‘Trading with Kunal’ અને ‘Simpy Gupta Live Trading’ સામે રોકાણકારો માટે રેડ એલર્ટ
‘Trading with Kunal’ અને ‘Simpy Gupta Live Trading’ સામે રોકાણકારો માટે રેડ એલર્ટ
મુંબઈ: શેરબજારમાં ગેરકાયદે ટિપ્સ આપવા અને ગેરંટીડ રિટર્નના નામે રોકાણકારોને ફસાવતા બિનઅધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ લાલ આંખ કરીને રોકાણકારોને વોટ્સએપ ગ્રુપ ‘Trading with Kunal’ અને યૂટ્યુબ ચેનલ ‘Simpy Gupta Live Trading’ થી દૂર રહેવા સ્પષ્ટ ચેતવણી આપી છે.
NSEના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ્સ એક્સચેન્જના કોઈ પણ નોંધાયેલા ટ્રેડિંગ મેમ્બર અથવા અધિકૃત વ્યક્તિ તરીકે રજિસ્ટર્ડ નથી. ‘Trading with Kunal’ (વોટ્સએપ ગ્રુપ): આ ગ્રુપ કમ્યુનિટી લીંક ([https://chat.whatsapp.com/GITdN9MfIiYGpEPGpmyi0g] અને (https:// chat.whatsapp.com/ GITdN9MfIiYGpEPGpmyi0g)) અને મોબાઈલ નંબર 8976221704 દ્વારા સક્રિય હતું, જે રોકાણકારોને શેરબજારની ટિપ્સ અને એકાઉન્ટ હેન્ડલિંગ (ખાતું સંભાળવા)ની સેવાઓ ઓફર કરતું હતું. આ જ રીતે ‘Simpy Gupta Live Trading’ (યૂટ્યુબ ચેનલ): આ યૂટ્યુબ ચેનલ ([https://www.youtube.com/@simpyguptalivetrading](https://www.youtube.com/ @simpyguptalivetrading)) રોકાણકારોને શેરબજારમાં ટ્રેડિંગ માટે અનાધિકૃત ટિપ્સ આપતી જોવા મળી હતી.
નિયામકો અને પોલીસ દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા ટ્રેડિંગ કૌભાંડો સામે લેવાયેલા કડક પગલાંના મુખ્ય અધિકૃત કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. સેબીએ 22મી ઓક્ટોબરે બહાર પાડેલી અખબારી યાદીમાં ઇન્વિટેશન-ઓન્લી વોટ્સએપ ગ્રુપો દ્વારા આપવામાં આવતી અનધિકૃત સ્ટોક ટિપ્સ સામે રોકાણકારોને ચેતવણી આપી હતી. સેબીએ ટ્રેડિંગ ગુરુ તરીકે ઓળખાતી ‘અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડેમી’ -Avadhut Sathe Trading Academy પણ સામે કડક કાર્યવાહી કરીને રોકાણકારો પાસેથી ગેરકાયદે એકત્ર કરેલા રૂ.546 કરોડ રિફંડ કરવાનો આદેશ આપ્યો હતો.
NSE એડવાઇઝરીએ 29 ઓક્ટોબર 2026 અને 30 ઓક્ટોબર 2026ના એક અખબારી યાદી બહાર પાડીને ‘Trading with Kunal’ અને ‘Simpy Gupta Live Trading’ સિવાય ‘Trading With Karol’ અને ‘Volcano Trade Achiever’s’ જેવા પ્લેટફોર્મ્સને પણ ગેરકાયદે જાહેર કરી રોકાણકારોને સાવચેત કર્યા હતા.
રોકાણકારો માટે NSEની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
-
ગેરંટીડ રિટર્નથી બચો: શેરબજારમાં નિશ્ચિત કે ગેરંટીડ રિટર્નનું વચન આપતી યોજનાઓ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે.
-
આઈડી અને પાસવર્ડ શેર ન કરો: તમારા ટ્રેડિંગ એકાઉન્ટના યુઝર આઈડી, પાસવર્ડ કે OTP કોઈ પણ અજાણી કે અનાધિકૃત વ્યક્તિ સાથે શેર કરવા નહીં.
-
બ્રોકરની ખરાઈ કરો: બ્રોકર અધિકૃત છે કે નહીં તે ચકાસવા માટે NSEની સત્તાવાર વેબસાઇટ પર ‘Know/Locate your Stock Broker’ સુવિધાનો ઉપયોગ કરો.
મહત્વની સૂચના: જો કોઈ રોકાણકાર આવા અનાધિકૃત સ્કીમ્સમાં જોડાય છે, તો તેને NSE હેઠળ મળતા ‘રોકાણકાર સુરક્ષા’ (Investor Protection), વિવાદ નિવારણ (Dispute Resolution Mechanism) કે ગ્રીવન્સ રેડ્રેસલ સ્કીમનો કોઈ લાભ મળશે નહીં. આવી છેતરપિંડી કેસમાં તમામ જોખમ પણ રોકાણકારનું પોતાનું રહેશે.

