Tatva Chintan Pharmachemને ROCએ બે કરોડનો દંડ કર્યો
- Team Vibrant Udyog
- Jan 18, 2022
- 3 min read

દંડની રકમ પણ દરેક જવાબદાર વ્યક્તિના ખિસ્સામાંથી જ ચૂકવવાની ફરજ પાડવામાં આવી
શેરબજારમાં લિસ્ટિંગ ધરાવતી વડોદરાની ફાર્માસ્યૂટિકલ્સના ક્ષેત્રની કંપની તત્વ ચિંતન ફાર્માકેમ લિમિટેડને અને તેના પાંચ ટોચના હોદ્દેદારાને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝે રૂ.૨ કરોડનો દંડ કર્યો છે. ગત જુલાઈ મહિનામાં કંપની પબ્લિક ઇશ્યૂ લાવી ત્યારે તેના અરજદારોએ આપેલા નાણાં કંપનીએ પોતાના અંગત ખાતામાં જમા લીધા હોવાથી તેમને દંડ કરવામાં આવ્યો છે. કંપનીએ સામાન્ય રીતે પબ્લિક ઇશ્યૂ કરતી વેળાએ એક અલગ ખાતું ખોલાવવાનો નિયમ છે. આ ખાતામાં જ પબ્લિક ઇશ્યૂમાં આવેલી અરજીઓ સાથે આવેલા દરેક નાણાં જમા કરાવવાનો નિયમ છે.
મહેશ તન્ના, ચિંતન શાહ, શેખર સોમાણી, અજય પટેલ, અપૂર્વ દુબેને પણ ૨૦ લાખનો દંડ કર્યો
ગુજરાતમાં વડોદરા-અંકલેશ્વર ખાતે આ કંપની સક્રિય છે. તત્વચિંતન ફાર્માકેમ લિમિટડે શેર એપ્લિકેશનના નાણાં અલગ ખોલાવવામાં આવેલા ખાતામાં લેવાને બદલે કંપનીએ પોતાના જનરલ બૅન્ક એકાઉન્ટમા ંજ જમા લીધા હતા. કંપનીના ખાતામાં શેર એપ્લિકેશનના નાણાં કંપનીએ ખોલાવેલા અલગ ખાતાને બદલે જનરલ એકાઉન્ટમાં જ જમા લઈને ફાર્મા કંપનીએ કંપનીઝ એક્ટ ૨૦૧૩નીક લમ ૪૨(૬)નો ભંગ કર્યો હતો. લવાદ તરીકે અમદાવાદની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના એમ.કે. સાહુને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં તેમણે કંપનીના હોદ્દેદારોને સાંભળ્યા પછી પાંચ મુખ્ય હોદ્દેદારો અને કંપનીને મળીને રૂ. 2 કરોડનો દંડ કરવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના મુખ્ય હોદ્દેદારોમાં મહેશ તન્ના, ચિંતન શાહ, શેખર સોમાણી, અજય પટેલ અને અપૂર્વ દુબેનો સમાવેશ થાય છે. તેમણે પોતાની વ્યક્તિગત આવકમાંથી દંડના ૨૦-૨૦ લાખ ચૂકવવા પડશે. ખાનગી ખાતામાં ગયેલા નાણાંનો પબ્લિક ઇશ્યૂમાં દર્શાવેલા ઉદ્દેશ સિવાયના હેતુ માટે પણ વપરાઈ શકે છે. તેમ થાય તો ફંડ ડાયવર્ઝનનો કેસ પણ બને છે. કલમ ૪૨(૬)માં કરવામાં આવેલી જોગવઆઈ મુજબ કંપની શેર માટેની અરજીના નાણાં અલગ એકાઉન્ટમાં રાખે તો તેવા સંજોગમાં તે નાણાં સબસ્ક્રાઈબરને પરત પણ સરળતાથી કરી શકાય છે. તેમ જ તેમને તેમના નાણાંના સમપ્રમાણમાં શેર્સની ફાળવણી પણ આસાનીથી કરી શકાય છે. શેર્સની અરજીનો અસ્વીકાર કરવામાં આવે તો પણ તેના નાણાં પરત કરવામાં સરળતા રહે છે. શેર્સનું એલોટમેન્ટ કર્યા પછી બાકી બચતાં નાણાંની ફાળવણી પણ સરળતાથી કરી સકાય છે. તેથી જ આ નાણાં અલગ ખાતામાં રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે.
જુલાઈ 2021માં લાવેલા પબ્લિક ઇશ્યૂના નાણાં ખાનગી ખાતામાં લઈને નિયમનો ભંગ કર્યો
ઉપરોક્ત તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝના એડજ્યુડિકેટિંગ ઓફેસરે કંપનીને કલમ ૪૨(૬)ના ભંગ બદલ ગુનેગાર ઠેરવી હતી. આ કલમનો ભંગ કરવા બદલ તત્વ ચિંતન ફાર્માકેમ લિમિટેડને રૃા. ૧ કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. તેમ જ તેના ડિરેક્ટર મહેશ તન્ના, ચિંતન નીતિન કુમાર શાહ, શેખર રસિકલાલ સોમાણી અને અજયકુમાર મનસુખલાલ પટેલ તથા અપૂર્વ દેુબેને રૃા. ૨૦-૨૦ લાખનો દંડ કર્યોહ તો. આમ કંપની અન તેના ડિરેક્ટરોને મળીને કુલ રૃા. ૨ કરોડનો દંડ કર્યો હતો. કંપનીના શેર્સ માટે અરજી મંગાવ્યા પછી તેના નાણાં ખાતામાં જમા લેવાની બાબતમાં બેદરકારી દાખવનાર કંપનીની દરેક મુખ્ય વ્યક્તિઓને અલગ અલગ પેનલ્ટી ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. દરેક ડિરેક્ટરને તેમના પોતાના ખિસ્સામાંથી દંડની રકમ જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. દરેક મહત્વની વ્યક્તિને રૂ. 20-20 લાખનો દંડ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે તેના ઓર્ડર સામે ૬૦ દિવસના ગાળામાં અપીલમાં જવાની છૂટ પણ કંપનીને આપી છે. કંપનીના ડિરેક્ટરોને ઓર્ડરની કોપી મળ્યાની તારીખથી ૯૦ દિવસની અંદર તેઓ દંડની રકમ જમા ન કરાવે તો તેવા સંજોગોમાં કંપનીને રૃા. ૨૫૦૦૦થી માંડીને રૃા. ૧ લાખ સુધીનો બીજો દંડ કરવાની જોગવાઈ પણ કાયદાની કલમ ૪૫૪(૮) (આઈ)માં કરવામાં આવેલી છે. જુલાઈ 16, 2021ના દિને Tatva Chintan Pharma Chemનો IPOમાં અરજીઓ સ્વીકારવાનો આરંભ થયો હતો. કંપનીના શેર્સનું ગ્રે માર્કેટમાં રૂ. 600 જેટલું ઊંચું પ્રીમિયમ બોલાયું હતું. 20મી જુલાઈ 2021 સુધી કંપનીના આઈપીઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. રૂ. 1073થી 1083નાી ભાવ રેન્જમાં આ આઈપીઓ માટે અરજી મંગાવવામાં આવ હતી. કુલ મળીને રૂ. 500 કરોડના શેર્સ ઓફર કરવામાં આવ્યા હતા. આ આઈપીઓમાં રૂ. 225 કરોડના મૂલ્યના નવા શેર્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. તેમ જ તેની સાથે જ કંપનીના વર્તમાન શેરહોલ્ડરોની માલિકીના રૂ. 275 કરોડના મૂલ્યના શેર્સ એટલે કે પ્રમોટર અને શેરહોલ્ડર્સના કબજામાંના શેર્સ પણ વેચવા કાઢ્યા હતા. ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરનું રૂ. 600 જેટલું પ્રીમિયમ બોલાયું હતું. ત્યારબાદ 29મી જુલાઈ 2021ના દિને શેરબજારમાં તેની સ્ક્રિપનું લિસ્ટિંગ થયું હતું. તત્વ ચિંતના ફાર્માકેમ એક સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી કંપની છે. આ કંપની તેના ઉત્પાદનોની વિશ્વના 25 દેશોમાં નિકાસ કરે છે. આ 25 દેશોમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, દક્ષિણ આફ્રિકા અને બ્રિટનનો સમાવેશ થાય છે. ગુજરાતના દહેજ વિસ્તારમાં કંપની મેન્યુફેક્ચરિંગ એકમ ધરાવે છે.
Comments