ગાળાનું દબાણ જોવા મળી શકે છે.

3. IDBI Bank – વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની બીજી પ્રક્રિયા ચાલુ

  • IDBI બેંકના વ્યૂહાત્મક વિનિયોગ-ડિસઇન્વેસ્ટમેન્ટ માટે બીજા રાઉન્ડની બોલી સીજીડી (CGD) દ્વારા નક્કી કરાયેલ પ્રક્રિયા હેઠળ ચાલી રહી છે.  પ્રથમ રાઉન્ડની બોલી મંજૂર ન થતાં રદ કરવામાં આવી હતી. બીજા રાઉન્ડમાં રિઝર્વ પ્રાઇસમાં કોઈ ફેરફાર (ઘટાડો કે વધારો) કરવામાં આવ્યો નથી.
  • ટ્રેડિંગ વ્યૂ: બેંકના ખાનગીકરણના સમાચાર સ્ટોક પર લાંબા ગાળે આશાસ્પદ અસર કરી શકે છે.

4. NIIT Learning Systems – $1.76 કરોડનું એક્વિઝિશન

  • NIIT લર્નિંગ સિસ્ટમ્સે તેની સબસિડિયરી NIIT (USA), Inc. મારફતે Bluewater Learning, LLC માં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. આગામી 5 વર્ષના પરફોર્મન્સ-બેઝ્ડ અર્નઆઉટ્સ સહિત કુલ $17.6 મિલિયન (આશરે ₹146 કરોડ+) માં આ ડીલ પૂર્ણ થઈ છે.

5. OnMobile Global – Savex ટેકનોલોજી સાથે પાર્ટનરશિપ

  • ઓનમોબાઈલે ભારતના અગ્રણી ICT ડિસ્ટ્રિબ્યુટર Savex Technologies સાથે ગેમિંગ પ્રોડક્ટ ONMO+ Smart Console ના વિતરણ માટે ભાગીદારી કરી છે. ફિઝિકલ રિટેલ, ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ ચેનલો દ્વારા ભારતીય ગ્રાહકો સુધી પહોંચ વધારવી.

6. Rail Vikas Nigam Limited (RVNL) – નવો ઓર્ડર

  • RVNL ને સેશેલ્સ (Seychelles) માં ‘પ્રોફેશનલ એન્ડ ટેકનિકલ એજ્યુકેશન સેન્ટર’ (PTEC) સ્થાપવા માટે DPR તૈયાર કરવા વિદેશ મંત્રાલય તરફથી ₹55 લાખનો LOA મળ્યો છે.

ત્રિમાસિક પરિણામો પર નજર (Key Results Today)

આજે દેશની ઘણી દિગ્ગજ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની છે, જેના લીધે આ સ્ટોક્સમાં વોલેટિલિટી જોવા મળશે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો પ્લેટફોર્મ, બેન્ક ઓફ બરોડા, સન ફાર્મા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન,ગેઈલ-ઇન્ડિયા અને ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. 

Read Previous

હવે GSTમાં શો કોઝ નોટિસ આપતા પહેલાં પ્રી-નોટિસ આપવી ફરજિયાત 

Read Next

આજે નિફ્ટી સ્પોટમાં શું કરશો?

Most Popular