top of page

આજે શેરબજારમાં શું કરશો?

  • Team Vibrant Udyog
  • Sep 22, 2022
  • 2 min read


બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીએ વોલેટાઈલ મુવમેન્ટ બતાવી હતી. સેન્સેક્સ 263 પોઈન્ટ અને નિફ્ટી 98 પોઈન્ટ ઘટીને બંધ આવ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી ફિફ્ટીના 50માંથી 37 સ્ટોક નેગેટિવ, જ્યારે નિફ્ટી 500માંથી 356 સ્ટોક નેગેટિવ ઝોનમાં બંધ આવ્યા હતા. એફઆઈઆઈએ રોકડના સેગમેન્ટમાં, ઇન્ડેક્શ ફ્ચુચર સ્ટોક ઓપ્શન, સ્ટોક ફ્યુચરમાં વેચવાલી કરી હતી. ઇન્ડેક્સ ઓપ્શનમાં લેવાલી કરી હતી. ઇન્ડેક્સ ઓપ્શનમાં એફઆઈઆઈએ કરેલી લેવાલી પાછળના કારણમાં ઊંડા ઉતરીએ તો તેણે નવી શોર્ટ પોઝિશન એટલે કે પુટની ખરીદી કરી હતી. બજાર ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારો થવાની રાહ જોઈ રહ્યું હતું.


અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે 0.75 ટકાનો વધારો વ્યાજદરમાં કરવામાં આવ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ફેડરલ રિઝર્વ બેન્કે ત્રીજીવાર 0.75 ટકાનો વ્યાજદરમાં વધારો કર્યો છે. એક જ વર્ષમાં વ્યાજદરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથીય મહત્વની વાત તો એ છે કે ફેડરલ રિઝર્વ બેન્કે ક્વોન્ટિટેટિંગ ઇઝિંગની જગ્યાએ ક્વોન્ટિટેટિંગ ટાઈટનિંગ કર્યું છે. અર્થતંત્રમાં ફરતાં નાણાંમાંથી દર મહિને 95 અબજ ડૉલર પાછા ખેંચવાનો આરંભ કર્યો છે. વર્લ્ડ માર્કેટની પ્રવાહિતા તેની પણ અસર પડશે. ડૉલર ઇન્ડેક્સ 111 પર આવ્યો છે. ટ્રેઝરી યિલ્ડના આંકડાઓ પર નજર કરવામાં આવે તો બોન્ડ માર્કેટમાં બે વર્ષના યુએસ ટ્રેઝરી યિલ્ડ 4.10નો આવે છે. તે દર્શાવે છે કે આગામી મહિનાઓમાં વધુ ટાઈટનિંગ કરવામાં આવે તેવી સંભાવના છે.


ડાઉ જોન્સમાં વોલેટાઈલ મુવમેન્ટ જોવા મળી છે. ડાઉજોન્સ 105 પોઈન્ટ ઘટી ગયો છે, જ્યારે સિંગાપોર નિફ્ટી નેગેટિવ ઝોનમાં આવીને 17651થી ઘટી 17610 થયો છે. ગુરૂવારે એટલે કે આજે ભારતીય માર્કેટમાં વીકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી છે. બજાર 18000ની ઉપરની સપાટી જાળવી રાખી શક્યુ નથી તે જોતાં બજારમાં ઘટાડો આવવાની શક્યતા નકારી શકાય નહિ.


બુધવારે પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવનારા શેર્સમાં સેન્ટ્રલ બેન્કમાં 6 ટકા, ગો કુલર્સ 6 ટકા, એસડબ્લ્યુ સોલાર 5.7 ટકા, આરએચઆઈ મેગ્નેશિયા 5.5 ટકા અને કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટના શેરના ભાવમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જે શેર્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં નોવા ફોઈસ્ટા 7 ટકા, જે.કે. લક્ષ્મી સિમેન્ટ 7.5 ટકા, એસીસી 7.1 ટકા, અંબુજા 5.8 ટકા, ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં 5.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


નોંધપાત્ર વોલ્યુમ જોવા મળ્યુ હોય તેવા શેર્સમાં આરતી ડ્રગ્સમાં 7.9 ગણુ, ગ્લેન્ડ ફાર્મામાં 6 ગણુ, અદાણી વિલ્મારમાં 5.6 ગણુ, સુપરાજિતમાં 5 ગણુ, સોલાર એક્ટિવ ફાર્મામાં નોર્મલ કરતાં 5 ગણું વોલ્યુમ જોવા મળ્યું હતું. બાવન અઠવાડિયાની નવી ઊંચી સપાટીને સ્પર્શી ગયેલા શેર્સમાં વેલસ્પન કોર્પોરેશન, રત્નમણિ મેટલ્સ, ફોનિક્સ મિલ લિમિટેડ અને કોચિન શીપયાર્ડનો સમાવેશ થાય છે. બાવન અઠવાડિયાની નીચી સપાટીએ આવેલા શેર્સમાં સોના, બીએલડબ્લ્યુ પ્રિસિઝન્સ, ગ્લેન્ડ ફાર્મા, આઈઈએક્સ એનર્જી અને સનોફીનો સમાવેશ થાય છે.


ટેકનિકલી અને વેલ્યુ વેઈટેડ પ્રાઈસ એવરેજ પ્રમાણે સારુ પરફોર્મન્સ આપ્યું હોય અને પોઝિટિવ બ્રેક આઉટ આપનારા શેર્સમાં ઓરિયેન્ટ ઇલેક્ટ્રિક્સ, ટાટા સ્ટીલ, બ્લોન પ્રોડક્ટ્સ, કેથલિક સિરિયન બેન્ક અને કેપીએમજી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. વેલ્યુ વેઈટેડ પ્રાઈસ પ્રમાણે નેગેટિવ બ્રેક આઉટ આપનારા શેર્સમાં પ્રીવ્વી સ્પેશિયાલિટી, જે.કે. લક્ષ્મી સિમેન્ટ, સુપરાજિત એન્જિનિયરિંગ અને ગુજરાત પિપાવાવ પોર્ટ મુખ્ય છે. જે શેર્સે બોલિંગર બેન્ડ પેટર્ન પ્રમાણે પોઝિટિવ મુવમેન્ટ દર્શાવી છે તેમાં હેક્ઝો, નોવેલ, હેક્ઝો ઇન્ડિયા, મારિગો ઇન્ડસ્ટ્રીઝ, એનએમડીસી મુખ્ય છે. જે શેર્સે નેગેટિવ મુવમેન્ટ દર્શાવી તેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, ઇન્ડિગો રેમેડી, સુદર્શન કેમિકલ, યુટીઆઈ એએમસી મુખ્ય છે. જે શેર્સમાં સુપર ટ્રેન્ડ પોઝિટિવ થયો છે તેમાં માઈન્ડ ટ્રી 32 દિવસ પછી પોઝિટિવ થયો છે. જે શેર્સમાં સુપર ટ્રેન્ડ્ નેગેટિવ થયો છે તેમાં સુદર્શન કેમિકલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વ્હર્લપુલ અને શ્રી સિમેન્ટનો સમાવેશ થાય છે. આજે પણ સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી શકે છે. બીટા બેન્ચ માર્ક ઇન્ડેક્સ કરતાં વધારે છે તેમાં આગામી દિવસોમાં વોલેટાલિટી વધુ જોવા મળી શકે છે. તેમાં ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ, ટાટા મોટર્સ અને આઈડીએફસી મુખ્ય છે.


નિલેશ કોટક,

ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.


Comentarios


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page