• 5 November, 2026 - 7:12 AM

દરિયાની ગરમી વધતા માછલીઓના સ્થળાંતરથી માછીમારોને માછલી પકડવામાં પડી રહેલી તકલીફ

 દરિયાઈ પરિસ્થિતિમાં ફેરફાર થતાં માછલીઓનું વધી રહેલું સ્થળાંતરથી માછીમારી કરનારાઓ મુશ્કેલીમાં 

દરિયાના ગરમ થઈ રહેલા પાણી, દરિયાઈ ગરમીના મોજા, માછલીઓની બદલાતી વસ્તી અને ભૌગોલિક સ્થળાંતર, પરવાળાંનું ધોવાણ, નુકસાનકારક શેવાળનો ઉપદ્રવ અને દરિયાની અણધારી આબોહવાને કારણે દરિયાકાંઠાના માછીમારો તેમજ પશુપાલકોની આજીવિકા સામે મોટો આર્થિક અને સામાજિક ખતરો ઊભો થયો છે, તેવી ગંભીર ચેતવણી દરિયાઈ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે. માછલીઓનું સ્થળાંતર વધી રહ્યું હોવાથી માછીમારોને માછલીઓ પકડવામાં તકલીફ પડી રહી છે. ભારતમાં કોચી ખાતે ICAR-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI) દ્વારા આયોજિત ૩-દિવસીય આંતરરાષ્ટ્રીય ‘ટ્રેવર સફારી’ સિમ્પોઝિયમ-ગોષ્ઠીના ઉદઘાટન સમારોહમાં જણાવવામાં આવ્યું છે. આ સમારોહમાં વિશ્વના ૩૦ દેશોના ૩૦૦ થી વધુ વૈજ્ઞાનિકો, આબોહવા નિષ્ણાતો અને ઓશનોગ્રાફર્સે ભાગ લીધો હતો.

આધુનિક ટેકનોલોજી અને સેટેલાઇટ રિમોટ સેન્સિંગનું મહત્વ

વૈજ્ઞાનિકોએ દરિયાઈ નિવસનતંત્રમાં થઈ રહેલા જૈવિક અને ભૌતિક ફેરફારોને સમયસર સમજવા અને માછીમારોને સચોટ હવામાન તથા મત્સ્ય ઉદ્યોગ વિષયક સચોટ આગોતરી ચેતવણીઓ આપવા માટે વિવિધ ટેકનોલોજીના સંકલન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બ્રિટનની સંસ્થા POGOના સીઈઓ સોફી સીયાવાએ જણાવ્યું કે, સંભવિત મત્સ્યચોરી કે મત્સ્ય ઉત્પાદક વિસ્તારો-માછી મારી કરવા માટેના વિસ્તારોની સચોટ માહિતી આપવા, શેવાળનું ટ્રેકિંગ કરવા અને દરિયાઈ ગરમીની આગાહીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને સેટેલાઈટ ડેટાનું એકીકરણ અત્યંત જરૂરી છે.

ક્લાયમેટ ચેન્જ અને વારંવાર આવતી આપત્તિઓની અસરો

ગ્રીસની નેશનલ એન્ડ કાપોડિસ્ટ્રિયન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક જોન એ. ગિટીંગ્સે પોતાના સંશોધનમાં રજૂ કર્યું હતું કે, તાજેતરના દાયકાઓમાં વાવાઝોડાં, દુષ્કાળ અને દરિયાઈ ગરમીના મોજાં જેવા આત્યંતિક આબોહવાકીય ફેરફારો વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તેના કારણે દરિયાઈ જીવોની શારીરિક રચના, તેમની વિપુલતા, ભૌગોલિક વિતરણ અને સમુદાય માળખામાં અસામાન્ય ફેરફારો થઈ રહ્યા છે, જેના કારણે પરંપરાગત મત્સ્યોદ્યોગ પર મોટી વિપરીત અસર પડી છે. 

ઇસરો (ISRO) ની ટેકનોલોજી અને OCM-3 સેટેલાઇટનું પ્રદાન

ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર એન. અપર્ણાએ મુખ્ય પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતનો Ocean Colour Monitor-3 (OCM-3) સેટેલાઇટ (EOS-06/ઓશનસેટ-૩ પર આધારિત) દરિયાઈ ઉત્પાદકતા માપવામાં અને એલ નીનો (El Niño) ની અસર ટ્રેક કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. સેટેલાઇટ ઈમેજરી દ્વારા દરિયામાં ‘ક્લોરોફિલ-એ’ (Chlorophyll-a)ની સાંદ્રતા માપી શકાય છે, જે માછલીઓની હાજરી અને દરિયાઈ જીવસૃષ્ટિની સમૃદ્ધિ દર્શાવતી સૌથી મહત્વપૂર્ણ સૂચક માહિતી છે.

