વિદ્યા વાયર્સ લિમિટેડના પબ્લિક ઇશ્યૂમાં રોકાણ કરવુ જોઈએ કે નહિ

- મધ્યમથી લાંબા ગાળા માટ વિદ્યા વાયર્સના શેર્સમાં રોકાણ કરી શકાય
ત્રીજી ડિસેમ્બરે Vidya Wires Ltd. IPO માર્કેટમાં આવી રહ્યો છે. Vidya Wiresનો IPO કુલ રૂ. 300.01 કરોડનું બુક બિલ્ટ ઈશ્યૂ છે. તેમાંથી રૂ. 274.00 કરોડના મૂલ્યના 5.27 કરોડ નવી ઇક્વિટી શેર્સ ઓફર કરવાની છે. તેમ જ રૂ. 26.01 કરોડના મૂલ્યના 50 લાખ શેરોનો OFS (Offer for Sale) સમાવેશ થાય છે. Vidya Wires IPO 3 ડિસેમ્બર 2025 થી 5 ડિસેમ્બર 2025 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. IPOનું અલોટમેન્ટ 8 ડિસેમ્બર 2025ના રોજ થવાની શક્યતા છે અને લિસ્ટિંગ 10 ડિસેમ્બર 2025ના રોજ BSE અને NSE પર થવાની ધારણા છે. IPOના પ્રાઈસ બેન્ડ રૂ. 48 થી રૂ.52 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે. એક લોટ 288 શેરનો છે. રિટેલ ઇન્વેસ્ટર માટે લોટ રૂ. 52ના અપર ઓફર પ્રાઈસ મુજબનું મિનિમમ રોકાણ રૂ. 14,976 થશે.
એસ-NII માટે 14 લોટની મિનિમમ અરજી અને રૂ. 2,09,664નું મિનિમમ રોકાણ નક્કી કરવામાં આવ્યુ છે. તેમ જ બી-NII માટે 67 લોટ રૂ.10,03,392નું મિનિમમ રોકાણ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઈશ્યૂનો BRLM (Book Running Lead Manager) Pantomath Capital Advisors Pvt. Ltd. છે અને રજિસ્ટ્રાર MUFG Intime India Pvt. Ltd. છે.
Vidya Wires IPO ની વિગતો
કુલ ઓફર કરવામાં આવેલા શેર્સમાંથી ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર-QIBને કુલ નેટ ઓફરના વધુમાં વધુ 50 ટકા શેર્સ ઓફર કરવામાં આવશે. છૂટક રોકાણકારોને કુલ-નેટ ઓફરના ઓછામાં ઓછા 35 ટકા શેર્સ ફાળવવામાં આવ્યા છે. તેમ જ એનઆઈઆઈને માટે ઓછામાં ઓછા 15 ટકા શેર્સની ફાળવણી કરવામાં આવેલી છે.
- IPO Date: 3 ડિસેમ્બર 2025 થી 5 ડિસેમ્બર 2025
- Listing: BSE, NSE
- Face Value: ₹1 પ્રતિ શેર
- Price Band: ₹48 – ₹52
- Lot Size: 288 શેર
- Total Issue Size: 5,76,93,307 શેર (₹300.01 કરોડ)
- Fresh Issue: ₹274 કરોડ
- OFS: ₹26.01 કરોડ
- Pre-Issue Shares: 16 કરોડ
- Post-Issue Shares:26 કરોડ
Vidya Wires IPOની તારીખવાર વિગતો
- Open: 3 ડિસેમ્બર 2025
- Close: 5 ડિસેમ્બર 2025
- Allotment: 8 ડિસેમ્બર 2025
- Refunds: 9 ડિસેમ્બર 2025
- Demat ક્રેડિટ: 9 ડિસેમ્બર 2025
- Listing: 10 ડિસેમ્બર 2025
- UPI Mandate Cut-off: 5 ડિસેમ્બર 2025 સાંજે 5 વાગ્યા સુધી
કંપનીના પ્રમોટર્સ-Promoters
કંપનીના પ્રમોટર્સમાં શ્યામ સુન્દર રાઠી, શૈલેશ રાઠી અને શિલ્પા રાઠીનો સમાવેશ થાય છે. પબ્લિક ઇશ્યૂ આવ્યા પહેલા તેમનું હોલ્ડિંગ 99.91 ટકાનું છે. પબ્લિક ઇશ્યૂ આવી ગયા પછીનું તેમનું હોલ્ડિંગ તેઓ કેટલા શેર્સ પબ્લિક માટે છૂટા કરે છે તેને આધારે નક્કી થશે.
Vidya Wires Ltd.ના કામકાજ
1981માં સ્થાપવામાં આવેલી કંપની Vidya Wires Limited તાંબા અને એલ્યુમિનિયમ વાયરનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોડક્ટ્સ ઇલેક્ટ્રિક સિસ્ટમ, એનર્જી જનરેશન, ઈ-મોબિલિટી, રેલવે અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. કંપનીની વાર્ષિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાલમાં 19,680 મેટ્રિક ટનની છે. આ ક્ષમતા 37,680 MTPA કરવાની યોજના છે. તેને માટે ગુજરાતમાં Narsanda-નરસંડા ખાતે નવું એકમ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે કંપની 8,000થી વધુ SKU બનાવે છે. આ એસકેયુ 0.07 mm થી 25 mmની રેન્જમાં છે. તદુપરાંત કંપની નવા પ્રોડક્ટ્સમાં કોપર ફોઇલ્સ, સોલાર કેબલ્સ અને એલ્યુમિનિયમ વાઇન્ડિંગ વાયરના મેન્યુફેક્ચરિંગનો સમાવેશ કરવામાં આવશે. અત્યારે પણ કંપની પાસે સારી પ્રોડક્ટ્સ રેન્જ છે. તેની પ્રોડક્ટ રેન્જમાં Enameled Copper Winding Wires, Rectangular Copper Strips, Fiberglass Covered Conductors, Paper Insulated Conductors, PV Ribbon & Bus Bar અને Copper Busbar સહિતના પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. કંપની તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં Precision-engineered Enameled Wires, Enameled Copper Rectangular Strips, Paper Insulated Copper Conductors, Copper Busbar and Bare Copper Conductors, Specialized Winding Wires, PV Ribbon અને Aluminum Paper Covered Stripsનો સમાવેશ કરવા માગે છે. આ ઉત્પાદનોનું ઉપયોગ ક્ષેત્રો — Energy Generation & Transmission, Electrical Systems, Electric Motors, Clean Energy Systems, Electric Mobility અને Railways માં થાય છે. આજની તારીખે કંપનીમાં 139 કાયમી કર્મચારીઓ અને 394થી વધુ કોન્ટ્રાક્ટ વર્કર્સ કામ કરે છે.
કંપનીની સ્પર્ધાત્મક તાકાત
આજની તારીખે કંપની પાસે Diversified customer base-વિવિધ પ્રકારના ગ્રાહકોનો સમુહ મોજૂદ છે. તેમ જ તેની પાસે પ્રોડક્ટ્સનો મજબૂત પોર્ટફોલિયો છે. પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે જોઈતા કાચા માલનું પણ પોતે જ ઉત્પાદન કરે તેવી વ્યવસ્થા ઊભી કરવા તરફ કંપની આગળ વધી રહી છે. કંપનીનો પ્લાન્ટ વ્યૂહાત્મક સ્થળે આવેલો છે. કંપનીનો નાણાંકીય ટ્રેક રેકોર્ડ મજબૂત રહ્યો છે. તેમ જ વાયર મેન્યુફેક્ચરિંગના સેક્ટરમાં કંપની મજબૂત અનુભવ ધરાવે છે.
