મન્નાપુરમ, લાઓપાલા ઓઆરજી ને ફેડરલ બેન્કમાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે
- Team Vibrant Udyog
- Oct 13, 2022
- 2 min read

ઇક્વિટી ગોલ્ડ અને અન્ય કોમોડિટીમાંથી નાણાં પાછા ખેંચી લેવાનો દેખાઈ રહેલો ટ્રેન્ડ
ડેરીવેટીવ ટ્રેડિંગમાં ડબિન ફ્લોરિન, હિન્દુસ્તાન પેટ્રો, ઇન્ડિયા માર્ટ, એક્સિસ બેન્ક અને એલ એન્ડ ટી ઇન્ફોમાં એગ્રેસિવ નવી લોન્ગ પોઝિશન ઊભી થઈ
બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીએ પોઝિટિવ મુવમેન્ટ દર્શાવી હતી. બુધવારે સેન્સેક્સમાં 478 પોઈન્ટ અને નિફ્ટીમાં 140 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. આ જ રીતે બેન્ક નિફ્ટીમાં 406 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ રહી હતી. બપોર બાદ માર્કેટમાં સતત સુધારો જોવા મળ્યો હતો. દિવસને અંતે પોઝિટિવ ટ્રેન્ડ સાથે બજાર બંધ આવ્યા હતા. નિફ્ટી ફિફ્ટીમાંથી 43 સ્ટોક અને નિફ્ટી 500માંથી 293 સ્ટોક પોઝિટીવ રહ્યા હતા.
બુધવારે એફઆઈઆઈઆઈએ રોકડના સેગમેન્ટમાં રૂા. 542 કરોડની વેચવાલી કરી હતી. ઇન્ડેક્સ ફ્યુચરમાં રૂ. 1063 કરોડની અને ઇન્ડેક્સ ઓપ્શનમાં રૂ. 957 કરોડની ખરીદી કરી હતી. બુધવારના ટ્રેન્ડિંગ સ્ટોકની વાત કરીએ તો રેમન્ડમાં 14.2 ટકા, જેબીએમ ઓટોમાં 11.8 ટકા, લાઓ પાલા અને આરતી લિમિટેડમાં 8.1 ટકા, મઝગાંવ ડૉકમાં 6.6 ટકા અને આઈડીએફસીમાં 5 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બીજીતરફ એસ્ટ્રે ડીએમકેએલમાં 4.5 ટકા, ગ્રીન પેનલમાં 4.3 ટકા, રાઈટ્સમાં 4 ટકા, જી.ઇ. શિપિંગમાં 3.8 ટકા અને વેલસ્પન કોર્પોરેશનમાં 3.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નોંધપાત્ર વોલ્યુમ દર્શાવનારા સ્ટોક્સની વાત કરીએ તો જેબીએમ ઓટોમાં વોલ્યુમ નોર્મલ કરતાં 16 ગણુ, મેડપ્લસમાં 5.8 ગણુ, કેમ્પસ એક્ટીવવેરમાં 5.4 ગણુ, બોમ્બે બર્મામાં 4.2 ગણુ અને રેમન્ડમાં 3.7 ગણું વોલ્યુમ જોવા મળ્યું હતું. જે શેર્સમાં બાવન અઠવાડિયાની ઊંચી સપાટી જોવા મળી તેમાં રેમન્ડ્સ, આઈડીએફસી, ઝેડએફ કોમર્શિયલ વેહિકલ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને કેઆરબીએલ મુખ્ય હતા. બીજીતરફ બાવન અઠવાડિયાની નીચી સપાટી દર્શાવનારા શેર્સમાં નેટકો ફાર્મા, આલોક ઇન્ડસ્ટ્રીઝ, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ, બાયોકોન અને મેડપ્લસ મુખ્ય હતા. જે શેર્સમાં ગુરૂવારના ટ્રેડિંગ સેશન્સમાં વેલ્યુ વેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે પોઝિટિવ મુવમેન્ટ દર્શાવવાની શક્યતા ધરાવતા શેર્સમાં ઇન્ડિયા બુલ્સ, રિયલ એસ્ટેટ, મઝગાંવ ડૉક, એલ્ગી ઇક્વિપમેન્ટ, કોચિન શિપયાર્ડ અને યુનાઈટેડ સ્પિરિટ મુખ્ય છે. તેમ જ નેગેટીવ મુવમેન્ટ દર્શાવવાની શક્યતા ધરાવતા શેર્સમાં કલ્પતરુ પાવર, બજાજ ઇલેક્ટ્રિકલ, સિન્જિન, શીલા ફોમ અને સુન્દરમ ફાસ્ટનર્સ મુખ્ય છે.
