Stock Idea : Poonawala Fincorp: શેરનો ભાવ રૂ. 400નું મથાળું બતાવી શકે
- Team Vibrant Udyog
- Apr 19, 2022
- 1 min read

(BSE code: BOM: 524000)
બિઝનેલ લોન, પર્સનલ લોન, હોમલોન તથા પ્રોફેશનલ લોન આપતી પૂનાવાલા ફિનકોર્પના શેરનો ભાવ રૂ. 332નો છે. શેરનો ભાવ પાંચ વર્ષની નવી ઊંચી ભાવસપાટીએ બંધ આવ્યો છે. શેરના ભાવે ટેકનિકલ બ્રેકઆઉટ આપ્યો છે. કંપનીનું મેનેજમેન્ટ બદલાયું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટના અડોર પૂનાવાલાએ કંપનીના મેનેજમેન્ટ હાથમાં લીધું છે. કંપનીમાં રૂ. 3000 કરોડનું નવું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. તેમના મેનેજમેન્ટ આવ્યા પછી છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળાથી તેના પરફોર્મન્સમાં સુધાર્યું છે. કંપની સતત નફો કરતી થઈ છે. ડિસેમ્બર 2021માં પૂરા થયેલા કંપનીની ચોખ્ખી આવક 96.41 કરોડની રહી હતી. કંપનીની આવકમાં 642 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. કંપનીના ચોખ્ખા નફાન માર્જિન પણ 625 ટકા સુધર્યા છે. રૂ.300નો સ્ટોપલૉસ રાખીને શેરમાં રોકાણ કરી શકાય છે. શેરનો ભાવ આાગામી દિવસોમાં રૂા. 400 સુધી જવાની શક્યતા જણાઈ રહી છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comentarios