આજે શેરબજારમાં શુ કરશો?
- Team Vibrant Udyog
- Sep 21, 2022
- 2 min read

સેન્સેક્સ અને નિફ્ટિએ સતત બીજા દિવસે સુધારો દર્શાવ્યો છે. સેન્સેક્સ 578 પોઈન્ટ, નિફ્ટી 194 પોઈન્ટ અને બેન્ક નિફ્ટી 564 પોઈન્ટ વધીનો બંધ આવ્યા છે. નિફ્ટી મિડકેપ 451 પોઈન્ટ, નિફ્ટી સ્મોલ કેપ 107 પોઈન્ટ વધીને બંધ આવ્યા હતા. તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં બંધ આવ્યા હતા. સમગ્રતયા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. નિફ્ટિ ફિફ્ટીના 50માંથી 44 શેર્સમાં અને નિફ્ટી 500માંથી 389 શેર્સ પોઝિટિવ ઝોનમાં બંધ આવ્યા છે.
મંગળવારના બજારની ખાસ બાબતોની વાત કરવામાં આવે તો હેડિલબર્ગ સિમેન્ટ 13 ટકા, રેણુકા સુગર 12 ટકા, જ્યુબિલિયન્ટ ફાર્મા 11 ટકા, એડવાન્સ એન્ઝાઈમ 9 ટકા અને મેટ્રો બ્રાન્ડ 8.5 ટકાનો ભાવ સુધારો જોવા મળ્યો હતો. તેની સામે જે શેર્સના ભાવમાં ઘટાડો જોવાયો હતો તેમાં ત્રિવેણી એન્જિનિયરિંગમાં 7.8 ટકા, સ્વાન એનર્જી 5.1 ટકા, કેનફિનોસ 4.2 ટકા બ્લુ કલર્સ 4.4 ટકા અને ત્રિવેણી ટર્બાઈનમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે શેર્સમાં વોલ્યુમ્સમાં મોટો ઊછાળો જોવા મળ્યો હતો તેમાં ડ્યુએસ કોર્પોરેશનમાં 14 ગણુ અને મેટ્રો બ્રાન્ડમાં 14.5 ગણુ, કેનફિનોસમાં 13 ગણું, હેડલબર્ગ સિમેન્ટમાં 12 ગણુ અને એડવાન્સ એન્ઝાઈમમાં 11 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું.
બાવન અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચેલા શેર્સમાં ક્રોમ્પટન ગ્રીવ્સ પાવર, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, એ.આઈ. એન્જિનિયરિંગ, કોચિન શીપયાર્ડ, ટીવીએસ મોટર્સનો સમાવેશ થાય છે. જે શેર્સમાં બાવન અઠવાડિયાની નીચી સપાટી જોવા મળી તેમાં મેટ્રોપોલીસ, નાસ્ડેક મુખ્ય હતા. પહેલીવાર જ એફઆઈઆઈએ અને ડીઆઈઆઈએ મોટી ખરીદી કરી હતી. એફઆઈઆઈએ ગેસ સેગમેન્ટ, ઇન્ડેક્સ ફ્ચુચર, ઇન્ડેક્સ ઓપ્શન, સ્ટોક ફ્ચુચર, સ્ટોક ઓપ્શન તમામમાં લેવાલી કરી હતી. એફઆઈઆઈના ઇન્વેસ્ટમેન્ટના આંકડા જોઈએ તો પહેલીવાર એગ્રેસીવ બાયિંગ જોવા મળ્યું છે.
બુધવારે મોટી મુવમેન્ટ બતાવે તેવા શેર્સ પર વેલ્યુવેઈટેડ એવરેજ પ્રાઈસની દ્રષ્ટિએ જોવામાં આવે તો તેમાં ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, ફાઈઝર, બ્રિગેડ એન્ટરપ્રાઈસ, રેણુકા સુગરનો સમાવેશ થાય છે. તેમાં ટૂંકાગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર કરી શકાય છે. જે શેર્સમાં બોલિંગર બેન્ડ પેટર્ન અપર બેન્ડની ઉપર બંધ આવ્યા છે તેમાં વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ, કેમ પ્લાસ્ટ લિમિટેડ, કોચિન શીપયાર્ડ, જીએમ ફાઈનાન્શિયલ અને નેટકો ફાર્માનો સમાવેશ થાય છે. જે શેર્સમાં સુપર ટ્રેન્ડ પોઝિટિવ બન્યો છે તેમાં એડવાન્સ એન્ઝાઈમ, જ્યુબિલિયન્ટ ફાર્માનો સમાવેશ થાય છે.
નેરો રેન્જમાં મોટો બ્રેક આઉટ આપનારા શેર્સમાં બિટકોન ઇન્ટરનેશનલ અને ગેસ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જે શેર્સમાં ટેકનિકલી શોર્ટ ટર્મ અને મિડિયમ ટર્મની મુવિંગએવરેજ ઉપર બંધ આપ્યો છે તેમાં બલરામ ચીની, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ, બ્રિગેડ એન્ટરપ્રાઈસ અને વૈભવ ગ્લોબલનો સમાવેશ થાય છે. સમગ્રતયા બજારની વાત કરવામાં આવે તો બુધવારે સેન્ટિમેન્ટ પોઝિટીવ જોવા મળી શકે છે. બજારમાં બુધવારે સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી શકે છે. વૈશ્વિક બજારોમાં ઉપલા લેવલેથી ડાઉજોન્સ અને નેસ્ડેક એક ટકા જેટલા ઘટ્યા છે. બુધવાર અને ગુરૃવારે બજારમાં વોલેટાલિટી જોવા મળી શકે છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક આવતીકાલે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. તેની અસર ભારતના બજારો પર ગુરૂવારે જોવા મળી શકે છે. જોકે ડેરીવેટિવ્સમાં એફઆઈઆઈની પોઝિશન અને એક્સપોઝર મોટું છે. તેમની મોટી શોર્ટ પોઝિશનના ઓળિયા સરખા કરવામાં આવે તેવી સંભાવના છે. સમગ્રતયા બજારમાં સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી શકે છે.
કોમોડિટીની વાત કરીએ તો ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઈલ અને કોપરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજીતરફ એગ્રીકલ્ચર કોમોડિટીમાં ખાસ કરીને ઘઉંમાં 6 ટકા અને સોયાબિનમાં એક ટકાનો વધારો જોવા મળ્યો છે. સુગરમાં અઢી ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ બધાં જ પરિબળો આ બધુ જ બતાવે છે કે ફૂડ ઇન્ફ્લેશન અન્ય ઇન્ફ્લેશન કરતાં આગળ વધી જાય તેમ છે.
Comentários