કંપનીની આર્થિક તાકાત પણ સારી જ છે. કંપનીની આવકની વાત કરીએ તો 2023-24ની તુલના કંપનીની 2024-25ની આવકમાં 25 ટકાનો વધારો થયો છે. તેમ જ કંપનાના વેરા પછીના નફામાં 59 ટકાનો વધારો થયો છે. કંપનીની ઇક્વિટી પર છૂટતું વળતર 24.57 ટકાનું છે. કંપની દ્વારા કંપનીના વિકાસ માટે લગાડવામાં આવતી નવી મૂડી એટલે કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ 19.72 ટકાનો છે. કંપનીનો ડેટ-ઇક્વિટી રેશિયો 0.88નો છે. તેમ જ વેરા પછીના નફાના માર્જિ 2.74 ટકાનો છે. કંપનીના EBITDA Margin 4.32 ટકા છે. તેમ જ બજાર મૂડીકરણ-Market Cap રૂ.1,106 કરોડનું છે.
| Assets | Income | PAT | EBITDA | |
| Jun 2025 | 376.93 | 413.09 | 12.06 | 18.67 |
| FY 2025 | 331.33 | 1,491.45 | 40.87 | 64.22 |
| FY 2024 | 247.84 | 1,188.49 | 25.68 | 45.52 |
| FY 2023 | 209.08 | 1,015.72 | 21.53 | 35.84 |
પબ્લિક ઇશ્યૂના નાણાંનું શું કરશે
પબ્લિક ઇશ્યૂના માધ્યમથી એકત્રિત કરવામાં આવનારા રૂ. 300 કરોડમાંથી નવા પ્રોજેક્ટ (ALCU Subsidiary) માટે Capex-મૂડી ખર્ચ તરીકે રૂ. 140 કરોડ વાપરવામાં આવશે. તેમ જ બીજા રૂ. 100 કરોડનું ઉપયોગ કંપનીના માથા પરનું દેવું ચૂકવવા માટે ખર્ચ કરશે. બાકીના રૂ. 60 કરોડનો ખર્ચ જનરલ વહીવટી કામકાજ માટે કરવામાં આવશે.
Vidya Wires કંપનીના કામકાજ અને સંભાવના
વિદ્યા વાયર્સ લિમિટેડ કંપની વાઈન્ડિંગ અને કન્ડક્ટિવિટી પ્રોડક્ટ્સ રેન્જના વાયર ઉત્પાદનમાં કાર્યરત છે. ર દાયકા જેટલી જૂની વારસાગત ઓળખ ધરાવે છે અને 8000 થી વધુ SKU એક જ છત નીચે ધરાવે છે. કંપનીએ દર્શાવેલા સમયગાળામાં તેના ટોપલાઈન-કામકાજ અને બોટમલાઇન-નફામાં નિશ્ચિત અને સતત વૃદ્ધિ થતી જોવા મળી છે. કંપની પોતાના ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા કંપની ક્ષમતા વધારી રહી છે. તાજેતરના નાણાકીય આંકડાઓના આધારે ઈશ્યુ વાજબી કિંમતે મૂલવવામાં આવેલો જણાય છે. રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાની દૃષ્ટિએ તેમાં રોકાણ કરી શકે છે.
Vidya Wires Ltd. (VWL) વાઈન્ડિંગ અને કન્ડક્ટિવિટી પ્રોડક્ટ્સના ઉત્પાદકોમાંની એક કંપની છે. બજારમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો ઇરાદો કંપની ધરાવે છે. 1981થી કંપનીએ તેના વ્યવસાય, ઓપરેશન્સ અને ઉત્પાદન વૈવિધ્યમાં વિસ્તાર કરવાનું ચાલુ રાખ્યું છે. અત્યારે કંપનીની કુલ ક્ષમતામાંથી 94.51 ટકા ક્ષમતાનો ઉપયોગ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળામાં થયો છે. 2022-23માં તેની 70.31 ટકા ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંપનીના ઉત્પાદન ક્ષમતામાં છેલ્લા ત્રણ વર્ષમાં 29.23 ટકાનો વધારો થયો છે.
વિદ્યા વાયર્સ અત્યારે Power Grid Corporation of India Limitedને માલ સપ્લાય કરતી કંની છે. કંપની UL-Approved છે, જેથી તે USA માં enameled copper, aluminium wire, Magnet Wire નિકાસ પણ કરી શકે છે. નિકાસ અને આયાત માટે હજીરા અને મુન્દ્રા જેવા મુખ્ય બંદરોની સુવિધા ઉપલબ્ધ છે. રિન્યુએબલ સ્રોતમાંથી વીજળી મેળવતી ડિવાઈઝ માટેના સાધનો પણ કંપની બનાવે છે. કંપનીના પ્લાન્ટને ISO 9001:2015, ISO 45001:2018, અને ISO 14001:2015 પ્રમાણપત્ર પ્રાપ્ત છે. તેના ઉત્પાદનો BIS ધોરણો અનુસાર છે. કંપનીનો ક્લાયન્ટ બેઝ પણ મોટો અને લોયલ છે.
