• 4 November, 2026 - 12:22 AM

ઇલેક્ટ્રિક વેહિકલના વેચાણથી કઈ કંપનીઓને ફાયદો થશે, કયા શેર્સના ભાવ વધી શકે

ઇલેક્ટ્રિક વેહિકલના વેચાણથી કઈ કંપનીઓને ફાયદો થશે, કયા શેર્સના ભાવ વધી શકે

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશન અભૂતપૂર્વ ઝડપે વધી રહ્યું છે. તહેવારોની મોસમ, ઓપરેટિંગ કોસ્ટ એટલે કે પ્રતિ કિલોમીટરનો રનિંગ ખર્ચમાં મોટો બચાવ, દેશમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સરકાર દ્વારા મળતી રાહતો તેમજ પેટ્રોલ-ડીઝલના ઊંચા અને અસ્થિર ભાવો જેવા મુખ્ય પરિબળો ગ્રાહકોને ઈ-વાહનો તરફ આકર્ષિત કરી રહ્યા છે. ઓક્ટોબર 2026ના રજિસ્ટ્રેશન આંકડા દર્શાવે છે કે એક તરફ સમગ્ર પેસેન્જર વાહનોના માર્કેટમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ ઈ-વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 74.7 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.

આ ઈલેક્ટ્રોનિક ક્રાંતિનો સૌથી મોટો ફાયદો ટાટા મોટર્સ (Tata Motors) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra) જેવી અગ્રણી ભારતીય ઓટોમોબાઇલ કંપનીઓને થઈ રહ્યો છે, જેના લીધે તેમના પરંપરાગત વાહનોના વેચાણમાં થયેલા ઘટાડા સામે મોટું રક્ષણ પણ મળ્યું છે. 

ટાટા મોટર્સ: ઓક્ટોબરમાં ટાટા મોટર્સના EV રજિસ્ટ્રેશનમાં 76.3 ટકાનો ઉછાળો આવીને 14,560 યુનિટ્સ થયું છે અગાઉના વર્ષે આ વેચાણ 8,259 યુનિટ્સ હતું . ટાટાના કુલ પેસેન્જર વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 20.2 ટકા થયો છે. આમ કંપની દ્વારા વેચવામાં આવતા દર પાંચમાંથી એક વાહન ઇલેક્ટ્રિક વાહન છે. કંપનીની પંચ ઈવીનું મોડેલ એક જ મહિનામાં 5,000 થી વધુ વેચાઈને પ્રથમ સફળ સ્ટેન્ડઅલોન ઈ.વી. બની છે.

મહિન્દ્રા: મહિન્દ્રાના EV રજિસ્ટ્રેશનમાં 84.2 ટકાનો મોટો વધારો નોંધાયો છે. તેનુ ંકુલ વેચાણ 8,473 યુનિટ્સ થયું છે. મહિન્દ્રાના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વેહિકલના હિસ્સો વધીને 13.2 ટકા થયો છે. 

MG મોટર્સ: એમજી એસઓવી રેન્જમાં 55,016 યુનિટ્સ સાથે મજબૂત પકડ ધરાવે છે. ટાટા, મહિન્દ્રા અને એમજી મળીને ભારતના કુલ પેસેન્જર ઇલેક્ટ્રિક વેહિકલના માર્કેટનો 83 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. 

ઇલેક્ટ્રિક વાહનોના ફાયદા અને ગેરફાયદા

ફાયદામાં રનિંગ કોસ્ટમાં બચત: પેટ્રોલ-ડીઝલ ગાડીઓ સામે ઇલેક્ટ્રિક વેહિકલ ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર 75 ટકાથી 80 ટકા જેટલો ઓછો આવે છે.

પર્યાવરણ સુરક્ષા અને ઝીરો એમિશન: આ વાહનો કોઈ જ દૂષિત ધુમાડો છોડતા નથી અને અવાજ વગરનું શાંત ડ્રાઇવિંગ પ્રદાન કરે છે.

ઓછો મેન્ટેનન્સ ખર્ચ: એન્જિન, ગિયરબોક્સ કે એન્જિન ઓઈલ બદલવાની જરૂર ન હોવાથી સર્વિસિંગ ખર્ચ ખૂબ ઓછો આવે છે.

ગેરફાયદામાં ઊંચી પ્રારંભિક કિંમત: બેટરી પેક મોંઘો હોવાથી ICE વાહનોની સરખામણીએ ખરીદીની કિંમત વધારે હોય છે.