જે શેર્સમાં ટેકનિકલી સુપર ટ્રેન્ડ પોઝિટીવ જોવા મળી રહ્યો છે તેમાં મન્નાપુરમ ફાઈનાન્સ, લાઓ પાલા ઓઆરજી અને ફેડરલ બેન્ક મુખ્ય છે. ટેકનિકલ સુપર ટ્રેન્ડ નેગેટિવ ધરાવતા શેર્સમાં કજરિયા સિરામિક્સ, યુફ્લેક્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, અદાણી વિલ્માર અને ગુજરાત ગેસ મુખ્ય છે. અપરબેન્ડની ઉપર બંધ આવનારા શેર્સમાં કેસ્ટ્રોલ, આઈડીએફસી મુખ્ય છે. અપરબેન્ડથી નીચે તરફથી મુવમેન્ટ દર્શાવનારા શેર્સમાં જ્યુબિલિયન્ટ ઇન્ગ્રેવા અને કલ્પતરુ પાવર મુખ્ય છે.
ડેરીવેટીવ ટ્રેડિંગમાં જે શેર્સમાં એગ્રેસિવ નવી લોન્ગ પોઝિશન ઊભી થઈ છે તેવા શેર્સમાં ડબિન ફ્લોરિન, હિન્દુસ્તાન પેટ્રો, ઇન્ડિયા માર્ટ, એક્સિસ બેન્ક અને એલ એન્ડ ટી ઇન્ફો મુખ્ય છે. જેમાં નવું એગ્રેસિવ શોર્ટ પોઝિશન ઊભી થઈ હોય તેવા શેર્સમાં વ્હર્લપુલ, અશોક લેલન, એશિયન પેઈન્ટ્સ, હેવલ્સ ઇન્ડિયા અને લોરસ લેબ મુખ્ય છે.
વૈશ્વિક બજારની વાત કરીએ તો વોલેટાઈલ મુવમેન્ટ સાથે પોઝિટિવ ટોન પણ જોવા મળી રહી છે. જોકે ભારતના આઈઆઈપીના અને ઇન્ફ્લેશનના ડેટા નેગેટિવ આવ્યા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કની સપ્ટેમ્બર મહિનાની મિટિંગની મિનિટ્સ આજે જાહેર થવાની હોવાથી સમગ્રતયા સેન્ટીમેન્ટ વોલેટાઈલ મુવમેન્ટનું રહી શકે છે. બીજીતરફ ડૉલર ઇન્ડેક્સ 113.40ની આસપાસનો છે. ડૉલર ઇન્ડેક્સ પોઝિટિવ છે. સિલ્વર 3 ટકા ઘટીને 19 ડૉલરથી નીચે છે. ગોલ્ડ 1476 ડૉલરની આસપાસ જોવા મળી રહ્યું છે. અહીં એક વાતની ખાસ યાદ અપાવવાની કે અત્યારે મોટાભાગના નાણાં અમેરિકન ટ્રેઝરીમાં જઈ રહ્યા છે. ઇક્વિટી, ગોલ્ડ અને અન્ય કોમોડિટીમાંથી નાણાં બહાર જઈ રહ્યા છે. જ્યાં સુધી પેટ્રો ડૉલરનું કોમ્બિનેશન રહેશે ત્યાં સુધી ડૉલરની સુપ્રીમસીને તોડી શકાશે નહિ.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments