રોકાણકારોની ગોપનિયતાને મુદ્દે સુસ્તી દાખવનાર CDSLને સેબીએ રૂ. ૧ કરોડનો દંડ કર્યો

રોકાણકારોની ગોપનિયતાને મુદ્દે સુસ્તી દાખવનાર CDSLને સેબીએ રૂ. ૧ કરોડનો દંડ કર્યો
માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) દ્વારા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસેઝ (India) લિમિટેડ (CDSL) પર લાદવામાં આવેલો ₹૧ કરોડનો દંડ એ માત્ર એક નાણાકીય દંડ નથી, પરંતુ તે ભારતીય મૂડીબજારના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સુરક્ષા સામેના મોટા સંકેતો આપે છે. આ પગલાંથી રોકાણકારોના ડેટાની ગોપનીયતા, પ્લેજ (Pledge) પ્રક્રિયામાં પારદર્શિતા અને ડિઝાસ્ટર રિકવરી મેકેનિઝમની મજબૂતાઈ જેવા ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. સીધી અસર તરીકે, CDSL એ તેની સિસ્ટમ્સમાં સુરક્ષા મજબૂત કરવી પડશે અને ટેક્નોલોજી અપગ્રેડ પાછળ ખર્ચ વધારવો પડશે. જોકે, આ કડકાઈથી લાંબે ગાળે રોકાણકારોનો વિશ્વાસ વધશે કારણ કે સેબીની આ કાર્યવાહીથી ડિપોઝિટરી સંસ્થાઓમાં બેદરકારી સામે ઝીરો-ટોલરન્સ નીતિ સ્પષ્ટ થાય છે, જે બજારની અખંડિતતા અને સ્થિરતા માટે અત્યંત આવશ્યક છે.
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસેઝ (India) લિમિટેડ (CDSL)ને દંડ કરવામાં આવ્યો છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ દંડ કર્યો ચે. રૂ. ૧ કરોડના દંડની રકમ ૪૫ દિવસમાં ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. દંડની ચુકવણી ન થવાના કિસ્સામાં રિકવરી કાર્યવાહી કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ (FY2023-24) દરમિયાન કરાયેલી ઓપરેશનલ તપાસ આધારિત ૧૦૨ પાનાનો આદેશ કરીને આ દંડ કરવામાં આવ્યો છે.
શોધવામાં આવેલી મુખ્ય અનિયમિતતાઓ અને ક્ષતિઓ
૧. પ્લેજ રિક્વેસ્ટ રિજેક્શન: પ્લેજર અને પ્લેજી (pledgor and pledgee)ના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સને પ્લેજ અરજીઓ નકારવાના કારણો જણાવવામાં સીડીએસએલ નિષ્ફળ રહી હતી. ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ એકાઉન્ટ્સના સંચાલન માટે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન ન કરવું માટે પણ સીડીએસએલને જવાબદાર ઠેરવવામાં આવી હતી. અનધિકૃત ડેટા ટ્રાન્સમિશન રોકવા માટે અપૂરતા પગલાં અને ઓળખવામાં આવેલી નબળાઈઓને સેબી દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં ફિક્સ કરવામાં પણ સીડીએસએલ નિષ્ફળ રહી હતી. સીડીએસએલનું તેના કામકાજમાંની નબળાઈનું મૂલ્યાંકન અને ઘૂસણખોરી પરીક્ષણ-VAPT વ્યાપક ન હતું કારણ કે તેમાં તમામ ડોમેન્સ અને બાહ્ય એપ્લિકેશન્સ આવરી લેવામાં આવી નહોતી. તેમ જ તેમાં ડિઝાસ્ટર રિકવીની કવાયતનમાં ખામી હતી. ડિઝાસ્ટર રિકવરીની સાઈટ પર ઓપરેશન્સનું માઈગ્રેશન અપૂર્ણ રહેતું હતું.
સેબીએ તેના આદેશમાં જણાવ્યું છે કે, “ડિપોઝિટરીનું પ્રણાલીગત મહત્વ હોવાને કારણે આવી ખામીઓની અસર માત્ર વ્યક્તિગત રોકાણકારો પર જ નહીં, પરંતુ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટની અખંડિતતા અને સ્થિરતા પર પણ પડે છે.” ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈ મહિનામાં પણ સેબીએ નવેમ્બર ૨૦૨૨માં સિસ્ટમ્સને અસર કરનાર માલવેર હુમલા અને સાયબર સુરક્ષા ક્ષતિઓ માટે સીડીએસએલ પર રૂ. ૧ કરોડનો દંડ ફટકાર્યો હતો. જોકે, રેગ્યુલેટરે એ પણ નોંધ્યું છે કે સીડીએસએલ દ્વારા પાછળથી લેવાયેલા સુધારાત્મક પગલાંઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા જ છે.
Tags: 102 page SEBI order CDSL capital market regulations India CDSL cybersecurity lapses malware CDSL disaster recovery drill shortcomings CDSL operational audit SEBI CDSL penalty payment 45 days CDSL remedial measures SEBI CDSL stock impact SEBI penalty CDSL ઓપરેશનલ ઓડિટ સેબી CDSL ડિઝાસ્ટર રિકવરી ડ્રિલ ખામીઓ CDSL દંડ ૪૫ દિવસમાં ચુકવણી CDSL શેર પર સેબી દંડની અસર CDSL સાયબર સુરક્ષા માલવેર હુમલો CDSL સુધારાત્મક પગલાં સેબી CDSL ₹1 crore fine 2026 CDSL ₹૧ કરોડ દંડ ૨૦૨૬ Central Depository Services India penalty CUSA operations violations SEBI CUSA ઓપરેશન્સ ઉલ્લંઘન સેબી depository participants pledge rules depository system critical infrastructure India financial market compliance India financial news updates India financial regulation news 2026 Indian financial news 2026 Indian securities market stability institutional compliance India. સેબી દ્વારા સીડીએસએલ પર દંડ investor protection SEBI guidelines market integrity and stability SEBI pledge request rejection CDSL PTI financial news India SEBI compliance lapses CDSL SEBI order against CDSL October 2026 SEBI penalty on CDSL SEBI regulatory action depositories SEBI strict action on depositories stock exchange compliance news stock market regulator India news unauthorise data transmission CDSL VAPT exercise limitations CDSL VAPT પરીક્ષણ મર્યાદાઓ CDSL vulnerability assessment CDSL fine અનધિકૃત ડેટા ટ્રાન્સમિશન CDSL કેપિટલ માર્કેટ નિયમો ભારત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ નિયમો ડિપોઝિટરી સિસ્ટમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળાઈ મૂલ્યાંકન દંડ CDSL નાણાકીય નિયમન સમાચાર નાણાકીય બજાર પાલન ભારત નાણાકીય સમાચાર અપડેટ્સ પીટીઆઈ નાણાકીય સમાચાર પ્લેજ રિક્વેસ્ટ રિજેક્શન નિયમો બજાર અખંડિતતા અને સ્થિરતા ભારતીય નાણાકીય સમાચાર ૨૦૨૬ ભારતીય મૂડીબજાર સ્થિરતા રોકાણકાર સુરક્ષા સેબી માર્ગદર્શિકા શેરબજાર નિયમનકાર સમાચાર સંસ્થાકીય અનુપાલન ભારત. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસેઝ દંડ સેબી કડક કાર્યવાહી ડિપોઝિટરી સેબી નિયમનકારી કાર્યવાહી સેબી પાલન ખામીઓ CDSL સેબીનો CDSL વિરુદ્ધ આદેશ સ્ટોક એક્સચેન્જ પાલન સમાચાર ૧૦૨ પાનાનો સેબી આદેશ