રેન્જ એનઝાયટી અને ચાર્જિંગ સમય: લાંબા અંતરની મુસાફરી વખતે હજુ પણ ચાર્જિંગ સ્ટેશનો અને ચાર્જ થવામાં લાગતો સમય પડકારરૂપ છે.

રીસેલ વેલ્યુ: ભવિષ્યમાં બેટરી લાઈફ અને બેટરી રિપ્લેસમેન્ટના ખર્ચને લીધે રીસેલ વેલ્યુ અંગે અસ્પષ્ટતા જોવા મળે છે.

પરંપરાગત વાહનો અને ઇલેક્ટ્રિક વેહિકલના વેચાણની તુલના

ઓક્ટોબર 2026 દરમિયાન માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ જેટો ડાયનામિક્સના આંકડા મુજબ સમગ્ર પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 14.6 ટકાનો ઘટાડો (5,01,406 યુનિટ્સ) જોવા મળ્યો હતો. 

ICE (પેટ્રોલ/ડીઝલ) વાહનો: પરંપરાગત વાહનોના રજિસ્ટ્રેશનમાં 17.9 ટકાનો ઘટાડો થયો છે. તેનું વેચાણ 4,64,760 યુનિટ્સનું થયું છે. મારુતિ સુઝુકીમાં 15.2 ટકા, હ્યુન્ડાઈમાં 16.6 ટકા અને કિયામાં 13.4 ટકાનો વાર્ષિક ઘટાડો નોંધાયો છે. 

EV વાહનો: તેનાથી વિપરીત EV રજિસ્ટ્રેશન 74.7 ટકા વધીને 36,646 યુનિટ્સ થયું છે. 

માર્કેટ પેનિટ્રેશન: પેસેન્જર કાર માર્કેટમાં EV નો હિસ્સો માત્ર એક જ વર્ષમાં 3.6 ટકાથી વધીને ડબલ થઈને 7.3 ટકા પર પહોંચી ગયો છે.

સમગ્રતયા ભારતીય ઇલેક્ટ્રિક વેહિકલના માર્કેટનું વિશ્લેષણ

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ હવે માત્ર ‘ભવિષ્યનો વિચાર’ નથી રહ્યું પરંતુ તે ઓટો સેક્ટરના ગ્રોથનું મુખ્ય પરિબળ બન્યું છે. વાહન એપના ડેટા મુજબ જાન્યુઆરી 2026માં જે ઇલેક્ટ્રિક વેહિકલ રજિસ્ટ્રેશન 21,029 યુનિટ્સ હતું તે વધીને ઓક્ટોબરમાં 35,777 યુનિટ્સ થયું છે. તેમ જ સપ્ટેમ્બરમાં રેકોર્ડ 37,284 યુનિટ્સનું રજિસ્ટ્રેશન થયું હતું. 

ગ્રાહકો હવે પેટ્રોલની અસ્થિર કિંમતો સામે ઇલેક્ટ્રિક વેહિકલને એક મજબૂત અને પરવડે તેવા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આ મોનિટરિંગ દર્શાવે છે કે જે કાર ઉત્પાદકો ઝડપથી ઇલેક્ટ્રિફિકેશન, યોગ્ય કિંમત અને સારી ડ્રાઇવિંગ રેન્જ આપશે તે માર્કેટ લીડર બનશે. પરંપરાગત ટેકનોલોજી પર નભતી કંપનીઓએ માર્કેટ શેર ગુમાવવો પડશે. જોકે, આ વર્ષે દિવાળી નવેમ્બરની શરૂઆતમાં હોવાથી ઓક્ટોબરના રજિસ્ટ્રેશન આંકડામાં ફેરફાર શક્ય છે, પરંતુ લાંબા ગાળે ભારતીય ઇલેક્ટ્રિક વેહિકલ માર્કેટ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓક્ટોબર 2026 દરમિયાન પેસેન્જર વાહનોના એકંદર વેચાણમાં 14.6 ટકાના ઘટાડા સામે ઇલેક્ટ્રિક વાહનો ઇલેક્ટ્રિક વેહિકલના વેચાણમાં 74.7 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આ ટેકનોલોજીકલ શિફ્ટથી ભારતીય ઓટો સેક્ટરની અગ્રણી કંપનીઓ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે સ્ટોક માર્કેટમાં નવા ટેકનિકલ પરિમાણો ઊભા થયા છે.

