Stock Idea : વેજિટેબલ ઓઈલ,પોલ્ટ્રી ફાર્મિંગના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીના શેરે મોટી છલાંગ લગાવી છે
- Team Vibrant Udyog
- Apr 5, 2022
- 1 min read
Updated: Apr 6, 2022

Godrej Agrovet : 15 ટ્રેડિંગ સેશનમાં તગડો લાભ કરાવી શકે (BSE CODE 540743)
એનિમલ ફૂડ, વેજિટેબલ ઓઈલ, ક્રોપ પ્રોટેક્શન, ડેરી, પોલ્ટ્રી ફાર્મિંગના બિઝનેસ સાથે સંકળાયેલી કંપની ગોદરેજ એગ્રોવેટ (Godrej Agrovet) ચોથી એપ્રિલે બીએસઈમાં રૂ. 547ની સપાટીએ બંધ રહ્યો. એનએસઈમાં રૂ. 545.90ની સપાટીએ બંધ રહ્યો છે. બીએસઈમાં અંદાજે અઢી લાખનું અને એનએસઈમાં 35 લાખથી વધુ શેર્સનું વોલ્યુમ જોવા મળ્યું છે.
કંપનીના શેરમાં 510નો સ્ટોપલોસ રાખીને રૂ. 608ના ટાર્ગેટ ભાવ માટે ટ્રેડિગ કરી શકાય છે. આગામી પંદરથી વીસ વર્કિંગ સેશનમાં સ્ક્રિપ રૂ. 600 પ્લસની સપાટી જુએ તેવી ધારણા છે. બાવન અઠવાડિયામાં સ્ક્રિપે રૂ. 747નો હાઈ અને રૂ.441ના બોટમનો ભાવ જોયો છે. રૂ.10ની ફેસવેલ્યુ ધરાવતા શેરનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.10,500 કરોડથી વધારેનું છે. 1.46 ટકાનું ડિવિડંડ આપતી કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત છે.
છેલ્લા ત્રણેક મહિનાથી ટૂંકી રેન્જમાં અથડાતો આ કંપનીના શેરે મોટી છલાંગ લગાવી છે. સ્ક્રિપમાં બ્રેકઆઉટ જોવા મળ્યો છે. તેમાં વોલ્યુમ પણ ખાસ્સું રહ્યું છે. આગામી દિવસોમાં તેની સ્ક્રિપના વોલ્યુમમાં વધારો જોવા મળી શકે છે. એનિમલ ફૂડના બિઝનેસની નંબર વન કંપની છે. તેના વેચાણ અને નફામાં સતત વધારો જોવા મળે તેવી સંભાવના છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments