DARKHORSESTOCKS : IFGL રીફ્રેક્ટરીઝઃ સંપૂર્ણ દેવામુક્ત કંપની રોકાણકારોને લાભ કરાવી શકે.
- Team Vibrant Udyog
- Dec 15, 2021
- 5 min read

IFGL રીફ્રેક્ટરીઝ એ એક દેવા મુક્ત કંપની છે. આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા આ કંપની છે. રીફ્રેક્ટરી લોખંડ કે આયર્નમાંથી તૈયાર થયેલો અને અતિશય ગરમીમાં પણ તેના આકાર અને સ્વરૂપને જાળવી રાખવાની ક્ષમતા ધરાવતો પદાર્થ છે. ગરમી કે દબાણ-પ્રેશર કે પછી કેમિકલનો તીવ્ર મારો પણ તેના સ્વરૂપ પર કોઈ અસર કરતી નથી. IFGL રિફ્રેક્ટરીઝના શેર્સનો વર્તમાન બજાર ભાવ રૂ. 290ની આસપાસનો છે. 1984માં કંપનીએ સ્લાઈડ ગેટ પ્લાન્ટ શરૂ કર્યો હતો. બ્રિટનની ફ્લોગેટ્સ લિમિટેડ સાથેના સંયુક્ત સાહસમાં તેણે આ ફ્લોગેટનું કામ શરૂ કર્યું હતું. યુનાઈટેડ સ્ટીલ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની યુએસએસ એન્જિનિયર્સ એન્ડ કન્સલ્ટન્ટ ઇન્કોર્પોરેશનના માધ્યમથી અમેરિકાના સ્ટીલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ફ્લોકોન સ્લાઈડ ગેટ સિસ્ટમના ભારતના એક્સક્લુઝિવ લાઈસન્સધારક તરીકે તેણે કામનો આરંભ કર્યો હતો. જાપાનના નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનનું એક ડિવિઝન ગણાતા ક્રોસાકી હારિમા કોર્પોરેશન પાસેથી આ માટેની ટેકનોલોજી મેળવી હતી.
1993માં કંપનીએ આઈસોસ્ટેટિકલી પ્રેસ્ડ કન્ટીન્યુઅસ કાસ્ટિંગ રિફ્રેક્ટરીઝ અને મેગ્નેશિયા કાર્બન ટેપ હોલ સ્લીવના ઉત્પાદનનો જાપાનની ક્રોસાકી હારિમા કોર્પોરેશનના સહયોગમાં આરંભ કર્યો હતો. આઈએસઓ 14001ના ધોરણને પ્રાપ્ત કરવા માટેની ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પણ IFGL પાસે મોજૂદ હતી. આજે IFGL રીફ્રેક્ટરીઝ લિમિટેડ સ્પેશિયાલાઈઝ ફ્લો કંટ્રોલ રીફ્રેક્ટરીઝના ઉત્પાદનના ક્ષેત્રની અગ્રણી કંપની છે. પ્રાઈમરી અને સેકન્ડરી સ્ટીલના ઉત્પાદનના ક્ષેત્રમાં તેનો ખાસ ઉપયોગ થાય છે. તેના કુલ વેચાણનો 85 ટકા હિસ્સો તો જુદાં જુદાં આકાર આપેલી રીફ્રેક્ટરીઝનો જ છે. જેએસપીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ટાટા સ્ટીલ અને આર્સેલર મિત્તલ સહિતની સ્ટીલ મિલ્સ IFGLની જ રીફ્રેક્ટરીઝનો ઉપયોગ કરે છે. કંપનીને તેના કુલ ઉત્પાદન થકી થતી આવકમાંથી 60 ટકા આવક રીફ્રેક્ટરીઝની નિકાસ થકી જ થાય છે. આમ વિશ્વના બજારમાં તે નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. તેની પોતાની જ સબસિડીયરી મારફતે તે યુરોપિયન સંઘના દેશો, મધ્ય પૂર્વના દેશો, એશિયા અને અમેરિકામાં તેના પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. વિશ્વના 60 દેશોમાં તેનું બજાર છે. કંપનીએ વિઝાગમાં તેનો ત્રીજો પ્લાન્ટ ચાલુ કર્યો છે. કંપનીનો કંડલા અને કાલુન્ગા ખાતેનો પ્લાન્ટ તેની 70 ટકાથી વધુ ક્ષમતાએ ચાલે છે.
2021ની સ્થિતિએ ભારતમા રીફ્રેક્ટરીઝના કુલ બજારનો સાત ટકા હિસ્સો IFGL રિફ્રેક્ટરીઝના હાથમાં છે. અમેરિકા, બ્રિટન અને ચીનમાં સક્રિય મોનોક્રોમ ગ્રુપ, અમેરિકાની કંપની અલ સિરામિક અને તેની સો ટકા સબસિડીયરી હોફમેન ગ્રુપના માધ્યમથી કંપની રીફ્રેક્ટરીની જુદી જુદી વસ્તુઓ અને ઉપકરણો બનાવે છે.

IFGLએ મોનોકોન ગ્રુપને 2005માં હસ્તગત કર્યું હતું. તેની પાસે ટુન્ડિશ સ્પ્રેયિંગ માસ, રિફ્રેક્ટરી ડાર્ટ, મોનોલિથિક લાન્સ, ઇએએફ માટે રોબોટિક્સ,મોનોલિથિક ઈએએફની સુવિધા હતી. મોનોકોન એક નફાકારક સબસિડિયરી છે. કંપનીના કુલ નફામાં તેનો ફાળો 54 ટકાનો છે. યુરોપિયન સંઘના દેશોમાં ત્યારબાદ પેન્ડામિકની અસરને પરિણામે કામકાજ કથળ્યા હતા. હવે પેન્ડામિકની અસર ઓછી થતાં ફરીથી ડિમાન્ડ નીકળી રહી છે. તેથી કંપનીના પરફોર્મન્સમાં સુધારો આવવાની આશા બળવાન બની છે. મોનોકોન ગ્રુપની ક્ષમતાનો વધુ ઉપયોગ શક્ય બનશે.
હાઈગ્રેડ ફાયર પ્રુણ રીફ્રેક્ટરી શેપ, ફાઉન્ડ્રી સિરામિક્સ, ડ્રોઈંગ ટુલ્સ અને ટ્રેડ ગાઈડ માટે માટે 2008ની સાલમાં હોફમેન ગ્રુપ હસ્તગત કરવામાં આવ્યું હતું. કંપનીના કુર રેવન્યુમાં હોફમેનનો ફાળો 15 ટકાનો છે.
હોફમેન આયર્ન, એલ્યુમિનિયમ અને સ્ટીલ માટે ફિલ્ટર બનાવે છે. મોલ્ડિંગ ફેક્ચરીઝ માટે તે ફીડર પણ બનાવે છે. ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં આઇવનારા ઊછાળાને પરિણામે કંપનીના પ્રોડક્ટ્સની ડિમાન્ડ પણ વધશે. IFGL તેના પરફોર્મન્સમાં સુધારો કરવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહી છે. છેલ્લા છ માસમાં તેના માર્જિનમાં સુધારો કરવામાં સફળતા મળી છે. સપ્ટેમ્બર 2010માં કંપનીએ અલસિરામિક એલએલસી અને સીયુએસી ઇન્ટરનેશનલ લિમિટેડ હસ્તગત કરીહ તી. ઓહિયો સ્થિત આ કંપની આઈસોસ્ટેકિટીકલી પ્રેસ્ડ કન્ટીન્યુઅસ કાસ્ટિંગ રિફ્રેક્ટરીઝનું મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપનીની કુલ આવકમાં અલ-સિરામિકનો હિસ્સો 30 ટકાનો છે. કંપની તેનું પરફોર્મન્સ જાળવી રાખશે તેવી ગણતરી છે. સ્ટીલ ડીમાન્ડ વધી રહી હોવાથી કંપનીનું પરફોર્મન્સ જળવાઈ રહેવાની ધારણા છે. 2021ના વર્ષમાં સિરામિકનો વપરાશ 65 ટકાનો રહેવાની ધારણા છે. ડીમાન્ડ વધતા તેમાં વધારો થવાની શક્યતા છે. મેટાગ્યુરી ઇન્ડસ્ટ્રીઝ રીફ્રેક્ટરીઝનો ફ્લોને અંકુશમાં રાખવા માટે ઉપયોગ કરે છે. ફર્નેશની ઇન્ટિરિયર લાઈનિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે.
