Srock Idea : શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 505નો છે.મધ્યમ ગાળામાં રૂ. 625નું મથાળું બતાવી શકે.
- Team Vibrant Udyog
- Apr 26, 2022
- 1 min read

BSE code: BOM: 540743 ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ- Godrej Agrovat:Limitedના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 505નો છે. બાવન અઠવાડિયામાં રૂ.746નું ટોપ અને રૂ. 441નું બોટમ બનાવેલું છે. ગયા મહિનાના ટોપના ભાવની ઉપર તેનો ભાવ બંધ આવ્યો છે. બજાર ઘટાડા તરફી હોવા છતાંય કંપનીના શેરના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.
કંપની મુખ્યત્વે એગ્રોપ્રોડક્ટ્સ અને તેમાંય ખાસ કરીને ઓઈલ બિઝનેસ સાથે તથા મલ્ટી ફાર્મ બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપનીના પ્રોડક્ટ્સની ડિમાન્ડ સારી છે. તેના થકી કંપનીને થતી આવક પણ સારી છે. શેરદીઠ કમાણી રૂ. 17.54ની છે. પીઈ રેશિયો 28નો છે. ઉદ્યોગના 59ના પીઈ રેશિયોની તુલનાએ કંપનીનો પીઈ રેશિયો ઘણો જ નીચો ગણાય. શેરના ભાવે નાની રેન્જમાં કન્સોલિડેશન કર્યા પછી બ્રેક આઉટ આપ્યો છે.
રૂ, 475નો સ્ટોપલૉસ રાખી રૂ. 500થી 505ની રેન્જમાં સ્ક્રિપમાં લેવાલી કરી શકાય છે. શેરનો ભાવ ટૂંકા ગાળામાં રૂ. 560થી રૂ. 575નો ભાવ મળી શકે છે. મધ્યમ ગાળામાં રૂ. 600થી રૂ. 625 સુધીનો ભાવ મળી શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments