શેરનો ભાવ રૂ. 95ના મથાળે જઈ શકે
- Team Vibrant Udyog
- Apr 25, 2022
- 1 min read

Code :BOM: 523405 J M Finance (BOM: 523405)ના શેરનો વર્તમાન ભાવ રૂ. 71નો છે. શેરની બુક વેલ્યુ રૂ. 79ની છે. શેરદીઠ કમાણી રૂ. 8ની છે. પીઈ રેશિયો 8.79નો છે. ઇન્ડસ્ટ્રીનો પીઈ રેશિયો 32નો છે. તેથી શેર આકર્ષક મૂલ્યથી મળી રહ્યો હોવાનું કહી શકાય છે. કંપની સંગીન પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીના શેરના ભાવમાં ઘટાડો થવાની સંભાવના નહિવત જણાય છે. રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. રૂ. 55નો સ્ટોપલૉસ રાખીને રૂ. 65થી 70ની ભાવ રેન્જમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. શેરનો ભાવ સુધરીને રૂ. 95થી 100નું મથાળું બતાવી શકે છે. ડિવિડંડ આપતી કંપની છે. છેલ્લા પાંચ વર્ષથી કંપનીના નફામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2017માં રૂ.106 કરોડનો ચોખ્ખો નફો કરનારી કંપનીનો માર્ચ 2021ના અંતે નફો રૂ. 165.23 કરોડનો રહ્યો હતો. બાવન અઠવાડિયા દરમિયાન રૂ. 117નું ટોપ અને રૂ.60નું બોટમ બનાવેલું છે. શેરના કોન્સોલિડેશનને જોતાં આગામી દિવસોમાં સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comentários