My chew: વજન ઘટાડવાની પિલ્સ માટે કંપનીઓના દાવાઓ મોટા અને ખોટા હવાની એડવર્ટાઈઝીંગ કાઉન્સલનો વાંધો

પ્રોડક્ટ અંગે દાવાઓ અને ઉત્પાદક કંપનીનો પક્ષ
પેલ્લ્યુસિડ લાઈફ સાયન્સીસ લિમિટેડનો સત્તાવાર ખુલાસો:
“માય ચ્યૂ ગમીઝ એ કોઈ એલોપેથિક દવા કે ચમત્કારી વજન ઘટાડવાની પ્રિસક્રિપ્શન ડ્રગ નથી, પરંતુ તે પોષકઆહાર પૂરક- Nutraceutical Dietary Supplement છે. કંપની ક્લિનિકલી અભ્યાસ કરાયેલા પ્રોબાયોટિક્સ અને કુદરતી ઘટકોનો ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટનો હેતુ સંતુલિત આહાર અને કસરતની સાથે મેટાબોલિક સપોર્ટ આપવાનો છે. ગ્રાહકોએ આને કોઈ રાતોરાત વજન ઘટાડતી અદ્ભુત દવા ગણવી જોઈએ નહીં.”એમ પેલ્લ્યુસિડ લાઈફ સાયન્સિસ લિમિટેડના સત્તાવાર પ્રોડક્ટ્સ ડિસ્ક્લેઈમરમાં જણાવામાં આવ્યું છે.વૈજ્ઞાનિક સંસ્થાઓ અને આરોગ્ય તજજ્ઞો દ્વારા રજૂ કરાયેલી વાસ્તવિકતા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) અને FSSAI નું વલણ
-
તબીબી દવાનો દરજ્જો નથી: FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) મુજબ આવી પ્રોડક્ટ્સ ‘ન્યુટ્રાક્યુટિકલ’ અથવા ‘ફૂડ સપ્લીમેન્ટ’ કેટેગરી હેઠળ આવે છે, ‘મેડિસિન’ હેઠળ નહીં.
-
દવાની જેમ વજન ઘટવાનો દાવો ગેરકાયદેસર: વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્પષ્ટ કરે છે કે કોઈ પણ સપ્લીમેન્ટ આહાર કે કસરત વગર સીધું વજન ઘટાડી શકતું નથી.
અમેરિકાનું યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને હેલ્થલાઈન રિપોર્ટ નો અભિપ્રાય
“વજન ઘટાડવા માટેની ગમીઝ (Weight Loss Gummies) અને ન્યુટ્રાક્યુટિકલ સપ્લીમેન્ટ્સનું વેચાણ કરતા પહેલાં તેની તબીબી અસરકારકતા માટે FDA ની પૂર્વ-મંજૂરી હોતી નથી. ગાર્સિનિયા કમ્બોજિયા અથવા એપલ સાઇડર વિનેગર ધરાવતી ગમીઝ પરના માનવ પરીક્ષણો (Human Trials) ખૂબ મર્યાદિત છે. સંશોધનો દર્શાવે છે કે સપ્લીમેન્ટ બંધ કર્યાના ૪ અઠવાડિયામાં વજન ફરી પૂર્વવત્ થઈ જાય છે.”
🩺 ૩. ઓબેસિટી કેનેડાનું સત્તાવાર નિવેદન
“અમે વજન ઘટાડવાનો દાવો કરતી કોઈપણ સપ્લીમેન્ટ પ્રોડક્ટ, ગમીઝ કે પ્રોગ્રામને સમર્થન (Endorse) આપતા નથી. ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર દર્શાવાતા અતિશયોક્તિભર્યા ‘બીફોર-આફ્ટર’ ફોટા અને અવાસ્તવિક દાવાઓથી સાવધાન રહેવું જોઈએ.”
૪. આડઅસરો અને સંભવિત જોખમો
દવાઓ સાથે રિયાક્શન: બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની દવાઓ લેતા દર્દીઓ માટે ડોક્ટરની સલાહ વગર આવા સપ્લીમેન્ટ્સ લેવા જોખમી છે.
ડાયાબિટીસની દવાઓ સાથેનું જોખમ
વજન ઘટાડવાની ગમીઝમાં સામાન્ય રીતે એપલ સાઇડર વિનેગર (ACV), ગાર્સિનિયા કમ્બોજિયા, અને ગ્રીન ટી એક્સ્ટ્રેક્ટ જેવા ઘટકો હોય છે, જે કુદરતી રીતે બ્લડ શુગર (Blood Glucose) ના સ્તરને ઘટાડવા માટે જાણીતા છે. જ્યારે દર્દી ડાયાબિટીસ નિયંત્રિત કરવા માટે પહેલેથી જ મેટફોર્મિન, ઇન્સ્યુલિન કે સલ્ફોનિલયુરિયા જેવી પ્રભાવી દવાઓ લેતા હોય, અને સાથે આ સપ્લીમેન્ટ્સ પણ લે, ત્યારે બ્લડ શુગરનું સ્તર અચાનક ખૂબ જ નીચું જઈ શકે છે. આ સ્થિતિને હાઈપોગ્લાીસેમિયા-Hypoglycemia કહેવાય છે. તેના કારણે દર્દીને અચાનક ચક્કર આવવા, અતિશય પરમ થવો, ધ્રુજારી ઉપડવી અને બેભાન થઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
-
અધિકૃત સોર્સ: મેયો ક્લિનિક (Mayo Clinic) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH – Dietary Supplement Guidance) ના રિપોર્ટ અનુસાર, બ્લડ શુગર ઘટાડતા હર્બલ કે ન્યુટ્રાક્યુટિકલ સપ્લીમેન્ટ્સ ડાયાબિટીસની પ્રિસ્ક્રિપ્શન દવાઓ સાથે ભળવાથી શુગર લેવલ અનિયંત્રિત થઈ શકે છે.