ટાટા મોટર્સ (Tata Motors – NSE: TATAMOTORS)

ટાટા મોટર્સ ભારતીય પેસેન્જર ઇલેક્ટ્રિક વેહિકલ માર્કેટમાં 60 ટકાથી વધુ હિસ્સા સાથે સ્પષ્ટ માર્કેટ લીડર છે. ઓક્ટોબરમાં ટાટાના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વેહિકલનો હિસ્સો વધીને 20.2 ઇલેક્ટ્રિક વેહિકલ  (દર 5 માંથી 1 વાહન) થયો છે, જે કંપની માટે મોટી કેશ-ફ્લો સપોર્ટ સિસ્ટમ બની છે. 

ટ્રેન્ડ: પરંપરાગત (ICE) કારના વેચાણમાં કડાકા સામે EV ના મજબૂત વેચાણે ટાટા મોટર્સના શેરમાં નીચેના સ્તરેથી સુંદર બાઉન્સબેક આપ્યો છે.

    • પ્રથમ સપોર્ટ: ₹840 – ₹850 (અહીં સ્ટોક માટે 200-DMA નો મજબૂત આધાર છે).

    • મેજર સપોર્ટ ઝોન: ₹810 – ₹820.

  • પ્રતિકાર સપાટી (Resistance Levels):

    • પ્રથમ ટાર્ગેટ/અવરોધ: ₹910 – ₹925.

    • બ્રેકઆઉટ લેવલ: ₹950 (જો શેર ₹950 ની ઉપર બંધ આપે છે, તો તે ઓલ-ટાઈમ હાઈ તરફ આગળ વધી શકે છે).

  • તારણ (Verdict): EV કેટેગરીમાં ‘Punch.ev’ ની માસિક 5,000 થી વધુ યુનિટ્સની માંગને લીધે આ શેર “Buy on Dips” (દરેક ઘટાડે ખરીદી) ની ઉત્તમ વ્યૂહરચના દર્શાવે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra – NSE: M&M)

મહિન્દ્રાના EV રજિસ્ટ્રેશનમાં ઓક્ટોબરમાં વાર્ષિક 84.2 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે અને તેમના વેચાણમાં ઇલેક્ટ્રિક વેહિકલનો હિસ્સો વધીને 13.2 ટકા થયો છે. સક્ષમ SUV પોર્ટફોલિયો અને નવી લોન્ચિંગ્સથી M&M ઓટો સેક્ટરમાં શ્રેષ્ઠ આઉટપરફોર્મર રહ્યો છે.

  • ટ્રેન્ડ: મધ્યમ અને લાંબા ગાળાના ચાર્ટ પર M&M સ્પષ્ટપણે Higher Top, Higher Bottom ની બુલિશ પેટર્ન બનાવી રહ્યો છે.

  • સપોર્ટ સ્તરો (Support Levels):

    • પ્રથમ સપોર્ટ: રૂ.2,680 – રૂ.2,700.

    • મજબૂત બેઝ સપોર્ટ: રૂ.2,550.

  • પ્રતિકાર સપાટી (Resistance Levels):

    • ઇમીડિએટ રજિસ્ટન્સ: રૂ.2,920.

    • બુલિશ ટાર્ગેટ: રૂ.3,100 – રૂ.3,150.

  • તારણ : મહિન્દ્રાનો સ્ટોક પોતાના 50-DMA અને 200-DMA બંનેની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે EV ની વધતી માંગથી શેર મધ્યમ ગાળે નવા રેકોર્ડ સ્તર બનાવી શકે છે.

ટ્રેડર્સ અને રોકાણકારો માટે સરખામણી અને વ્યૂહરચના

પેરામીટર ટાટા મોટર્સ (Tata Motors) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)
EV માર્કેટ હિસ્સો ~60%+ (પ્રથમ ક્રમે) ~18%+ (ઝડપથી વધતો)
ચાર્ટ સ્ટ્રક્ચર કન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ તરફ સ્પષ્ટ અપટ્રેન્ડ (Strong Bullish)
શોર્ટ ટર્મ આઉટલુક સકારાત્મક (₹920 ટાર્ગેટ) અત્યંત બુલિશ (₹3,100 ટાર્ગેટ)
રોકાણ વ્યૂહરચના રેન્જ બ્રેકઆઉટ પર ખરીદી કડાકામાં એક્યુમ્યુલેટ (Accumulate on dips)

Read Previous

આજે નિફ્ટી સ્પોટમાં શું કરી શકાય?

Read Next

શેરના પરફોર્મન્સ માટે રિલાયન્સ રિટેઈલનું પરફોર્મન્સ સુધરવું જરૂરી

Most Popular