કોરોનાના બીજા વેવની વિદાય પછી કંપનીના પ્રોડક્ટની ડીમાન્ડમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. તેથી IFGL તેની ક્ષમતાનો 85થી 90 ટકા જેટલો ઉપયોગક કરી રહી છે. કંડલા અને કાલુન્ગાની રીફ્રેક્ટરીઝ મહત્તમ ક્ષમતાએ એટલે કે અગાઉ કરતાં 30થી 35 ટકા વધુ ક્ષમતાએ કામ કરતી હોવાથી તેમના ખર્ચમાં ઘટાડો આવી રહ્યો છે. આગામી બે વર્ષમાં તેના પરફોર્મન્સમાં ખાસ્સો સુધારો આવી જવાની ધારણા છે.
તદુપરાંત કંપનીએ કોસ્ટ નીચે લાવવા બીજા પગલાં પણ લીધા છે. કંપની તેની ક્ષમતામાં સુધારો કરવા રૂ. 10 કરોડનો નવો ખર્ચ પણ કરી રહી છે. નવા પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ માટે કંપનીએ 10 એકર ફ્રી હોલ્ડની લેન્ડ પણ લીધી છે. પહેલા તબક્કામાં કંપની 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. મોનોલિથિક્સ અને કાસ્ટોબ્લેશનું કોમર્શિયલ પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે. તેની કુલ ક્ષમતા 48000 મેટ્રિક ટનની છે. બીજા તબક્કામાં તેને માટે રા. 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પ્રોજેક્ટ 2023ના સપ્ટેમ્બર સુધીમાં પૂરો થઈ જવાનીધારણા છે.
કંપનીના કામકાજ થકી 2017માં રા. 766 કરોડની રેવન્યુ જનરેટ કરતી હતી. 2018માં તે વધીને રૂ. 835 કરોડ, 2019માં રૂ. 950 કરોડ, 2020માં 917 કરોડ અને 2021માં 1022 કરોડની રેવન્યુ જનરેટ કરી છે. આ જ પાંચ વર્ષના ગાળામાં વેરા પૂર્વેની આવક અનુક્રમે રૂ. 99 કરોડ, 106 કરોડ, 109 કરોડ, 92 કરો અને 157 કરોડની થઈ છે.
2017માં વેરા પછીનો નફો રૂ. 55 કરોડ, 2018માં રૂ. 63 કરોડ, 2018માં રૂ. 69 કરોડ, 2020માં રૂ. 30 કરો અને 2021માં રૂ. 124 કરોડ થયો છે. આ જ પાંચ વર્ષમાં ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 50 કરોડ, રૂ. 47 કરોડ, રૂ. 50 કરોડ, રૂ. 19 કરોડ અને રૂ. 66 કરોડ થયો છે. આ ગાળામાં રોકડનો પ્રવાહ રૂ. 28 કરોડથી વધીને રૂ. 150 કરોડનો થયો છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય્ડ 8 ટકાથી વધીને 14 ટકા પર આવી ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ સતત વધી રહ્યો છે.
માર્ચ 2021માં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં કંપનીનું કુલ વેચાણ 11 ટકા વધીને રૂ. 1022 કરોડ થયું હત.. તેનો ચોખ્ખો નફો માર્ચ 2020માં 19 કરોડ હતો તે 247 ટકા વધીને માર્ચ 2021માં રૂ. 66 કરોડ થયો છે. વેપાર પૂર્વેને નફો 70ટકા વધી રૂ. 157 કરોડ થયો છે. કંપનીની શેરદીઠ કમાણી માર્ચ 2020માં રૂ. 5.40 હતી તે માર્ચ 2021ના અંતે રૂ. 18.20ની થઈ છે. રિટર્ન ઓન નેટવર્થમાં 4.96 ટકાનો સુધારો થયો છે. પરિણામે કંપનીએ ખર્ચ ઘટાડવાની કવાયત ચાલુ કરી દીધી છે.
નાણાંકીય વર્ષ 2021-22ની બીજા ત્રિમાસિક ગાળાની વાત કરવામાં આઇવે તો કંપનીની કુલ આવક 20 ટકા વધી છે. વેરા પૂર્વેનો નફો 6 ટકા વધ્યો છે.
વેરા પૂર્વેના માર્જન 17.1 ટકા રહ્યા છે. વેરા પછીના નફામાં ગયા વર્ષના બીજા ત્રિમાસિક ગાળાની તુલનાએ 13ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે તેની સબસિડીયરી અલ સિરામિકની આવકમાં 44 લાખ ડોલરનો વધારો થયો છે. વેરા પૂર્વેના નફામાં 23000 ડૉલરનો વધારો થયો છે. વેરા પછીનો નફો 12000 ડોલરનો થયો છે. બ્રિટનની સબસિડિયરી મોનોકોનની આવક 71 લાખ બ્રિટીશ પાઉન્ડની થઈ છે. તેનો વેરા પૂર્વેનો નફો 33000 બ્રિટીશ પાઉન્ટ અને વેરા પછીનો નફો 22000 બ્રિટીશ પાઉન્ડનો રહ્યો છે. જે 82 ટકાનો વધારો દર્શાવે છે. બીજા ત્રિમાસિક ગાળામાં હોફમાન સિરામિકની આવક19.7 લાખ બ્રિટિશ પાઉન્ડ વધી છે. તેનો નફો 15000 બ્રિટીશ પાઉન્ડનો થયો છે.
કંપનીને માથે રાતીપાઈનું દેવું નથી. તેનું સરવૈયું તન્દુરસ્ત છે. સપ્ટેમ્બર 2021ના અંતે તેની પાસે રોકડ અને અન્ય આવકના મળીને રૂ. 273 કરોડ પડ્યા છે.
યુરોપિયન સંઘના દેશોમાં તેનું સ્ટીલનું ઉત્પાદન 2016ની સાલમાં 162 મિલિયન ટન હતુ તે 2021માં ઘટીને 107 મિલિયન ટન થયું છે. ભારતમાંથી સ્ટીલની નિકાસ વધી રહી છે. ભારતમાં માથાદીઠ સ્ટીલનો વપરાશ અમેરિકા અને અન્ય વિકસિત દેશોની તુલનાએ બહુ જ ઓછો છે. તેમાં વધારો થવાની સંભાવના છે. પેન્ડેમિક પછી સ્ટીલની ડીમાન્ડમાં 28 ટકાનો વધારો થયો છે. આ ટ્રેન્ડ ચાલુ રહેશે. પીએલઆઈ અને હાઉસિંગની સ્કીમને કારણે ડીમાન્ડ વધતી જ રહેશે. રીફ્રેક્ટરીઝની ડીમાન્ડ પણ આગામી 4 વર્ષ સુધી વધતી રહેશે. ચીનની આઉટપુટની મર્યાદાને કારણે ભારતમાંથી સ્ટીલની એક્સપોર્ટની ડિમાન્ડમાં ખાસ્સો વધારો થયો છે.તેથી રીફ્રેક્ટરીની ડિમાન્ડ પણ ખાસ્સી વધી જશે. બીજી તરફ કંપનીએ તેની ભારતમાંની ઉત્પાદન ક્ષમતામાં 35 ટકાનો વધારો કર્યો છે. આ વધારાની ડીમાન્ડ અને વપરાશ કંપનિના કામકાજમાં વધારો કરશે. તેથી રીફ્રેક્ટરીની નિકાસમાં પણ વધારો થશે. રીફ્રેક્ટરીની ડિમાન્ડમાં 75 ટકાનો વધારો થઈ શકે છે. તેથી કંપનીની આવક-નફો વધશે.
Comments