૨. બ્લડ પ્રેશર અને હૃદયની દવાઓ સાથેનું જોખમ
-
ઘટકોની અસર: ઘણીવાર વજન ઘટાડવાની પ્રોડક્ટ્સમાં મેટાબોલિઝમ અને એનર્જી બૂસ્ટ કરવા માટે ઉત્તેજક તત્વો (Stimulants) અથવા કેફીનયુક્ત અર્ક (જેમ કે ગ્રીન ટી એક્સ્ટ્રેક્ટ) ઉમેરવામાં આવે છે.
-
જોખમ શું છે?: હાઈ બ્લડ પ્રેશર માટે એન્ટિ-હાઇપરટેન્સિવ દવાઓ (જેમ કે ACE inhibitors, Beta-blockers) લેતા દર્દીઓ જો આ સપ્લીમેન્ટ્સનું સેવન કરે, તો તે બ્લડ પ્રેશરની દવાઓની અસરને અવરોધે છે. આના કારણે બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે (Spike in BP) અથવા તો કેટલાક કિસ્સાઓમાં અચાનક ખૂબ નીચું પણ જઈ શકે છે.
-
હાર્ટ રેટ પર અસર: કેટલાક ઘટકો હૃદયના ધબકારા (Heart Rate) વધારી શકે છે, જે હૃદયના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
-
અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA – American Heart Association) અને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US FDA)ની ગાઈડલાઈન્સ સ્પષ્ટ કરે છે કે વેઈટ લોસ સપ્લીમેન્ટ્સમાં રહેલા અનિયંત્રિત ઘટકો કાર્ડિયોવેસ્ક્યુલર (હૃદય અને રક્તવાહિનીઓ) દવાઓ સાથે ગંભીર રિયાક્શન કરી શકે છે.
કિડની અને લિવર પર વધારાનું ભારણ
-
જોખમ શું છે?: ડાયાબિટીસ અને હાઈ બીપી લાંબા સમય સુધી રહેવાથી દર્દીઓની કિડની અને લિવર પર પહેલેથી જ દબાણ રહેતું હોય છે. આ બિમારીઓની દવાઓ પણ લિવર અને કિડની દ્વારા જ મેટાબોલાઈઝ (પચાવવા) થાય છે. જ્યારે આવા સપ્લીમેન્ટ્સ (જેમ કે ગાર્સિનિયા કમ્બોજિયા) ઉમેરવામાં આવે છે, ત્યારે લિવર પર ડ્રગ-ઇન્ડ્યુસ્ડ લિવર ઇન્જરીનું જોખમ વધી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને FSSAI (Food Safety and Standards Authority of India) ના ડ્રગ સેફ્ટી ડેટા મુજબ કોઈપણ ન્યુટ્રાક્યુટિકલ પ્રોડક્ટનું લોન્ચિંગ કે સેવન એ વાત પર આધાર રાખે છે કે તે મુખ્ય ઓર્ગન્સ (લિવર-કિડની) પર કોઈ હાનિકારક પ્રતિક્રિયા ન કરે.
તબીબી સલાહ
કોઈપણ ડાયેટરી સપ્લીમેન્ટ, ગમીઝ કે વજન ઘટાડવાની પ્રોડક્ટ ખરીદતા પહેલા, જો તમે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે અન્ય કોઈ ગંભીર બીમારીની નિયમિત દવાઓ લેતા હોવ, તો તમારા સંબંધિત ફિઝિશિયન અથવા ડાયેટિશિયનની સલાહ લેવી અનિવાર્ય છે. પેલ્લ્યુસિડ લાઈફ સાયન્સીસની ‘માય ચ્યૂ’ વજન ઘટાડવાની ગમીઝ એ કોઈ ચમત્કારી દવા નથી પરંતુ એક સામાન્ય હેલ્થ સપ્લીમેન્ટ છે. વૈજ્ઞાનિક સંસ્થાઓના મતે આહાર નિયંત્રણ અને કસરત વગર માત્ર ગમીઝ ખાવાથી કાયમી કે સલામત વજન ઘટાડો શક્ય નથી. ગ્રાહકોએ આવા ઉત્પાદનોનો ઉપયોગ કરતા પહેલા તબીબી સલાહ લેવી અનિવાર્ય છે.
