• 26 October, 2026 - 12:17 PM

એસઈઝેડના નિયમો સુધાર્યા પણ સમસ્યાઓ ઠેરની ઠેર

એસઈઝેટના નિયમો સુધાર્યા પણ સમસ્યાઓ ઠેરની ઠેર
માલ ડિલિવરી લીધા પછી ખામીના કારણે અસ્વીકાર કરવામાં આવે તો તેનું રિફંડ મળશે કે નહીં તે અંગે કાયદાકીય અસ્પષ્ટતા છે.
ડોમેસ્ટિક ટેરિફ એરિયાના ખરીદદાર જો ડિલિવરી લેવામાં નિષ્ફળ જાય અથવા ફેશન કે માર્કેટ સ્થિતિ બદલાય તો માલ તે માલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પરત મોકલવા માટે માત્ર ૩૦ દિવસનો જ સમય આપવામાં આવ્યો હોવાથી વેપાર વ્યવહારમાં માલ નાપસંદ થવો, ગુણવત્તાના પ્રશ્નો કે કરારના ભંગ અંગે વાટાઘાટો કરવામાં ૩૦ દિવસથી વધુ સમય લાગે છે. સમયમર્યાદા લંબાવવાની કોઈ સત્તાવાર જોગવાઈ ન હોવાથી વેપારીઓ કસ્ટમ્સ ડ્યુટી રિફંડથી વંચિત રહે છે. આ જ રીતે નિયમમાં માત્ર “ડિલિવરી ન લઈ શકનાર”માં ખરીદદારનો ઉલ્લેખ હોય રંતુ જો માલ ડિલિવરી લીધા પછી ખામીના કારણે અસ્વીકાર કરવામાં આવે તો તેનું રિફંડ મળશે કે નહીં તે અંગે કાયદાકીય અસ્પષ્ટતા છે.
જૂના ટેક્સ ડ્રોબેકના વણઉકેલાયેલા વિવાદો
કસ્ટમ્સ એક્ટના સેક્શન ૭૪ હેઠળ અગાઉ DTA થી SEZ માં માલ પરત મોકલતી વખતે ડ્રોબેક ક્લેમ કરવામાં આવતો હતો. કસ્ટમ્સ વિભાગ તેને “નિકાસ” ગણવાનો ઇનકાર કરીને દાવાઓ ફગાવી દેતું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે એપ્રિલ ૨૦૨૬ માં સૂચના બહાર પાડી હોવા છતાં, અગાઉના વિવાદિત કેસોનો નિકાલ ન થતાં કરોડો રૂપિયાના રિફંડ અટવાયેલા છે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સલની જટિલતા
રિફંડ મેળવવા માટે DTA ખરીદદારે કોઈ લાભ કે ITC નથી લીધો તેવું સરકારી અધિકારી સમક્ષ સાબિત કરવું પડે છે. શરૂઆતમાં ITC લીધી હોય અને પછી રિવર્સ કરી હોય તો પણ રિફંડ મળશે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી. સરકારે ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ જાહેરનામું બહાર પાડીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રૂલ્સ, 2006 ના રૂલ 49(2) માં મહત્વનો સુધારો કર્યો છે:
એક, જો DTA ખરીદદાર ફેશન બદલાવા, બજારની સ્થિતિ અથવા કરારના ભંગને કારણે એસઈઝેડમાંથી મંગાવેલા માલની ડિલિવરી લેવામાં નિષ્ફળ જાય, તો ભરેલી કસ્ટમ્સ ડ્યુટીનું રિફંડ કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ ના સેક્શન ૨૭ હેઠળ મેળવી શકાશે. બે, એસઈઝડ  યુનિટ્સ પરત આવેલા માલને મૂળ સ્થિતિમાં તે જ ખરીદદારને અથવા અન્ય DTA ખરીદદારને નવેસરથી ફરજિયાત ડ્યુટી ભરીને વેચી શકશે. પરત આવેલા માલ માટે SEZ યુનિટ્સે અલગથી ઓડિટેબલ ઇન્વેન્ટરી જાળવવી પડશે અને રિપેરિંગની સુવિધા પણ ચાલુ રાખવામાં આવી છે.

રાહતો અને સમસ્યાઓનું ફાયદા-ગેરફાયદા 

અગાઉ માત્ર રિપેરિંગ માટે જ માલ પરત થઈ શકતો હતો. હવે ડ્યુટી રિફંડ મળવાથી ડોમેસ્ટિક ટેરિફ એરિયા ખરીદદારો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સપ્લાયર્સનું વર્કિંગ કેપિટલ અટકશે નહીં. માલ પરત આવ્યા બાદ તેને અન્ય ખરીદદારને વેચવાની મંજૂરી મળવાથી સ્ટોક ડેડ થવાનું જોખમ ઘટશે. સરકારનો નવો નિયમ માત્ર ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ પછીના કેસો માટે લાગુ પડે છે. ભૂતકાળમાં અટવાયેલા અસંખ્ય ડ્રોબેક કેસોનો નિકાલ ન થવાથી જૂના વિવાદો યથાવત છે. એસઈઝેડ યુનિટોએ અલગ ઓડિટ ઇન્વેન્ટરી રાખવી પડશે અને અધિકારીઓને સંતોષ થાય તેવા પુરાવા આપવા પડશે, જેથી કમ્પ્લાયન્સ બોજ વધશે. સરકારે આપેલી રાહત આવકારદાયક છે પરંતુ અડધી-પડધી છે. જો ૩૦ દિવસની મર્યાદા વધારવામાં ન આવે અને ભૂતકાળના ડ્રોબેક વિવાદો ઉકેલવામાં ન આવે તો આ રાહતનો પૂર્ણ લાભ નિકાસકારો અને DTA ખરીદદારો સુધી પહોંચશે નહીં. ૧. ૩૦ દિવસની મુદત લંબાવવાની સત્તા સ્થાનિક કસ્ટમ્સ અધિકારીઓને આપવી જોઈએ. 
‘ગ્રાહક દ્વારા અસ્વીકાર’નો સ્પષ્ટ સમાવેશ સુધારામાં કરવો જોઈએ
૩. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧ ની સર્વોપરીતા (Overriding Effect) લાગુ કરીને જૂના કસ્ટમ્સ ડ્રોબેક કેસોનો કાયમી નિકાલ પણ કરી આપવો જોઈએ.

Read Previous

આજે નિફ્ટી સ્પોટમાં શું કરશો?

Most Popular