‘ક્લોરોફિલ-એ’ (Chlorophyll-a): દરિયાઈ જીવન અને મત્સ્ય સંપદાનું સૌથી મોટું સૂચક

દરિયાઈ વિજ્ઞાન અને સેટેલાઇટ ઓશનોગ્રાફીના અધિકૃત સોર્સ (જેવા કે ઇસરો (ISRO) ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) અને ICAR-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – CMFRI) ના અહેવાલો મુજબ, ‘ક્લોરોફિલ-એ’ એ સમુદ્રની સવારી અને તેની જૈવિક સમૃદ્ધિને સમજવા માટેની સૌથી મહત્વપૂર્ણ ચાવી છે.

‘ક્લોરોફિલ-એ’ (Chlorophyll-a) એટલે શું?

  • ક્લોરોફિલ-એ એ એક પ્રકારનું લીલું રંજકદ્રવ્ય (Green Pigment) છે, જે સમુદ્રમાં તલના દાણા કે તેથી પણ સૂક્ષ્મ તરેતી વનસ્પતિઓમાં (ફાયટોપ્લાંકટન / Phytoplankton) કુદરતી રીતે હાજર હોય છે. જમીન પરના છોડની જેમ આ સૂક્ષ્મ દરિયાઈ વનસ્પતિઓ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) કરે છે અને સમુદ્રની પ્રાથમિક ઉત્પાદકતા (Primary Productivity) નક્કી કરે છે.

  • ઇસરો (ISRO) ની ટેકનોલોજી: તાજેતરના વૈજ્ઞાનિક અહેવાલો અને ઇસરોના NRSC ના આધારે, ભારતનો Ocean Colour Monitor-3 (OCM-3) સેટેલાઇટ (EOS-06/ઓશનસેટ-૩ પર ઉપલબ્ધ) દરિયાના પાણીના રંગમાં થતા સૂક્ષ્મ ફેરફારોનું નિરીક્ષણ કરે છે. પાણીમાં ક્લોરોફિલ-એ ની માત્રા જેટલી વધુ હોય, તેટલો દરિયાના રંગમાં ફેરફાર થાય છે. સેટેલાઇટ આ ઈમેજરી દ્વારા સમુદ્રના વિશાળ વિસ્તારમાં ક્લોરોફિલ-એ ની સાંદ્રતા (Concentration) ચોકસાઈપૂર્વક માપે છે.

દરિયાઈ જીવસૃષ્ટિ અને માછલીઓની હાજરી પર તેની અસર

ક્લોરોફિલ-એ ની સાંદ્રતા દરિયાઈ જીવો પર સીધી અને ઊંડી અસર કરે છે. ક્લોરોફિલ-એ ધરાવતા ફાયટોપ્લાંકટન એ દરિયાઈ આહાર સાંકળનો સૌથી પહેલો અને મુખ્ય પાયો છે. આ સૂક્ષ્મ વનસ્પતિઓને ખાવા માટે ઝૂપ્લાંકટન (Zooplankton – સૂક્ષ્મ જીવો) આકર્ષાય છે. જ્યાં ક્લોરોફિલ-એ નું પ્રમાણ વધુ હોય, ત્યાં પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો હોવાથી નાની માછલીઓ અને મોટી શિકારી માછલીઓ (Pelagic Fishes) મોટા જૂથમાં એકત્ર થાય છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો ક્લોરોફિલ-એ ના ડેટાનો ઉપયોગ કરીને માછીમારો માટે ‘સંભવિત મત્સ્યક્ષેત્રો’ નક્કી કરે છે.