કંપનીના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે કંપનીના ગ્રાહકોની સંખ્યા 318ની હતી. 2024-25માં તેના ગ્રાહકોની સંખ્યા 458ની હતી. 2023-24ના વર્ષમાં તેના ગ્રાહકોની સંખ્યા 472 થઈ હતી. તેના એક ક્લાયન્ટ પાસેથી તેને થતી આવક વધુમાં વધુ 9 ટકા છે.
નવેમ્બર 2024માં કંપનીએ 3:1ના પ્રમાણમાં બોનસ શેર આપ્યા હતા. કંપનીના શેર્સની પ્રોમોટરોની ખરીદી કિંમત Rs 0.11 અને Rs 0.25 પ્રતિ શેરની આવે છે. નાણાકીય પરફોર્મન્સની વાત કરીએ તો કંપનીનો નફો સતત વધી રહ્યો છે. કંપનીના કામકાજ અને નફામાં સતત વધારો થતો હોવાનું જોવા મળી રહ્યું છે.
નાણાંકીય પરફોર્મન્સ
FY23 → Total Income ₹1015.72 cr | PAT ₹21.50 cr
FY24 → Total Income ₹1188.49 cr | PAT ₹25.69 cr
FY25 → Total Income ₹1491.45 cr | PAT ₹40.87 cr
Q1 FY26 → Total Income ₹413.09 cr | PAT ₹12.06 cr
છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની શેરદીઠ કમાણી રૂ. 2.04ની સુધી પહોંચી છે. આ જ રીતે રિટર્ન ઓન નેવવર્થ 22.69 ટકાની છે. પબ્લિક ઇશ્યૂ પહેલા કંપનીના નેટ એસેટ વેલ્યુ રૂ. 11.15ની છે. પ્રાઈસ ટુ બુક વેલ્યુ રૂ. 4.66ની છે. આઈપીઓ પછી પ્રાઈસ ટુ બુક વેલ્યુ વધીને રૂ. 6.20ની થશે. 2025-26નો પીઈ 22.91નો છે. આ બધાં પરિબળોને આધારે જોઈએ તો કંપનીના શેરનો ભાવ વાજબી છે. કંપનીના વેરા પછીના માર્જિન પણ સતત વધી રહ્યા છે. 2022-23માં વેરા પછીના માર્જિન 2.12 ટકા, 2023-24મા 2.16 ટકા, 2024-25માં 2.74 ટકા અને 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે 2.92 ટકા થયા છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ પણ સતત વધી રહ્યા છે. 2022-23માં 16.87 ટકા આરઓસીઈ હતો તે 2023-24માં 18.25ટકા, 2024-25માં 19.72 ટકા અને 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે 5.24 ટકા થયો છે. આ ગાળામાં કંપનીએ કોઈ જ ડિવિડંડની જાહેરાત કરેલી નથી.
કંપનીએ Precision Wires, Ram Ratna Wires અને Apar Industries ને હરીફ કંપની તરીકે ઓળખાવી છે. પરંતુ તેમની સાથે સંપૂર્ણપણે વિદ્યા વાયરને સરખાવી શકાય તેવી નથી. VWL winding અને conductivity પ્રોડક્ટ્સના ઉત્પાદન ક્ષેત્રમાં 40+ વર્ષનો અનુભવ ધરાવે છે અને 8000થી વધુ SKU સાથે બજારમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. વિદ્યા વાયરની નાણાકીય વૃદ્ધિ સ્થિર રહી છે, તેની ઉત્પાદન ક્ષમતા વૃદ્ધિ ચાલુ છે. કંપનીના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. પ્રાઈસિંગ વાજબી હોવાથી અને કંપનીના વિકાસના માર્ગને જોતા, મધ્યમથી લાંબા ગાળાના સૂચિત રોકાણકારો માટે IPO યોગ્ય માનવામાં આવે છે.



