Stock Idea: શેરનો ભાવ રૂ. 240ના મથાળે જઈ શકે
- Team Vibrant Udyog
- Apr 22, 2022
- 1 min read

Code :BOM: 532522 ઇન્ડસ્ટ્રીયલ ગેસના બિઝનેસ સાથે સંકળાયેલી કંપની છે Petronet LNG Ltd(પેટ્રોનેટ એલએનજી લિમિટેડ). લિક્વિડ નેચરલ ગેસની આયાત કરીને દેશભરમાં સપ્લાય આપતી ભારતની અગ્રણી કંપની તરીકે સ્થાન ધરાવે છે. કંપનીના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 210ની આસપાસનો છે.
શેરના ભાવમાં સુપર ટ્રેન્ડ પોઝિટીવ જોવા મળી રહ્યો છે. શેરના ભાવમાં નવા ટ્રેન્ડ સાથે બ્રેકઆઉટ આવ્યો છે. ગઈકાલે શેરના ભાવમા સાડા ત્રણ રૂપિયાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. બાવન અઠવાડિયામાં સ્ક્રિપના ભાવે રૂ. 252નું ટોપ અને રૂ. 190નું બોટમ જોયું છે. એકવીસ દિવસ પછી નવા ટ્રેન્ડ સાથે બ્રેકઆઉટ આવ્યો છે.
કંપનીના શેરનો પીઈ રેશિયો 9.61નો છે. કંપનીની શેરદીઠ કમાણી 21.90ની છે. શેર ખૂબ જ આકર્ષક મૂલ્યે બજારમાં મળી રહ્યો છે. એક મહિનાની ઊંચી સપાટીએ આવેલા શેરના ભાવમાં ડાઉનવર્ડ રિસ્ક નહિવત જણાય છે. રૂ.185નો સ્ટોપલૉસ રાખીને તેમાં રોકાણ કરી શકાય છે. આગામી દિવસોમાં તેનો ભાવ સુધરીને રૂ. 240નું મથાળું બતાવી શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Opmerkingen