IOC: નવ ટકા ડિવિડંડ આપતી કંપની
- Team Vibrant Udyog
- Apr 20, 2022
- 1 min read

Code: BOM 530965 ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન-IOC જાહેર ક્ષેત્રની એક સંગીન કંપની છે. તેના ફંડામેન્ટલ સારામાં સારા છે. આકર્ષક મૂલ્યથી આઈઓસીનો શેર બજારમાં અત્યારે મળી રહ્યો છે. કંપનીના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 130નો છે. શેરબજાર તૂટ્યું હોવા છતાંય તેના શેરના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. આ જ હકીકત તેના ભાવ વધારાની સારી સંભાવના હોવાનો નિર્દેશ આપે છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 29.19 છે. આઈઓસીનો પીઈ રેશિયો 4.47નો છે. ઇન્ડસ્ટ્રીનો પીઈ રેશિયો 18ની આસપાસનો છે. કંપનીના શેરની બુક વેલ્યુ રૂ. 142 છે. તેનાથી પણ ઓછા ભાવે આ શેર બજારમાં મળી રહ્યો છે. બેન્કો ફિક્સ ડિપોઝીટના સાડા પાંચથી છ ટકા સુધીનું વ્યાજ આપે છે ત્યારે કંપની 9 ટકા ડિવિડંડ આપતી હોવાથી તેનો શેર ખરીદી શકાય છે. કંપનીના ફંડામેન્ટલ અને ફિક્સ એસેટના બેઝને તથા તેના નેટવર્થને જોતાં શેર પાણીના ભાવે મળી રહ્યો હોવાનું કહી શકાય. વાસ્તવમાં સરકારે પણ તેના 10 ટકા શેર્સ ખાનગી કંપનીને આપીને તેના પ્રોફેશનલ મેનેજમેન્ટની કામગીરી સોંપવી જોઈએ. પ્રોફેશનલ મેનેજમેન્ટને કંપની ચલાવવા આપવી જોઈએ. ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને તેના શેર્સ પાણીના ભાવે વેચી દેવો યોગ્ય નથી. તેના શેરનું મિનિમમ મૂલ્ય હાલના ભાવથી બેથી ત્રણ ગણું હોવું જોઈએ. કંપનીના પેટ્રોલપમ્પના નેટવર્ક તથા ફિક્સ એસેટના બેઝને જોતાં કંપનીનો શેર પાણીના ભાવે મળી રહ્યો હોવાનું જણાય છે. કેશ ડિસ્ટ્રીબ્યુશન પણ ઘણું જ સારું છે. શેરમાં રૂ. 115નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. લાંબા ગાળાનું આ લાભદાયી રોકાણ છે. બેથી ત્રણ ગણું વળતર મળી શકે છે. એક સલામત રોકાણ તરીકે તેને પોર્ટફોલિયોમાં સમાવી શકાય છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
תגובות