આજે બજારમાં શું કરશો?

ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ એક વાત સમજી લે. શેરબજારમાં રોકાણ કરવું કે ટ્રેડિંગ કરવું એ એક જોખમી બાબત છે. તેથી કેટલીકવાર રોકાણ કે ટ્રેડિંગ કરીને આબાદ કે બરબાદ થઈ શકાય છે. આ સ્થિતિમાં રોકાણકારોએ પોતે સમજી વિચારીને અમે સૂચવેલી સ્ક્રિપમાંથી કઈ સ્ક્રિપમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. તેમાં રોકાણ કરવાથી થતાં નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. અમે માત્ર માર્ગદર્શન આપ્યું છે. માત્ર સંભાવનાને વ્યક્ત કરી છે. છતાં રોકાણકાર કે ટ્રેડરે પોતાની બુદ્ધિ વાપરીને કે પછી પોતાની જોખમ લેવાની કે રોકાણ કરવાની મર્યાદાને સમજીને સ્ક્રિપમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. તેને માટે પોતે નક્કી કરેલા એક્સપર્ટનો અભિપ્રાય લઈને પણ આગળ વધી શકાય છે. કોઈપણ સ્થિતિ માટે આ રિપોર્ટ રજૂ કરનાર જવાબદાર નથી. દરેક નિર્ણય માટે વાચક કે રોકાણકાર પોતે જ જવાબદાર છે.
ફંડામેન્ટલ્સની દ્રષ્ટિએ આજે પણ HDFC Bank Ltd.–એચડીએફસી બેન્કનો શેર્સ ટ્રેડર્સ અને રોકાણકારો માટે મજબૂત ગણાય છે. શેરબજારના પરફોર્મન્સ કરતાં એચડીએફસી બેન્કના શેરનું પરફોર્મન્સ સારુ રહેવાના ગણિતો સાથે 14મી જાન્યુઆરીએ એચડીએફસી બેન્કના શેર્સમાં ડીલિંગ કરવાની ભલામણ નિષ્ણાતો કરી રહ્યા છે. શેરનો વર્તમાન બજાર(BSE) ભાવ રૂ. 943.50નો છે. તેનો ભાવ સુધરીને રૂ. 1,200નું મથાળું બતાવી શકે છે. બેન્ક પાસે કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટમાં પડી રહેતી ડિપોઝિટ્સ ખાસ્સી વધારે છે. તેના પર શૂન્ય ટકા કે પછી ત્રણેક ટકાની આસપાસ જ ચૂકવવા પડે છે. તેનો ઉપયોગ ધિરાણ માટે કરવામાં આવે તો તેના પર 7થી 12 ટકા વ્યાજ મળી શકે છે. આ ડિપોઝિટને કાસા-સીએએસએ રેશિયો તરીકે જોવામાં આવે છે. તેથી બેન્કના માર્જિનમાં વધારો થાય છે. એચડીએફસી બેન્કનો લોનનો પોર્ટફોલિયો વધુ સારો છે. તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આ કેટેગરીમાં આવતો બીજો શેર Max Financial Services Ltd.નો છે. મોતીલાલ ઓસવાલે આ સ્ક્રિપમાં લેવાલી કરવાનો સંકેત આપ્યો છે. તેના શેરના ભાવમાં 26 ટકાનો સુધારો આવવાની સંભાવના છે. તેનો ટાર્ગેટ પ્રાઈસ રૂ.2,100નો નક્કી કરવામાં આવ્યો છે. તેનો વર્તમાન બજાર ભાવ રૂ. 1670થી 1730ની રેન્જમાં છે. લાઈફ ઇન્સ્યોરન્સના ક્ષેત્રની આ કંપનીને થતી પ્રીમિયમની આવકમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. આ વધારામાં સાતત્ય જોવા મળી રહ્યું છે. જીવનની સુરક્ષા અને પેન્શન પ્લાનમાં સારા પ્રીમિયમો આવે છે અને તેમાં માર્જિન પણ સારા જળવાઈ રહે છે. પરિણામે કંપનીની આવકમાં લાંબા ગાળા સારે સુધારો જોવા મળી શકે છે. કંપનીનું વિતરણનું નેટવર્ક પણ સારુ છે. આજે બજારમાં જીવન સુરક્ષાના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. સરેરાશ પ્રીમિયમની આવક વધી રહી છે.
આ કેટેગરીમાં આવતો ત્રીજો શેર Le Travenues Technology (Ixigo) છે. જે.એમ. ફાઈનાન્શિયલ-JM Financialએ તેરમી જાન્યુઆરીએ તેમાં લેવાલી કરવાની ભલામણ કરી છે. સ્ક્રિપનો વર્તમાન બજાર ભાવ રૂ. 227થી 230ની રેન્જમાં છે. તેના ભાવમાં 25થી 30 ટકા સુધીનો સુધારો જોવા મળી શકે છે. ટાર્ગેટ ભાવ રૂ. 275 નક્કી કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથે તેમાં વોલ્યુમ વધતા બ્રેકઆઉટ આવવાની શક્યતા વધારે જણાય છે. તેનો રિલેટીવ સ્ટ્રેગન્થ ઇન્ડેક્સ મજબૂત છે. ચાર્ટમાં રચાઈ રહેલી એમએસીડીની પેટર્ન ટૂંકા ગાળામાં તેમાં ગતિ આવે તેવો સંકેત આપી રહી છે. કંપની ઓનલાઈન ટ્રાવેલના સેક્ટરની કંપની છે. ઉત્સવની સીઝન પૂરી થયા પછી ટ્રાવેલિંગના સેક્ટરમાં ડિમાન્ડ વધી રહી છે.
આ કેટેગરીમાં આવતો ચોથો શેર રેલ વિકાલ નિગમ લિમિટેડ- RVNL (Rail Vikas Nigam Ltd.)નો છે. એન્જલ બ્રોકિંગે તેમાં લેવાલી કરવાની ગયા અઠવાડિયે જ ભલામણ કરી છે. અત્યારે તેના શેરનો ભાવ રૂ. 360ની આસપાસની રેન્જમાં છે. ટાર્ગેટ ભાવ રૂ. 400થી 415નો છે. પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સેક્ટમાં મૂડી ખર્ચની નવી સાઈકલ તૈયાર થઈ રહી છે. મિડકેપ શેર્સમાં સુધારો તરફી ઝુકાવ આવી રહ્યો છે. શેર ઈએમએ-EMA support સાથે સુધારા તરફી ચાલ બતાવી શકે છે. કંપનીની ઓર્ડર બુક મજબૂત છે. સરકારના નવા પ્રોજેક્ટ્સના કામકાજ મળી રહ્યા છે.
આજે નિફ્ટી ફયુચર્સમાં શુ કરશો?
નિફ્ટી ફ્ચુયર્સ આજે 25,650થી 25,500ની રેન્જમાં ટેકો ધરાવે છે. 26000 અને 26100ની સપાટીએ પ્રતિકાર ધરાવે છે. 26000ની ઉપરની સપાટી જાળવી રાખે તો તેમાં તેજીનો વક્કર જોવા મળી શકે છે. 26,200 સુધી જઈ શકે છે. નિફ્ટી 25,500થી નીચે જાય તો ઘટીને 25450 અને 25,400નો લેવલ સુધી જઈ શકે છે. ઓપન ઇન્ટરેસ્ટમાં કૉલના સોદા 26000ની સપાટીની આસપાસના છે. જ્યારે પુટના સોદાઓ 25,500ની સપાટીની નજીકના છે. તેથી ટ્રેડિંગ આ રેન્જમાં જ ફરતું રહેવાનું શક્યતા વધુ જણાય છે. ટેકનિકલ ઇન્ડિકેટર દર્શાવે છે કે બજાર અત્યારે અનિર્ણાયકતાના તબક્કામાં છે. તેમાં કરેક્શન આવવાની સંભાવના જણાય છે.
એફઆઈઆઈની વેચવાલી આવતા બજાર નબળું ખૂલી શકે છે. તેમ જ ક્રૂડ ઓઈલના ભાવ ભાવનું દબાણ પણ બજાર પર જોવા મળી શકે છે. તેથી ટ્રેડર્સએ સાવધાની સાથે કામ લેવું જરૂરી છે.
નિફ્ટી ઇન્ડેક્સ-ફ્ચુચર્સમાં સતત વધઘટ જોવા મળી રહી છે. તેથી વૈશ્વિકસ્તરે આવતા પરિવર્તનોને આધારે ફેરફાર આવી શકે છે. આર્થિક વિકાસના આંકડાઓ આવ્યા પછી કે આવકના નવા આંકડાંઓ આવે તે પછી બજારમાં ફેરફાર આવી શકે છે, એમ બ્રોકર્સનું કહેવું છે. ટેકનિકલ કૉલ ટૂંકા ગાળા માટે અનુકૂળ છે. તેમ જ ફંડામેન્ટલ્સને આધારે લાંબા ગાળાના સોદા કરવાના નિર્દેશો મળી રહ્યા છે.



