top of page

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના બોર્ડના સભ્યો પાસેથી 28 કરોડની રિકવરીનો આદેશ

  • Team Vibrant Udyog
  • Jan 21, 2022
  • 2 min read
દૂધ મંડળીઓમાં દૂધભરનારાઓની જાણ કર્યા વિના જ મંડળીમાં ભરેલા દૂધ માટે લિટરદીઠ ચૂકવણામાંથી ૩૦ પૈસા કાપી લઈને કરોડોનું કૌભાંડ કર્યું
સંસ્થાના ૨૦૨૦-૨૧ના હિસાબોના ઑડિટમાં કૌભાંડ બહાર આવ્યું:સહમતી વિના થતી કપાત અંગે દૂધ સહકારી મંડળીઓએ ફરિયાદ કરતાં હકીકત પરથી પડદો ઊંચકાયો




ધી ખેડા દૂધ સહકારી સંઘના બોર્ડના ડિરેક્ટરોએ દૂધ ભરનારા સભાસદોની જાણ બહાર જ તેમને લિટરદીઠ દૂધની થતી આવકમાંથી લિટેરે ૩૦ પૈસા આરડા શેષને નામે અલગ તારવી લઈને ૨૮કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યું છે. આરડા એ આ સહકારી સંઘ સાથે સંકળાયેલું ટ્રસ્ટ છે. ટ્રસ્ટ માટે આ પૈસા અલગ તારવી લઈને મોટું કૌભાંડ આચરીને દૂધ ભરનારાઓના પૈસા ચાઉં કરી ગયા છે. ધી ખેડા દૂધ સહકારી સંઘના નિયામક મંડળ(બોર્ડ ઑફ ડિરેક્ટર્સ) પાસેથી રૂ. ૨૮,૦૧,૧૩,૬૦૮ની રિકવરી કરવા માટે પણ આદેશ કર્યા છે. ધી ખેડા દૂધ સહકારી સંઘના બોર્ડના ડિરેક્ટરો પાસેથી વ્યક્તિગત ધોરણે તેની રિકવરી કાઢવામાં આવે તેવી સંભાવના છે.


ધી ખેડા જિલ્લા સહકારી દૂદ ઉત્પાદક સંઘના પેટા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈની અવગણના કરીને તેમણે દૂધ ભરનારાઓના આર્થિક હિત સાથે સમાધાન કરીને ગેરરીતિ આચરી હોવાનું સંસ્થાના પહેલી એપ્રિલ ૨૦૨૦થી ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધીના સમયગાળાના હિસાબોના કરવામાં આવેલા ઓડિટમાં બહાર આવ્યું છે. ગુજરાત રાજ્યના કોઓપરેટીવ રજિસ્ટ્રારના ૧૨મી જાન્યુઆરી ૨૦૨૨ના આદેશમાં આરડા(ટ્રસ્ટનું નામ-ટ્રસ્ટ માટે) ઉપકર તરીકે દૂધ ભરનારાઓને લિટરદીઠ મળનારા કુલ રૃપિયામાંથી લિટરે ૩૦ પૈસા કાપી લીધા છે તે રકમની વસૂલાત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ રકમ કાપી લેવા માટે ધી ખેડા દૂધ સહકારી સંઘ દ્વારા કોઈ જ ઠરાવ કરવામાં આવેલો નથી. આ અંગે જે ઠરાવ થયેલો છે તે આરડા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો છે. આ રીતે થયેલી આવક આરડા ટ્રસ્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવેલી છે.ધી ખેડા દૂધ સહકારી સંઘે આરડા ટ્રસ્ટના ઠરાવનો સીધોઅમલ કરી દીધો છે. આ હકીકત અંગે તેમણે દૂધ મંડળીના સભાસદોને જાણ પણ કરી નથી. આરડા શેષ કાપવા માટે દૂધ મંડળીના સભ્યોને આરડા ટ્રસ્ટના સબ્ય બનાવવા માટે મંડળીની પ્રથમ સાધારણ સભામાં ઠરાવ કર્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ પ્રકારના ઠરાવ કર્યો હોવાના કોઈ જ આધારપુરાવાઓ મળ્યા નથી. આરડા શેષ કાપવા માટે મંડળીઓની સહમતી પણ લેવામાં આવતી નહોતી. આ રીતે દૂધની આવકમાંથી પૈસા કાપી લેવાની છૂટ કાયદાકીય જોગવાઈ હેઠળ પણ આપવામાં આવેલી નથી.


આરડા ઉપકર મંડળીના સ્યો હોય તેવા પાસેથી વરસે એકાદવાર કાપે તો તે સમજી શકાય તેમ છે, પરંતુ આ સંઘે દર દસ દિવસે દૂધ ભરનારાઓને કરવામાં આવતા ચૂકવણાની રકમમાંથી લિટરે ૩૦ પૈસા કાપી લીધા હતા. દૂધ ભરનાર સંઘનો સભ્યો છે, પરંતુ આરડા મંડળીને સભ્ય પણ ન હોવા છતાં તેના ચૂકવણાની રકમમાંથી આ રકમ કાપવામાં આવી છે. આરડા મંડળીની કક્ષાએ દૂધના વેપાર તરીકે આ રકમ ઉધારવામાં આવી છે. તેથી દૂધના વેપાર થકી થતો નફો ઘટયો છે.તેનાથી દૂધ ભરનારા સભાસદોને નુકસાન થયું છે. ખેડા દૂધ ઉત્પાદક સંઘે મંડળીને સભાસદાના આર્થિક હિત સાથે સમાધાન કર્યું છે.

Commenti


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page