દરિયાઈ જીવો પર હકારાત્મક અને નકારાત્મક અસરો

નિયમિત અને સંતુલિત માત્રામાં ક્લોરોફિલ-એ ની હાજરી દરિયાઈ સજીવોની વસ્તીને પોષે છે, મત્સ્ય ઉદ્યોગને વેગ આપે છે અને દરિયાઈ જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવે છે. મરીન હીટવેવ્સ કે પ્રદૂષણને કારણે જો ક્લોરોફિલ-એ નું પ્રમાણ અચાનક અતિશય વધી જાય (જેને હાર્મફુલ એલગલ બ્લૂમ્સ કે ઝેરી શેવાળનો વિસ્ફોટ કહે છે), ત્યારે તે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઘટાડી દે છે. તેનાથી દરિયાઈ જીવો ગૂંગળાઈને મૃત્યુ પામે છે. દરિયાઈ આહાર શૃંખલા (Marine Food Chain) માં ફાયટોપ્લાંકટન (Phytoplankton) અને ઝૂપ્લાંકટન (Zooplankton) એ સમગ્ર દરિયાઈ નિવસનતંત્ર (Marine Ecosystem) નો પાયો છે. આ બંને સૂક્ષ્મ સજીવો વગર સમુદ્રમાં જીવનની કલ્પના પણ થઈ શકતી નથી. આ બંનેનું દરિયાઈ આહાર શૃંખલામાં શું મહત્વ છે, તેની વિગતવાર સમજ નીચે મુજબ છે:

ફાયટોપ્લાંકટન (Phytoplankton – દરિયાઈ સૂક્ષ્મ વનસ્પતિઓ)

ફાયટોપ્લાંકટન એ પાણીની સપાટી પર તરતી અત્યંત સૂક્ષ્મ, એકકોષીય વનસ્પતિઓ (સાઇનોબેક્ટેરિયા અને શેવાળ) છે. જમીન પરના છોડની જેમ જ ફાયટોપ્લાંકટન સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણ  દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેઓ દરિયાઈ આહાર સાંકળની શરૂઆત કરે છે. દરિયાની તમામ નાની-મોટી આહાર શૃંખલાઓ સીધી કે આડકતરી રીતે આ વનસ્પતિઓ પર જ આધારિત છે. પૃથ્વી પર ઉત્પન્ન થતા કુલ ઓક્સિજનનો અડધો ભાગ આ દરિયાઈ ફાયટોપ્લાંકટન દ્વારા પૂરો પાડવામાં આવે છે. ઝૂપ્લાંકટન એ સમુદ્રમાં તરતા અત્યંત સૂક્ષ્મ પ્રાણીઓ છે (જેમાં જીવંત જીવાતો, નાના ક્રસ્ટેશિયન્સ અને માછલીઓના ડિંભ/અંડકનો સમાવેશ થાય છે). ઝૂપ્લાંકટનનો મુખ્ય ખોરાક ફાયટોપ્લાંકટન (સૂક્ષ્મ વનસ્પતિઓ) છે. તેઓ આ વનસ્પતિઓને ખાઈને જીવે છે. તેઓ ફાયટોપ્લાંકટન દ્વારા બનાવેલી સૌર ઉર્જા અને પોષક તત્વોને દરિયાની મોટી માછલીઓ અને અન્ય જળચર જીવો સુધી પહોંચાડવાનું કામ કરે છે. જો ઝૂપ્લાંકટન ન હોય, તો મોટી માછલીઓને ખોરાક મળી શકે નહીં.

દરિયાઈ આહાર શૃંખલામાં તેમની સંયુક્ત ભૂમિકા

દરિયાઈ આહાર શૃંખલાનો પ્રવાહ મુખ્યત્વે આ રીતે આગળ વધે છે:. એક, ફાયટોપ્લાંકટન સૂર્યઉર્જાથી ખોરાક બનાવે છે. બે, ઝૂપ્લાંકટન સૂક્ષ્મ પ્રાણીઓ તેને આહાર બનાવે છે. ત્રણ, ઝીંગા અને નાની માછલીઓ ઝૂપ્લાંકટનને ખાય છે. ચાર, નાની માછલીઓ અને મોટી શિકારી માછલીઓ, ડૉલ્ફિન અને વ્હેલ પોતપોતાની પ્રવૃત્તિના માધ્યમથી આખી આહાર શૃંખલા કુદરતી સંતુલન જાળવે છે. આમ ફાયટોપ્લાંકટન અને ઝૂપ્લાંકટન એ દરિયાઈ સજીવો માટે ‘જીવનદોરી’ સમાન છે, જે મત્સ્ય સંપદા અને દરિયાઈ જૈવવિવિધતાને જીવંત રાખે છે.

Read Previous

ગુજરાતના 9 લાખ કર્મચારી-પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાની સરકારે જાહેરાત કરી

Read Next

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી થતી નાણાકીય છેતરપિંડીથી બેન્કો-ફિનટેક કંપનીઓ બચે

Most Popular