ભાજપના નેતાઓના આશીર્વાદથી પશ્ચિમ અમદાવાદમાં ફૂલફાલી રહેલાં ગેરકાયદે બાંધકામો: નોટિસ આપતા અધિકારીઓ લાચાર
ભાજપના નેતાઓના આશીર્વાદથી પશ્ચિમ અમદાવાદમાં ફૂલફાલી રહેલાં ગેરકાયદે બાંધકામો: નોટિસ આપતા અધિકારીઓ લાચાર
સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ અને કલેક્ટર કચેરીની મૌન ધારણ કરી લીધું, મુખ્યમંત્રી કાર્યાલયને લેખિત ફરિયાદ કરવામાં આવીઃ શહેરી વિકાસ ખાતું નિષ્ક્રિય
અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓની મહેરબાની અને રહેમનજર હેઠળ ગેરકાયદે બાંધકામો બેફામ રીતે વધી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ્યારે પણ ગેરકાયદે બાંધકામ સામે નોટિસ પાઠવીને કાયદેસરની કાર્યવાહી કરવા જાય છે, ત્યારે સ્થાનિક રાજકારણીઓ દ્વારા તેમને ડરાવી-ધમકાવીને ચૂપ કરી દેવામાં આવે છે. જેના કારણે તંત્રના હાથ હેઠા પડી ગયા છે. નારણપુરા વોર્ડમાં આવેલા ૧૩૨ ફૂટ રિંગ રોડ પર, મેમનગર બ્રિજ નજીક કૃપા ક્લિનિકની બાજુમાં આવેલા સરવે નંબર ૫૩૦ અને ૫૩૩ ની જમીન પર સરેઆમ ગેરકાયદે દુકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે મુખ્યમંત્રીના કાર્યાલય (CMO) ને પણ સત્તાવાર મેઈલ કરીને રજૂઆત કરવામાં આવી છે.
આ ગેરકાયદે બાંધકામ ભરત દેસાઈ નામના શખ્સ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. વિશેષ બાબત એ છે કે આ બાંધકામ સીધી સરકારી માલિકીની જમીન પર થઈ રહ્યું હોવા છતાં કલેક્ટર કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ કડક પગલાં લેવામાં આવતા નથી અને તેઓ સંપૂર્ણપણે મૌન સેવીને બેસી રહ્યા છે. અગાઉ આ ગેરકાયદે દુકાનોને સીલ પણ કરવામાં આવી હતી, પરંતુ રહસ્યમય રીતે સીલ ખોલી નાખીને ફરીથી ગેરકાયદે બાંધકામ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે અનધિકૃત બાંધકામ તોડીને જગ્યા ખાલી કરવા માટેની નોટિસ બજાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત, ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ રોડ પર વિસત સર્કલ પાસે, સનરાઈઝ નગર સોસાયટી નજીક પણ સરકારના સંબંધિત વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ શરૂ કરી દેવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
ફરિયાદો પર ટ્રેકિંગનો અભાવ એક તરફ રાજકીય નેતાઓ ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોને છાવરી રહ્યા છે, ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવેલી ફરિયાદો માત્ર ‘શહેરી વિકાસ વિભાગ’ તરફ ફોરવર્ડ કરી દેવામાં આવે છે. ત્યારબાદ તે ફરિયાદ પર ખરેખર કોઈ કાર્યવાહી થઈ કે નહીં તેનો કોઈ જ રેકોર્ડ કે ટ્રેક રાખવામાં આવતો નથી. શહેરી વિકાસ મંત્રાલય કે અમ્યુકો કમિશનર કક્ષાએથી પણ આવા બેફામ ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક અને નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓના હોંસલો બુલંદ છે.
Tags: Ahmedabad City Illegal Buildings Ahmedabad Illegal Constructions Ahmedabad Municipal Corporation Action Ahmedabad News Today Gujarati Ahmedabad Real Estate Mafia Ahmedabad West Development Issues Ahmedabad West Encroachment News AMC Commissioner Action Pending AMC Estate Department Notice Bharat Desai Illegal Construction BJP Politicians Protecting Builders Builder Politician Connection Chandkheda Zundal Road Illegal Building CM Helpline Gujarat Complaints CMO Gujarat Complaint Illegal Construction Collector Office Silent on Encroachment Government Land Grabbing Gujarat Gujarat Administrative Silence Gujarat Governance and Encroachment Gujarat Government Land Encroachment Gujarat Political Interference Illegal Commercial Construction India Illegal Shops Sealing and Opening Local Politician Builder Nexus Memnagar Bridge Illegal Shops Municipal Corporation Estate Branch Naranpura Illegal Shops Survey 530 Real Estate News Ahmedabad અમદાવાદ ગેરકાયદે બાંધકામ Sunrise Nagar Chandkheda Dispute Unauthorised Construction Notices Urban Development Department Gujarat Urban Planning Violations India Western Ahmedabad Illegal Properties અધિકારીઓને ધમકી આપતી ઘટના અમદાવાદ દબાણ હટાવ ઝુંબેશ અમદાવાદ પશ્ચિમ વિસ્તાર સમસ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમાચાર અમદાવાદ મ્યુનિસિપાલિટી ન્યૂઝ અમદાવાદ રિયલ એસ્ટેટ માફિયા અમદાવાદ લેન્ડ ગ્રેબિંગ ન્યૂઝ અમદાવાદ સમાચાર આજની તારીખ અમદાવાદ સિટી ઇલિમિનેશન અમ્યુકો એસ્ટેટ વિભાગ નોટિસ કલેક્ટર કચેરીની નિષ્ક્રિયતા કોર્પોરેશન કમિશનર એક્શન ગુજરાત રાજકારણ અને દબાણ ગુજરાત સરકાર શહેરી વિકાસ ગુજરાતી સમાચાર વેબ પોર્ટલ ગેરકાયદે બાંધકામ સીલ ખોલવા ચાંદખેડા ઝુંડાલ રોડ ગેરકાયદે દબાણ નારણપુરા ગેરકાયદે દુકાનો પશ્ચિમ અમદાવાદ દબાણ સમાચાર બિનઅધિકૃત બાંધકામ નોટિસ બિલ્ડર અને નેતા સાંઠગાંઠ ભરત દેસાઈ ગેરકાયદે બાંધકામ ભાજપ નેતાઓની મહેરબાની બાંધકામ મુખ્યમંત્રી કાર્યાલય ફરિયાદ અમદાવાદ મેમનગર બ્રિજ ગેરકાયદે દુકાનો રાજકીય દબાણથી ગેરકાયદે બાંધકામ શહેરી વિકાસ વિભાગ ગુજરાત સંચાલકો અને રાજકારણીઓની મિલીભગત સનરાઈઝ નગર ચાંદખેડા વિવાદ સરકારી જમીન દબાણ હટાવ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ સ્થાનિક રાજકારણ અને દબાણો
