Stock Idea : રિયલ એસ્ટેટની કંપનીના શેરના ભાવમાં 15 ટકાનો સુધારો જોવા મળી શકે
- Team Vibrant Udyog
- May 4, 2022
- 1 min read

BSE code: BOM: 532313 Mahindra Lifespace Developers Ltd.ના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 391ની આસપાસનો છે. મહિન્દ્રા ગ્રુપની રિયલ એસ્ટેટના સેક્ટર સાથે સંકળાયેલી કંપની છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 10નો છે.
પીઇ રેશિયો 39નો છે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝનો પી ઈ રેશિયો 101નો છે. કંપનીના શેરે છેલ્લા દસ વર્ષમાં રૂ. 411નો ઊંચામાં ઊંચો ભાવ બતાવ્યો છે. ચાર્ટ પરની પેટર્ન જોતાં જણાય છે કે રૂ. 411ની સપાટીને કૂદાવ્યા પછી તેના ભાવમાં ઝડપી સુધારો જોવા મળી શકે છે. રૂ. 411નો ભાવ કૂદાવે તે પછી ખરીદી કરવાનું આયોજન કરી શકાય છે.
આ સપાટી આગામી સપ્તાહમાં જોવા મળી શકે છે. રૂ. 370નો સ્ટોપલૉસ રાખીને રૂ. 411ની ઊપરના ભાવે રોકાણ કરનારને રૂ. 485 સુધીનો ભાવ મળી શકે છે. રિયલ એસ્ટેટમાં મોટી લેન્ડબેન્ક કંપની પાસે છે. કંપનીનું એસેટ મેનેજમેન્ટ પણ પ્રભાવક છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments