• 26 October, 2026 - 4:42 PM

ગુજરાતના ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને સહાય આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી 

ગુજરાતના ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને સહાય આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી 

દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં અછતગ્રસ્ત સ્થિતિ જાહેર કરી છે અને ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી

ગુજરાતમાં આશરે ૮ વર્ષ બાદ ફરીથી ઓછો વરસાદ નોંધાતા ગંભીર અછત-દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં અછતગ્રસ્ત સ્થિતિ જાહેર કરી છે અને ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં અપેક્ષા કરતા ઘણો ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર નીચા ગયા છે અને ખેતી પર સીધી અસર પડી છે.

અછતગ્રસ્ત જાહેર કરાયેલા મુખ્ય ૪ જિલ્લાઓ

અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલા ચાર જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદ અને જામનગરનો સમાવેશ થાય છે. ચોમાસાની અનિયમિતતા અને વરસાદની ખાધને કારણે ઉપરોક્ત ચાર જિલ્લાઓમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે. મગફળી, કપાસ અને અન્ય કઠોળ તથા અનાજના પાક સમયસર પિયત ન મળવાને કારણે નિષ્ફળ જવાના આરે પહોંચી ગયા છે અથવા તો ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો સામે પશુઓ માટે ઘાસચારાની તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાહત અને સહાય પેકેજ

ખેડૂતોની મુશ્કેલીઓને હળવી કરવા માટે રાજ્ય સરકારે નીચે મુજબના રાહત પગલાં જાહેર કર્યા છે. પાક નુકસાન સામે રાહત આપવા માટે સરકારે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૮,૫૦૦ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અને પીવાના પાણીની ટાંકીઓ તેમજ પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પાડવાની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે સર્વે પૂર્ણ કરી પાક નુકસાનના અહેવાલો તૈયાર કરવા અને પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા આદેશ આપ્યો છે.

Read Previous

સ્માર્ટ રેફ્રિજરેટર હેકિંગ શું છે? રસોડાના આધુનિક સાધનો કેવી રીતે બની રહ્યા છે ખતરો?

Read Next

કંપનીઓને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત 31મી જાન્યુઆરી 2027 સુધી લંબાવી આપી

Most Popular