• 2 November, 2026 - 12:53 PM

L&T ટેક્નોલોજી, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પાવર ગ્રીડના શેરોમાં રહેશે એક્શન, જાણો શું કહે છે ચાર્ટ્સ

L&T Technology Services (વર્તમાન ભાવ: રૂ. 4,279.25)

એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસિસના શેરમાં સતત ત્રણ સપ્તાહથી તેજી જોવા મળી રહી છે, જે મજબૂત અપવર્ડ મોમેન્ટમ દર્શાવે છે. રૂ. 3,000ના મજબૂત બેઝ ફોર્મેશન બાદ શેરમાં મોટો ઉછાળો આવ્યો છે અને તેણે રૂ. 3,860નું મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ પાર કરી લીધું છે, જે તેજી તરફનો સંકેત છે. જોકે, ટૂંકા ગાળામાં ભાવ ઘટીને સંભવતઃ રૂ. 3,900 સુધી રીટેસ્ટ કરવા આવી શકે છે. પરંતુ આગામી એક વર્ષમાં આ સ્ટોક રૂ. 4,700નું રેઝિસ્ટન્સ તોડીને રૂ. 5,800 સુધી પહોંચવાની મજબૂત સંભાવના છે. રૂ. 3,000નું સપોર્ટ લેવલ તૂટે તો જ આ બુલિશ આઉટલુક નકારાઈ શકે છે, અને તેનાથી નીચે રૂ. 2,600 પર સપોર્ટ છે.

Bank of Maharashtra (વર્તમાન ભાવ: રૂ. 81.20)

જૂન માસના અંતમાં રૂ. 94.50ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ આ સ્ટોક ડાઉનટ્રેન્ડમાં હતો. પરંતુ, ગત સપ્તાહે પચાસ દિવસની સરેરાશ વધઘટના રૂ. 74ની ઉપર રહેલી રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટથી શેરમાં શાનદાર બાઉન્સબેક જોવા મળ્યો અને સપ્તાહ દરમિયાન 8 ટકાનો સારો નફો નોંધાયો હતો. ચાર્ટ મુજબ સ્ટોકે ફરી અપવડ ટ્રેન્ડ પકડ્યો છે. આગામી સપ્તાહોમાં ભાવ વધીને અગાઉની ટોચ રૂ. 94.50 ને પાર કરી રૂ. 100 સુધી સ્પર્શી શકે છે. રૂ. 86 આસપાસ નાનો અવરોધ હોવાથી કામચલાઉ વિરામ આવી શકે છે, જ્યારે રૂ. 74નું સપોર્ટ લેવલ તૂટે તો ભાવ ઘટીને રૂ. 62 સુધી જઈ શકે છે.

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાઃ વર્તમાન ભાવ: રૂ.264.50

છેલ્લા બે વર્ષથી આ સ્ટોક નબળો રહ્યો છે અને એપ્રિલમાં ₹320ના બેરિયર બાદ ડાઉનટ્રેન્ડમાં હતો. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહની પ્રાઇસ એક્શન દર્શાવે છે કે તેમાં નવું બાઇંગ ઇન્ટરેસ્ટ ઊભું થયું છે. સ્ટોક પાસે ₹245 પર નોંધપાત્ર મજબૂત સપોર્ટ છે, જેના કારણે ગત સપ્તાહે તેમાં 7%નો વધારો નોંધાયો હતો. ₹275 પર થોડું રેઝિસ્ટન્સ હોવા છતાં આ રિકવરી આગળ વધીને ₹290 થી ₹300 ની પ્રાઇસ બેન્ડ સુધી પહોંચવાની પૂરી સંભાવના છે. જો ₹245નું સપોર્ટ લેવલ જોખમાય, તો ભાવ ઘટીને ₹220 સુધી નીચે આવી શકે છે.

રોકાણકારોએ શું કરવું?

વર્તમાન બજારની સ્થિતિ અને ટેકનિકલ ડેટાને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ આ સપ્તાહે ખાસ સાવચેતી અને રણનીતિ સાથે આગળ વધવું જોઈએ. ઉપરોક્ત ત્રણેય શેરો એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસિસ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પાવ ગ્રીડ કોર્પોરેશનના શેર્સ પોતપોતાના મહત્ત્વના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની નજીક ટ્રેડ કરી રહ્યા છે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો, તો લાર્સન એન્ડ ટુબ્રો ટેક્નોલોજી જેવા શેરોમાં ઘટાડે ખરીદી કરવાની રણનીતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં ફંડામેન્ટલ ગ્રોથ અને મજબૂત ટ્રેન્ડ દેખાય છે. તે જ રીતે, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પાવર ગ્રીડમાં પણ શોર્ટ-ટર્મ ટ્રેડર્સ માટે તકો છે, પરંતુ જો શેર તેમના નિર્ધારિત સપોર્ટ લેવલ એટલેકે બેન્ક ઓફ મહારાષ્ટ્રનો શેર રૂ. 74 અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો શેર રૂ.245ને તોડે તો તાત્કાલિક જોખમ ઊભું થઈ શકે છે. તેથી રોકાણકારોએ સંભાળવું અને ક્ષમતા પ્રમાણે સ્ટોપ લૉસ રાખવો જરૂરી છે. બજારની અસ્થિરતાને જોતાં આંધળુકિયા રોકાણ કરવાને બદલે યોગ્ય સ્ટોપ-લૉસ અને મજબૂત રિસ્ક મેનેજમેન્ટ સાથે જ નાણાંનું રોકાણ કરવું હિતાવહ છે.

Read Previous

‘Trading with Kunal’ અને ‘Simpy Gupta Live Trading’ સામે રોકાણકારો માટે રેડ એલર્ટ

Read Next

સોના-ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નરમાઈ, જાણી લો સ્થાનિક બજાર પર તેની અસર ને સંભાવનાઓ

Most Popular