Stock Idea : ફાર્મા કંપનીના આર્થિક પરિણામો સારા આવવાની શક્યતા વચ્ચે રોકાણ કરી કમાણી કરવાની તક
- Team Vibrant Udyog
- Apr 27, 2022
- 1 min read

BOM: 543271
Jubilant Ingrevia Ltdના શેરનો ભાવ રૂ. 495ની આસપાસનો ભાવ છે. ફાર્માસ્યૂટિકલ્સના ક્ષેત્રની આ કંપની બલ્કડ્રગના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. કંપનીનો પીઈ રેશિયો 17ની આસપાસનો છે. શેરદીઠ કમાણી રૂ. 29ની છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના સરેરાશ પીઈ રેશિયો 31નો છે. આ પીઈ રેશિયોની સરખામણીમાં આ કંપનીનો શેર બહુ જ નીચા ભાવથી મળી રહ્યો છે. કંપનીના શેરની બુક વેલ્યુ રૂ. 150ની આસપાસની છે.
વેલ્યુ વેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે રૂ. 460ની ભાવ સપાટી એક મહત્વનો ટેકો બની રહેવાની ધારણા છે. ઉપરની તરફ રૂ. 517ની ભાવ સપાટી કૂદાવે તો રૂ. 550 સુધી જઈ શકે છે. શેરમાં રૂ. 485થી 490ની ભાવ સપાટીએ રોકાણ કરી શકાય છે. બાવન અઠવાડિયા દરમિયાન કંપનીના શેરના ભાવે રૂ.877નું ટોપ અને રૂ. 317નું બોટમ જોયું છે.
કંપનીના પરિણામો સારા આવવાની ધારણા છે. કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રીની કેટેગરીમાં આવતી દવાઓ કંપનીની વિશેષતા છે. આ દવાઓ બનાવવાના ક્ષેત્રમાં ભારત અને એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતી આ કંપની છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments