લાંબી રેસના મજબૂત ઘોડા ગણાતા આ ચાર શેર્સમાં રોકાણ કરવાનું વિચારી શકાય
લાંબા ગાળાના ઉત્કૃષ્ટ ગ્રોથ પોટેન્શિયલ ધરાવતા ૪ સ્મોલકેપ શેર્સ
ભારતીય શેરબજારમાં તાજેતરમાં સ્મોલકેપ સ્ક્રિપ્સ પર દબાણ જોવા મળ્યું છે, જ્યાં ‘નિફ્ટી સ્મોલકેપ ૧૦૦’ ઈન્ડેક્સમાં શોર્ટ ટર્મ કરેક્શન આવતા ઘટડો નોંધાયો છે. પરંતુ આ સુધારા/ઘટાડા છતાં કૅલેન્ડર વર્ષ ૨૦૨૬ (CY26) માં સ્મોલકેપ ઈન્ડેક્સે મેઈનસ્ટ્રીમ બેંચમાર્ક ઈન્ડેક્સ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. સ્મોલકેપ શેરોમાં જોખમ અને વોલેટિલિટી (અસ્થિરતા) લાર્જકેપની તુલનામાં વધુ હોય છે, પરંતુ મજબૂત બેલેન્સ શીટ, શૂન્ય દેવું અને નીતિગત અનુકૂળતા ધરાવતા ક્ષેત્રોમાં સક્રિય સ્મોલકેપ કંપનીઓ લાંબા ગાળે જંગી વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. નીચે આવી ૪ ઉત્કૃષ્ટ સ્મોલકેપ કંપનીઓનું નાણાકીય પરફોર્મન્સ અને પૃથક્કરણ રજૂ કર્યું છે:
ટીડી પાવર સિસ્ટમ્સ (TD Power Systems Ltd.)
ટીડી પાવર સિસ્ટમ્સ (TDPS) એ પાવર જનરેશન એપ્લિકેશન્સ જેવી કે સ્ટીમ, ગેસ અને હાઈડ્રો ટર્બાઈન્સ માટે એસી (AC) જનરેટર્સ અને ઈલેક્ટ્રિક મોટર્સ બનાવતી અગ્રણી કંપની છે. પાછલા ૩ વર્ષમાં કંપનીની આવક (Revenue) ૨૮.૬% ના CAGR થી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬ માં રૂ. ૧૮,૫૬૨ મિલિયન થઈ છે. શુદ્ધ નફો (Net Profit) ૩૫.૧% ના આકર્ષક CAGR થી વધીને રૂ. ૨,૩૮૮ મિલિયને પહોંચ્યો છે. કંપનીનો રિટર્ન રેશિયો ઊંચો છે. કંપનીને માતે દેવું નથી. કંપનીનું સરેરાશ રિટર્ન ઓન ઇક્વિટી ૧૯.૮ ટકા અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ ૨૭.૫ ટકા રહ્યું છે. આ સિવાય કંપની પર કોઈ જ દેવું નથી (Debt-to-Equity = 0).
ઓર્ડર બુક અને કેપેક્સ પ્લાન: Q1FY27 માં કંપનીએ રૂ. ૭ બિલિયનથી વધુના ઓલ-ટાઈમ હાઈ ક્વાર્ટરલી ઓર્ડર્સ મેળવ્યા છે. FY27 માં આવક રૂ. ૨૬ બિલિયન રહેવાની ગાઈડન્સ છે. ક્ષમતા વધારવા માટે કંપની રૂ. ૫૦૦ મિલિયનનું કેપેક્સ (CapEx) કરી રહી છે, જેથી FY28 સુધીમાં આવક ક્ષમતા રૂ. ૩૨ બિલિયન અને FY29-30 સુધીમાં રૂ. ૪૦ બિલિયનથી વધુ કરવાની યોજના છે.
રોકાણ કરવામાં જોખમો: ગ્લોબલ કેપિટલ ગુડ્સ સાઈકલ અને પાવર સેક્ટરમાં જો મંદી આવે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક મૂડીરોકાણ ધીમું પડે તો કંપનીના નવા ઓર્ડર ઈનફ્લો પર નકારાત્મક અસર પડી શકે છે.
નેટવેબ ટેકનોલોજીસ (Netweb Technologies Ltd.)
નેટવેબ ટેકનોલોજીસ હાઈ-એન્ડ કોમ્પ્યુટિંગ સોલ્યુશન્સ (HCS), આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ્સ, પ્રાઈવેટ ક્લાઉડ અને ડેટા સેન્ટર સર્વર્સનું સુસજ્જ ડીઝાઈનિંગ તથા મેન્યુફેક્ચરિંગ કરતી અગ્રણી ભારતીય ટેક કંપની છે.
-
પોઝિટિવ પાસાં અને નાણાકીય પરફોર્મન્સ: કંપનીની આવકમાં ૩ વર્ષનો CAGR ૬૯.૯ ટકાનો રહ્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૨૬ માં આવક રૂ. ૨૧,૮૩૬ મિલિયને પહોંચી છે. ચોખ્ખો નફો ૬૩.૭ ટકાના CAGR સાથે વધીને રૂ. ૨,૦૫૮ મિલિયન થયો છે.
-
મજબૂત રિટર્ન્સ: કંપનીનું સરેરાશ ROE ૨૨.૮ ટકા અને ROCE ૩૨ ટકા છે, જ્યારે કંપની સંપૂર્ણપણે દેવામુક્ત છે.
-
એઆઈ અને ફ્યુચર ઈનોવેશન: નેટવેબ સ્થાનિક એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીપીયુ કોમ્પ્યુટિંગ, લિક્વિડ કૂલિંગ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સિમ્યુલેટર્સ જેવા અદ્યતન ક્ષેત્રોમાં રિસર્ચ કરી દેશની વધતી ડિજિટલ/AI માંગનો સીધો લાભ મેળવવા સજ્જ છે.
-
-
રોકાણ કરવામાં જોખમો:
ઝડપથી બદલાતી ટેકનોલોજી અને નેટ પ્રોફિટ માર્જિનમાં આવેલો નજીવો ઘટાડો (FY23 ના ૧૦.૫ ટકાથી ઘટીને FY26 માં ૯.૪ ટકા ચિંતાનો વિષય છે. સેમિકન્ડક્ટર કે જીપીયુ (GPU) સપ્લાય ચેઈનમાં વૈશ્વિક ખામી સર્જાય તો બિઝનેસ પર અસર પડી શકે છે.
કેન્સ ટેકનોલોજી (Kaynes Technology India Ltd.)
કેન્સ ટેકનોલોજી એ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (EMS) ક્ષેત્રે કાર્યરત એક ઈન્ટિગ્રેટેડ પ્લેયર છે.
-
પોઝિટિવ પાસાં અને નાણાકીય પરફોર્મન્સ: ૩ વર્ષમાં આવક ૪૭.૭% ના CAGR થી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬ માં રૂ. ૩૬,૨૬૪ મિલિયન અને ચોખ્ખો નફો ૫૬.૪% ના CAGR સાથે વધીને રૂ. ૩,૬૩૯ મિલિયન થયો છે. Q1FY27 માં કંપનીના EMS બિઝનેસે ૪૮% નો ગ્રોથ નોંધાવ્યો હતો.
-
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિસ્તરણ: ગુજરાતના સાણંદ ખાતે ‘કેન્સ સેમિકોન’ સુવિધા તેમજ ઓએસએટી (OSAT) અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) બિઝનેસ દ્વારા FY27 ના ત્રીજા ત્રિમાસિકથી રૂ. ૪૫૦-૫૦૦ કરોડની વધારાની આવક શરૂ કરવાનો લક્ષ્યાંક છે.
- રોકાણમાં જોખમો: અન્ય સ્મોલકેપ સાથીઓની સરખામણીએ કંપનીનો સરેરાશ ROE (૮.૫%) અને ROCE (૧૩.૪%) પ્રમાણમાં નબળો છે. આ ઉપરાંત, કંપની પર નજીવું દેવું (Debt-to-Equity = 0.1) છે. કાચા માલ (Electronic Components) ની વૈશ્વિક અછત અને બજારની અસ્થિરતા આગામી ક્વાર્ટર્સમાં આવક પર વિપરીત અસર કરી શકે છે.
ડેટા પેટર્ન્સ (Data Patterns India Ltd.)
ડેટા પેટર્ન્સ (ઈન્ડિયા) લિમિટેડ એ સંરક્ષણ (Defence) અને એરોસ્પેસ ક્ષેત્ર માટે રડાર, ઈલેક્ટ્રોનિક વોરફેર, એવિઓનિક્સ અને સેટેલાઈટ સિસ્ટમ્સ બનાવતી અગ્રણી સ્વદેશી કંપની છે.
-
પોઝિટિવ પાસાં અને નાણાકીય પરફોર્મન્સ: પાછલા ૩ વર્ષમાં આવક ૨૬.૮% અને નેટ પ્રોફિટ ૨૯.૮% ના CAGR થી વધ્યો છે. FY26 માં નેટ પ્રોફિટ રૂ. ૨,૭૧૪ મિલિયન રહ્યો છે. કંપનીનું સરેરાશ Net Profit Margin આશરે ૨૯% થી ૩૫% જેટલું ઊંચું અને મજબૂત છે.
-
દેવામુક્ત અને ઉત્કૃષ્ટ રિટર્ન: કંપની દેવામુક્ત છે (Debt-Free) અને સરેરાશ ROE ૧૪.૭% તથા ROCE ૨૦.૩% ધરાવે છે.
-
બ્રહ્મોસ મિસાઈલ અને ડીફેન્સ ઓર્ડર્સ: કંપની ‘બ્રહ્મોસ મિસાઈલ’ પ્રોજેક્ટ માટે મહત્વના ચેકઆઉટ ઈક્વિપમેન્ટ્સ સપ્લાય કરે છે અને તેને સતત પ્રોડક્શન તથા AMC સેવાઓના ઓર્ડર મળી રહ્યા છે. FY27 માં રૂ. ૨૦ બિલિયનના નવા ઓર્ડર મળવાની આશા છે. સાથે જ કંપની ડ્રોન અને એન્ટી-ડ્રોન ટેકનોલોજી તથા એક્સપોર્ટ માર્કેટમાં વિસ્તરણ કરી રહી છે.
-
-
રોકાણમાં જોખમો:
-
કંપનીનો સંપૂર્ણ બિઝનેસ સરકારી સંરક્ષણ ઓર્ડર્સ અને ડીઆરડીઓ (DRDO) પર નિર્ભર છે. જો સરકારી ડિફેન્સ બજેટમાં વિલંબ થાય કે ઓર્ડર એક્ઝિક્યુશન અટકે, તો ગ્રોથ ધીમો પડી શકે છે.
-

